ચક્રવર્તી રાજા ભરત

Please log in or register to like posts.
News

👉 મહાભારતની કથા કુરુ રાજવંશથી શરૂ થાય છે. એ રાજા ભરતના વંશજો હતાં. રાજા ભરત પૂરુ વંશના હતા, જેની માતાનું નામ શકુંતલા હતું અને પિતાનું નામ રાજા દુશ્યંત હતું. પુરાણો અનુસાર આ બ્રહ્માંડના નિર્માતા બ્રહ્માજીએ અત્રિને જન્મ આપ્યો હતો. આ પછી અત્રિથી ચંદ્ર દેવી ચંદ્ર, ચંદ્રદેવથી બુધ અને વાયુદેવથી ઈલાનંદન પુરુંરુવાનો જન્મ થયો હતો. પુરુંરુવાથી આયુ એનાં પછી આયુથી નહુષ અને એનાં પણ પછી રાજા નહુષથી યયાતિનો જન્મ થયો હતોયયાતિથી પુરુનો જન્મ થયો. જેમાંથી પુરુ વંશનો જન્મ થયો.પુરુ રાજવંશમાં મહાન રાજા ભરતનો જન્મ થયો હતો અને રાજા ભરતના રાજવંશમાં જ આગળ જઈને રાજા કુરુ થયાં. જે મહાભારતની કથાનો પાયો ગણાય છે. કુરુ રાજવંશ વિશે જાણ્યા તે પહેલાં, તમે મહાન સમ્રાટ, રાજા ભરતના જન્મની વાર્તા જાણવી અત્યંત આવશ્યક છે.જેની કથા આ રહી ………

👉 પૂરૂ રાજવંશમાં, દુષ્યંત નામના તેજસ્વી રાજાનો જન્મ થયો હતો, જે બહાદુર અને પ્રજાપાલક હતાં. એક સમયની વાત છે જયારે રાજા દુષ્યંત વનમાં આખેટ માટે ગયાં હતાં. જે વનમાં તેઓ આખેટ માટે ગયા હતાં એ વનમાં એક મહાન ઋષિ કણ્વનો આશ્રમ હતો. રાજા દુષ્યંતને જ્યારે ખબર પડી કે ઋષિ કણ્વ પણ આજ વનમાં છે. તો ઋષિ કણ્વનાં દર્શન કરવાં એ ઋષિના આશ્રમમાં પહોંચ્યા. જ્યારે એમણે કણ્વ ઋષિને બોલાવવા માટે બૂમ પાડી તો આશ્રમમાંથી એક સુંદર કન્યા બહાર આવી. અને તેણે કહ્યું કે ઋષિ તો તીર્થયાત્રા પર ગયાં છે. રાજા દુષ્યંતે જયારે એ કન્યાનો પરિચય પૂછ્યો તો એણે પોતાનું નામ શકુંતલા બતાવ્યું.

👉 રાજા દુષ્યંતને આ સાંભળીને આશ્ચર્ય થયું કે ઋષિ કણ્વ તો બ્રહ્મચારી છે તો શકુંતલાનો જન્મ કેવી રીતે થયો ? તો શકુંતલાએ કહ્યું કે ——“મારા માતાપિતા મેનકા-વિશ્વામિત્ર છે, જેમણે મને જન્મ્યા પછી તરત મને વનમાં છોડી દીધી. પછી શકુંત નામના એક પક્ષીએ તેની સંભાળ લીધી, એટલે મારું નામ શકુંતલા છે. જ્યારે કણ્વ ​​ઋષિ જંગલમાંથી પસાર થઇ રહ્યાં હતાં તો એમણે મને જોઈ અને પોતાના આશ્રમમાં લઇ આવ્યાં અને એક પુત્રીની જેમ મારું પાલન પોષણ કર્યું !!!!! શકુંતલાની સુંદરતા અને એની વાતો પર મોહિત થઈને રાજા દુષ્યંતે શકુંતલા સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મુક્યો. શકુંતલા પણ સંમત થઈ અને બંનેએ ગાંધર્વને લગ્ન કર્યા અને વનમાં જ વસવાટ શરૂ કર્યો.

