મહિલાઓના ડ્રીમ બોય બનવા ઈચ્છતા હોવ તો વિકસાવો તમારી અંદર આ 10 ખૂબીઓ

Please log in or register to like posts.
News

ડેટિંગથી બની રહેલા કોઈ સંબંધ પર સમજદારી સાથે કોઈ નિર્ણય પર પહોંચવાં માટે તમારી અંદર તે વ્યક્તિની સંપૂર્ણ વિકસિત તસવીર હોવી જોઈએ, જેની તમે શોધમાં છો. બદલાતા સમયે લગ્નના ટ્રેન્ડને પણ બદલી નાખ્યો છે. જ્યાં આજે યુવક-યુવતીઓ પોતાની ઈચ્છાથી જીવનસાથી શોધી રહ્યા છે તો બીજી તરફ તેઓ પોતાના લગ્નના નિર્ણયને લઈને કોઈ પણ પ્રકારના એડજસ્ટમેન્ટ કરવા નથી ઈચ્છતા. આજે અમે તમને એવી ખૂબીઓ વિશે જણાવીશું જે દરેક યુવતી પોતાના પાર્ટનરમાં જોવા ઈચ્છે છે…

આર્થિક સ્થિતિ મજબૂત
યુવતીઓ આ બાબતમાં જરાય પણ રિસ્ક લેવા નથી ઈચ્છતી, આખરે પ્રશ્ન ભવિષ્યનો છે. યુવક સારા પરિવારથી, ભણેલો-ગણેલો અ સારી નોકરી કરતો હોવો જોઈએ. જો કોઈ યુવક તેમને આર્થિક રીતે સુરક્ષિત નથી રાખી શકતો તો તેઓ તેને છોડવામાં વાર નથી કરતી. તેમના મુજબ યુવક આર્થિક રીતે સંપન્ન હોવો અત્યંત જરૂરી છે.

આકર્ષક વ્યક્તિત્વ
યુવતીઓ ઈચ્છે છે કે તેમનો ડ્રીમ મેન હેન્ડસમ હોય. રંગ તેમના માટે બહુ મહત્વ નથી રાખતો પરંતુ હવે આજની આધુનિકાને ચોક્લેટી બૉય નહીં બલકે દાઢી-મૂછવાળા મેચ્યોર પુરૂષો પસંદ છે, જે તેમની ઉંમર કરતા 4થી 5 વર્ષ મોટા હોય. યુવતીઓમાં બલે ગમે તેટલું બાળપણ હોય પરંતુ તેમને લાઇફ પાર્ટનર તો મેચ્યોર જ જોઈતો હોય છે. તેનું એકમાત્ર કારણ એ છે તેઓ એવું ઈચ્છે છે કે તેમના દ્વારા થયેલી ભૂલોને તેઓ પરિપક્વતાથી સંભાળી લે અને એક મજબૂત સહારો બનીને તેમની સાથે ઊભો રહે.

જીવનસાથી નહીં મિત્ર
આજે પતિ-પત્ની બંને નોકરી કરે છે, એવામાં યુવતીઓ પોતાના જીવનસાથી પાસે એવી ઉમ્મીદ રાખે છે કે તેઓ તેની ભાવનાઓની કદર કરે, દરેક વાત પર રોક-ટોક ન કરે અને સ્પેસ આપે. તેઓ દૃઢપણે એવું માને છે કે તેઓ એક જુદી વ્યક્તિત્વ છે અને તેમના વિચારો અને સમજણ અલગ હોવાની તો પાર્ટનર તેમના વિચારો અને સમજને સમજી તેમની કદર કરે.

