ભારતના આ ઐતિહાસિક કિલ્લામાં સંભાળી ને મૂકવા માં આવ્યું છે પારસ પથ્થર, જિન કરે છે પથ્થર ની દેખભાળ

Please log in or register to like posts.
News

અવારનવાર આપણ ને ઘણા પ્રકાર ની વાર્તાઓ બાળપણ માં સંભળાવવામાં આવતી હતી. એમાંથી કેટલીક વાર્તાઓ સાચી હોતી હતી તો કેટલીક વાર્તાઓ ખોટી હતી. એમાંથી જ બાળપણ ના દિવસો માં એક વાર્તા પારસ પથ્થર ના વિશે પણ સંભળાવવા માં આવતી હતી. પારસ પથ્થર ના વિશે અવારનવાર તમે બધાએ પણ ઘણી વાર્તા સાંભળી હશે. આ પથ્થરના વિશે કહેવામાં આવે છે કે આ એક એવો જાદુઈ પથ્થર હોય છે,જે કોઈપણ ધાતુને સોના માં બદલી દે છે. આ પથ્થરને અડતા કોઇપણ ધાતુ સોના ની થઈ જાય છે.

જોકે આવું સાચે થાય છે કે નહીં,એના વિશે કંઈ કહી નથી શકાતું. બાળપણ માં આવી બધાએ ઘણી વાર્તાઓ સાંભળી હશે, જેમાં પથ્થર નો ઉલ્લેખ રહ્યો હશે. આ પથ્થરની ખૂબીઓ ના વિશે જાણી ને બસ દરેક આવું જ ઈચ્છશે કે એમની પાસે પણ આવો ચમત્કારી પત્થર હોય તો. . . હવે સૌથી મોટો સવાલ એ આપણી સામે આવે છે કે જે પથ્થરના વિશે આટલી વાર્તાઓ અને કિસ્સા ઓ ફેમસ છે, એ સાચે માં છે કે બસ ખાલી વાર્તાઓમાં જ છે ?

કિલ્લા થી પથ્થર ને કાઢી શક્વું નથી સહેલું કામ

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે તમારા આ સવાલ નો જવાબ હા છે. આજે આપણી વચ્ચે દુનિયા માં પારસ પથ્થર આવેલું છે.  એક કિલ્લા માં આ પથ્થર ને સુરક્ષિત મૂકવા માં આવ્યો છે અને તમને જાણીને નવાઇ લાગશે કે આ બીજે ક્યાંય નહીં પરંતુ ભારત માં જ છે. તમને બતાવી દઈએ કે ભોપાલથી લગભગ 50કિ.મી દૂર આવેલા આ કિલ્લા માં પારસ પથ્થર ને સુરક્ષિત મૂકવામાં આવ્યો છે. આ જ કારણ છે કે આ જગ્યાએ દરેક વર્ષે ઘણા લોકો ખોદકામ માટે પહોંચી જાય છે. પરંતુ કિલ્લા થી આ પથ્થર ને કાઢી શકવું કોઈ સહેલું કામ નથી.

રાજાએ છીનવાઈ જવાની બીકથી પારસ પથ્થર ને ફેંકી દીધો તળાવમાં

તમે વિચારી રહ્યા હશો કે આખરે કિલ્લા નો પથ્થર કાઢવા નું કામ સહેલું કેમ નથી. તમને બતાવી દઈએ કે આ પથ્થર ની દેખરેખ કોઈ બીજું નહીં પરંતુ જિનકરે છે. ભોપાલ ની પહાડી ની ટોચઉપર આવેલા આ કિલ્લા ને રાયસેન ના કિલ્લા ના નામથી ઓળખવામાં આવે છે. આ કિલ્લાથી સંબંધિત ઇતિહાસ ઘણો જ રસપ્રદ છે. જાણકારી ના પ્રમાણે આ કિલ્લા ના રાજા રાયસેન ની પાસે પારસ પથ્થર હતું, જેના કારણે એમને ઘણા યુધ્ધ પણ લડવા પડ્યા હતા. એક યુદ્ધમાં રાજા પરાજિત થયા અને પથ્થર ના છીનવાઈ જવાની બીકથી એમણે એ પથ્થર ને તળાવ માં ફેંકી દીધું. યુદ્ધના સમયે રાજા ની મૃત્યુ થઇ ગઈ.

હજી સુધી નથી ઉઠી શક્યોસચ્ચાઈથી પડદો

રાજા ના મૃત્યુ પછી કિલ્લો એકદમ વેરાન થઈ ગયો. એવું કહેવા માં આવે છે કે આજે પણ પારસ પથ્થર આ કિલ્લા માં ક્યાંક ને ક્યાંક આવેલું છે અને એની દેખરેખ એક જિનકરે છે. જોકે અહિયાં જિનછે કે નહીં એના કોઈ પુરાવા નથી મળ્યા,પરંતુ અહીંયા ઘણા લોકો પારસ પથ્થર ની શોધમાં આવતા રહે છે,એના ઘણા પુરાવા મળ્યા છે. કેટલાક લોકો અહીંયા પારસ પથ્થર ની શોધ માટે તાંત્રિકોનો પણ સહારો લે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પુરાતત્વ વિભાગ પણ પારસ પથ્થર ની શોધમાં લાગેલો છે. પરંતુ એમને અત્યાર સુધી કંઈ નથી મળ્યું. કેટલાક લોકો નું એ પણ કહેવું છે કે આ પથ્થરની રક્ષા જિનકરે છે, એટલા માટે અહીંયા જે લોકો પથ્થર ની શોધ માં આવે છે,એ પોતાનું માનસિક સંતુલન ખોઇ બેસે છે. આખરે શું સચ્ચાઈ છે અત્યાર સુધી એનાથી પડદો નથી ઉઠી શક્યો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

1
0
0
0
0
0
Already reacted for this post.