👉 એક દિવસ રાજા દુષ્યંતે શકુંતલાને પોતાનું રાજ્ય સંભાળવા માટે અને ત્યાં પાછાં જવાં માટે ઈજાજત માંગી અને પ્રિયની નિશાની રૂપે એક વીંટી આપીને ત્યાંથી જતાં રહ્યાં.એક દિવસ શકુંતલાનાં આશ્રમમાં ઋષિ દુર્વાસા આવ્યાં એ સમયે શકુંતલા દુષ્યંતનાં ખ્યાલોમાં રચાતી હતી. જેણે કારણે એ ઋષિનો ઉચિત આદર સત્કાર ના કરી શકી. જેનાથી ક્રોધિત થઈને ઋષિ દુર્વાસાએ એને શ્રાપ આપ્યો કે એ જેને યાદ કરી રહી છે એ એને ભૂલી જાય. શકુંતલાએ ઋષિ પાસે પોતાનાંઆ કૃત્ય બદલ માફી માંગી. જેનાથી ઋષિ દુર્વાસાનું દિલ પીગળી ગયું અને એમણેઉપાય સ્વરૂપે પ્રેમની નિશાની જો એને બતાવવામાં આવશે તો એની યાદદાસ્ત પાછી આવશે એવા આશીર્વાદ આપ્યાં.

👉 તે સમય સુધીમાં ,શકુંતલા ગર્ભવતી બની હતી. જ્યારે ઋષિકણ્વ યાત્રામાંથી પાછા આવ્યા ત્યારે, તેમને પૂરી વાત સવિસ્તાર શકુંતલાએ બતાવી. ઋષીએ શકુંતલાને પોતાનાં પતિ પાસે રહેવાં જવાનું કહ્યું. કારણકે વિવાહિત કન્યાએ પિતાના ઘરે રહેવું ઉચિત ના ગણાય. તે પિતાના ઘરમાં રહેવા યોગ્ય ન હતી. શકુંતલા સફર માટે નીકળી પડી , પરંતુ રસ્તામાં, એક તળાવમાં પાણી પીતી વખતે એની અંગૂઠી તળાવમાં પડી ગઈ. જે એક માછલી ગળી ગઈ. શકુંતલા જયારે રાજા દુષ્યંત પાસે પહોંચી ત્યારે કણ્વ ઋષિના શિષ્યોએ શકુંતલાનો પરિચય રાજા દુષ્યંતને આપ્યોરાજા દુષ્યંતે શકુંતલાને પોતાની પત્ની માનવાનો ઇન્કાર કરી દીધો. કારણ કે તે ઋષિનાં શાપથી બધું જ ભૂલી ગયો હતો.રાજા દુષ્યંત દ્વારા શકુંતલાના આ અપમાનને કારણે આકાશમાં વીજળી ચમકી અને શકુંતલાની માં મેનકા એને ત્યાંથી લઇ ગઈ.

👉 બીજી તરફ, તે માછલી એક મછવારાની જાળમાં આવી ગઈ એના પેટમાંથી પેલી અંગૂઠી નીકળી. માછીમારે રાજા દુશ્યંતને એ અંગુઠીઆપી પછી દુષ્યંતને શકુંતલા વિશે બધું જ યાદ આવ્યું. મહારાજે તરત જ શકુંતલાની શોધ કરવા સૈનિકો મોકલ્યા, પરંતુ કશું જાણવા ના મળ્યું. થોડા સમય પછી, ઈન્દ્રના આમંત્રણ પર, દેવો સાથે યુદ્ધ કરવાં માટે રાજા દુષ્યંત ઇન્દ્ર નગરી આમારાવતી ગાયાં !!! સંગ્રામમાં વિજય પછી આવકાશ માર્ગે રાજા દુષ્યંત પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે કશ્યપ ઋષિના આશ્રમમાં એક સુંદર બાળકને રમતું જોયું. એ બાળક શકુંતલાનો પુત્ર જ હતો.