પ્રેમની સારસંભાળ
કોઈ પણ ઉંમરની મહિલા હોય તેને ખૂબ જ પસંદ આવે છે કે કોઈ તેની પ્રેમપૂર્વક કાળજી લે. તેમજ તેમની તમન્ના હોય છે કે તેમનો જીવનસાથી ખૂબ જ રોમન્ટિક હોય, તેમનું પૂરેપૂરું ધ્યાન રાખે, તેમને સરપ્રાઇઝ આપે. જો તમે પણ તમારા પાર્ટનરના દિલમાં એક ખાસ સ્થાન મેળવવા ઈચ્છતા હોવ તો તમારી પાર્ટનરની પ્રેમપૂર્વક સંભાળ લેવાનું ન ભૂલશો.

બરાબરીનો અધિકાર
યુવતીઓ માત્ર બોલવામાં જ નહીં બલકે વ્યવહારમાં પણ બરાબરીનો અધિકાર ઈચ્છે છે. જો કોઈ પુરૂષ મહિલા પાસે એવી અપેક્ષા રાખતો હોય કે તે તેના પરિવારની ઈજ્જત કરે, તેની ઈજ્જત કરે તો તેમને પણ તેના પરિવારને પૂરું સન્માન આપવું જોઈએ. બરાબરીના અધિકારનો અર્થ બંને માટે બરાબર હોવો જોઈએ. આજના સમયમાં હવે સ્ત્રી-પુરૂષમાં કોઈ અંતર નથી રહી ગયો. તેનું પણ ધ્યાન રાખવું.

વિશ્વાસ છે જરૂરી
આજના સમયમાં જ્યારે પતિ-પત્ની બંને વર્કિંગ છે, એવામાં બંનેની વચ્ચે સૌથી જરૂરી છે પરસ્પર વિશ્વાસ. કારણ વિનાની રોક-ટોક, મનમુજબ કપડાં ન પહેરવા આપવા અને દરેક વખતે ફોન કરીને પૂછવું અને મોડેકથી ઘરે આવવા પર દરેક વાતનો ઊંધો અર્થ લેવો યોગ્ય નથી. તમારા સંબંધને જોકોઈ દોર મજબૂતીથી જોડી રાખે છે તો તે છે વિશ્વાસ. જો તમારા વચ્ચે વિશ્વાસ જ નહીં હોય તો સંબંધો બહુ લાંબા સમય સુધી નહીં ચાલે.

બળપૂર્વક નહીં ઈચ્છાથી
કોઈએ સાચું કહ્યું છે કે તમે હંસીને કોઈ પણ કામ કરાવી શકો છો, પરંતુ જિદ અથવા ગુસ્સામાં નહીં. એવી જ રીતે પાર્ટનરને એ પણ સમજવું જોઈએ કે સેક્સની મજા ઈચ્છા હોવામાં જ છે, ઈચ્છા વિના સેક્સ કરવાથી ન તો તમને ખુશી મળશે અને ન તો તમારા પાર્ટનરને.

માસ્ટર શેફ
મહિલાઓ એવું ઈચ્છતી હોય છે કે પુરૂષો માત્ર ઓફિસના કામ સુધી જ મર્યાદિત ન રહે, તેઓ ઘરના બધા કામને પરફેક્ટ ન કરી શકે, પરંતુ માહિતી ચોક્કસ હોવી જોઈએ જેથી કામમાં તેઓ પણ પોતાની પત્નીની મદદ કરાવી શકે.

ભુલક્કડ ન હોય
જો તમારા કોઈ ખાસ દિવસ પર કોઈ તમને શુભકામનાઓ આપે તો તમને સારું લાગે છે. એવી જ ઉમ્મીદ યુવતીઓ પોતાના પાર્ટનર પાસે પણ કરે છે કે તેઓ તેમના જન્મદિવસ અને લગ્નની તારીખ યાદ રાખે અને તેમને સરપ્રાઇઝ આપે.

ટેક્નો ફ્રેંડલી
ટેક્નોલોજીના વધતા ઉપયોગને લીધે યુવકોને ટેક્નોલોજીની માહિતી પણ હોવી જોઈએ. તેને લેટેસ્ટ ફેશન અને ટ્રેન્ડની પણ પૂર્ણ માહિતી હોવી જોઈએ.

Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.