in

સૂકી અને કફવાળી ખાંસીને જડથી ખતમ કરશે દાદીમાના આ 3 નુસ્ખા

ખાંસી થવી એ સામાન્ય સમસ્યા છે અને કોઈને પણ ખાંસી થઇ શકે છે. ખાંસી થવાના ઘણા કારણો હોય છે. કેટલાક લોકોને ઋતુ બદલાવાને કારણે ખાંસીની સમસ્યા થાય છે. જયારે કેટલાક લોકોને એલર્જીને કારણે ખાંસી થઇ જતી હોય છે. ખાંસી થવાથી ફેફસાં પર જોર પડે છે અને લાંબા સમય સુધી ખાંસી રહેવાથી ફેફસામાં ઘણીવાર દુખાવાની ફરિયાદ પણ થઇ જાય છે.

ખાંસીથી છુટકારો મેળવવા માટે ખાંસીની દવા અથવા સીરપ પીવાને બદલે ઘરેલુ નુસ્ખા અજમાવીને જુઓ. આ ઘરેલુ નુસ્ખાની મદદથી ખાંસીથી તરત જ આરામ મળી જશે. એમાં એવું છે કે કેટલાક લોકો ખાંસી થાય એટલે સીરપ પીવે છે અને સીરપ પીવાથી ખાંસી દૂર પણ થઇ જાય છે. પણ સીરપને સ્વાસ્થ્ય માટે ઉત્તમ નથી માનવામાં આવતી. ઘણી શોધોમાં એ વાત સાબિત પણ થઇ ચુકી છે કે સીરપ પીવાથી વધારે ઊંઘ આવે છે અને એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ નથી હોતું. સીરપ બનાવવા માટે એને કલર અને ફ્લેવર આપવા માટે હાનિકારક તત્વ ઉમેરવામાં આવે છે જે નુકસાન પહોંચાડે છે. એટલે સીરપ પીવાની જગ્યાએ તમે ઘરેલુ ઉપાયની મદદથી ખાંસીનો ઈલાજ કરો.

ખાંસીના ઘરેલુ ઉપાય :

મધવાળું પાણી પીવો- કફવાળી ખાંસી હોય તો ઘણો કફ નીકળે છે અને છાતીમાં ભારેપણાનો અનુભવ થાય છે. કફવાળી ખાંસી હોય ત્યારે મધવાળું પાણી પીવું લાભદાયી હોય છે. એક ગ્લાસ પાણીને હૂંફાળું ગરમ કરી લો અને એમાં મધ ઉમેરી દો. એ પછી એ પાણી પી લો. દિવસમાં ત્રણ વાર આ પાણી પીવાથી ખાંસીથી આરામ મળી જશે. બીજું જો સૂકી ખાંસી હોય તો એક ચમચી મધમાં કાળાં મરીનો પાવડર ઉમેરી દો. મધ અને કાળાં મરીનું મિશ્રણ ખાવાથી સૂકી ખાંસી ઠીક થઇ જાય છે અને મધ પીવાથી ગળું સુકાતું નથી અને ખાંસી બંદ થઇ જાય છે.

તુલસીનું પાણી પીવું- તુલસીમાં મળી આવતા તત્વ ખાંસીને જડથી ખતમ કરી દે છે. એટલે ખાંસી હોય ત્યારે રોજ રાત્રે સુતા પહેલા તુલસીના પાનનું પાણી પી લો. તુલસીનું પાણી તૈયાર કરવા માટે તમે 10 તુલસીના પાન લો અને એને પીસી લો. પછી એને એક ગ્લાસ પાણીમાં નાખી દો. આ પાણીને ઉકાળી લો અને ગેસ બંદ કરીને એને ગાળી લો. આ પાણીને થોડું ઠંડુ થવા દેવું. તમે ઈચ્છો તો આ પાણીમાં મધ પણ ઉમેરી શકો છો. આ પાણી સતત એક અઠવાડિયું પીવો. આ પીવાથી ખાંસી જડથી ખતમ થઇ જશે. સૂકી ખાંસી હોય ત્યારે તુલસીના પાનને મધમાં ઉમેરીને ખાઓ. તુલસી અને મધને એક સાથે ખાવાથી સૂકી ખાંસીથી આરામ મળી જશે.

મુલેઠી- ખાંસીની દવાઓ બનાવવા માટે મુલેઠીનો પ્રયોગ કરવામાં આવે છે. મુલેઠીને ખાંસી માટે રામબાણ માનવામાં આવે છે અને એ ખાવાથી ખાંસી ઠીક થઇ જાય છે. ખાંસી હોય ત્યારે તમે મુલેઠી અથવા એનું પાણી પીવો અથવા એને મધ સાથે ખાઓ. મુલેઠીનું પાણી તૈયાર કરવા માટે એક ગ્લાસ પાણીને ગરમ કરવા મુકો અને એમાં મુલેઠી ઉમેરો. 3 મિનિટ પછી ગેસ બંદ કરી આ પાણીને ગાળીને પી લો.

ઉપર જણાવેલ બધા નુસખા ખુબ જ કારગર છે અને એની મદદથી ખાંસીને ઠીક કરી શકાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

100 થી વધારે રોગોને જડથી દૂર કરી દેશે આ આયુર્વેદિક દવા, જાણો એ બનાવવાની વિધિ અને ફાયદા

લાલ સાડીમાં શ્રીદેવીની કાર્બન કોપી લાગી રહી છે જ્હાન્વી, જોઈ લો એના ફોટા