👉 જ્યારે દુષ્યંતે બાળકને જોયું ત્યારે, તેમણે તેમના મનમાં પ્રેમઉભરાયો. એ જેવો બાળકને ગોદમાં ઉઠાવવા ગયો તો શકુંતલાની સહેલીએ એમને બતાવ્યું કે જો તેઓ બાળકને અડશે તો એની ભૂજાઓમાં બાંધેલો કાળો દોરો સાપ બનીને તમને ડસશે !!!! રાજા દુષ્યંતે આ વાત તરફ ધ્યાન આપ્યું નહીં. શકુંતલાના સહેલીએ કહ્યું કે જો તે આ બાળકને સ્પર્શે તો તેના હાથમાં બંધાયેલું કાળું બંધન તમને સાપ તરીકે ડંખશે. રાજા દુશંતે તેના પર ધ્યાન આપ્યું નથી અને બાળકને ગીદમાં ઉઠાવી લીધો , જેમાંથી તે બાળકના હાથમાં બાંધેલો કાળો દોરો તૂટી ગયો જે એના પિતાની નિશાની હતી !!!! શકુંતલાની સહેલીએ આ સારી વાત શકુંતલાને કરી તો એ દોડતી દોડતો રાજા દુષ્યંત પાસે આવી. રાજા દુષ્યંતે પણ શકુંતલાને ઓળખી કાઢી અને પોતાનાં કરેલાં કર્મોની માફી માંગી અને એ બંનેને પોતાના રાજ્યમાં લઇ ગયાં. મહારાજ દુષ્યંત અને શકુંતલાએ એ બાળકનું નામ ભરત રાખ્યું. જે આગળ જતાં એક મહાન ચક્રવર્તિ સમ્રાટ બન્યો !!!!!

👉 સમયનું ચક્ર એવું ચાલ્યું કે રાજા દુષ્યંતને એ અંગુઠી તો મળી ગઈ. જે એમણે શકુંતલાને વિવાહના પ્રતીકરૂપે આપી હતી. અંગુઠીને જોતાં જ એમને વિવાહની વાતો તાજી થઇ ગઈ. શકુન્ત્લાની ખોજમાં ભટકતાં ભટકતાંએક દિવસ એ કશ્યપ ઋષિના આશ્રમમાં જાઈ પહોંચ્યા જ્યાં શકુંતલા રહેતી હતી. ત્યાં એમણે બાળક ભરતને સિંહના બચ્ચાઓ સાથે રમતો જોયો અને એ બાળક સિંહના મોઢામાં હાથ નાખીને એનાં દાંત ગણતો હતો !!!!

👉 રાજા દુષ્યંતે જીંદગીમાં આવો સાહસી બાળક પહેલાં કયારેય નહોતો જોયો. બાળકના ચહેરા પર અદભૂત તેજ હતું. રાજા દુષ્યંતે એ બાળકને એનું નામ પૂછ્યું તો ભરતે પોતાનું અને માતાનું નામ બતાવી દીધું. દુષ્યંત અને ભરતની વાતચીત થઇ રહી હતી. એજ સમયે આકાશવાણી થઇ કે ———” દુષ્યંત આ તમારો જ પુત્ર છે ……એનું ભરણ પોષણ કરો !!!!” કારણકે આકાશવાણીએ ભરણની વાત કહી હતી. એટલે દુષ્યંતે પોતાના પુત્રનું નામ ભરત રાખ્યું !!!!

👉 દુષ્યંતે ભરતનો પરિચય જાણીને એને ગળે લગાવી દીધો અને શકુંતલાની પાસે ગયાં. પોતાના પુત્ર અને પત્ની લઈને તેઓ હસ્તિનાપુર પાછાં આવ્યાં. હસ્તિનાપુરમાં ભરતની શિક્ષા – દીક્ષા થઇ. દુષ્યંત પછી ભરત રાજા બન્યાં. એમને પોતાના રાજ્યની સીમાનો વિસ્તાર સંપૂર્ણ આર્યાવર્ત (ઉત્તરી મધ્ય ભારત) સુધી કર્યો. અશ્વમેઘ યજ્ઞ કરીને એમણે ચક્રવર્તિ સમ્રાટની ઉપાધિ પ્રાપ્ત કરી !!!!

👉 ચક્રવર્તિ સમ્રાટ ભરતે રાજ્યમાં સુદ્રઢ વ્યવસ્થા અને સામાજિક એકતા (સદભાવના ) સ્થાપિત કરી. એમણે સુવિધા માટે પોતાનાં શાસનને વિભિન્ન વિભાગોમાં વહેંચી દઈને પ્રશાસનમાં નિયંત્રણ સ્થાપિત કર્યું !!!! ભરતની શાસન પ્રણાલીથી એમની કીર્તિ આખાં સંસારમાં ફેલાઈ ગઈ !!!!

👉 આજ ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે !!!!

 

Source: ShareinIndia

 

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.