in

બોલિવૂડ સ્ટાર્સ પર ભારે પડ્યો કોરોના, નોકર ના આવ્યા તો પોતે વાસણ ઘસવા માટે થયા મજબૂર, જુઓ વિડિયો

કોરોના વાયરસ એ આખા જનજીવન ને અસ્તવ્યસ્ત કરી દીધું છે. લોકો ની લાઈફ જાણે રોકાઈ ગઈ છે. હવે જો કે આખા દેશ માં 21 દિવસ નું લોકડાઉન કરવા માં આવ્યું છે એટલા માટે બધા પોતાના ઘર માં કેદ થઈ ગયા છે. એમની પાસે કામ કરવા માટે પણ કંઈ નથી. કોરોના વાયરસ ના કારણે બોલીવુડ ઇન્ડસ્ટ્રી ના લોકો ઘર માં કેદ છે. આવા માં ઘર માં ટાઈમપાસ કરવા માટે અલગ અલગ રીત અપનાવી રહ્યા છે. કોઈ યોગ કરીને પોતાને ફિટ રાખી રહ્યું છે તો કોઈ પોતાનો કૂકિંગ શોખ પૂરો કરી રહ્યો છે. ત્યાંજ ઘણા લોકો પોતાના પરિવાર ની સાથે સારો સમય પણ વિતાવી રહ્યા છે. કોરોના ના કારણે ઘણા લોકો એ પોતાના ઘર માં કામ કરવાવાળા નોકરો ને પણ રજા આપી દીધી છે. આવા માં પોતે પોતાનું કામ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

Happy💛Sunday……………………………… for a little girl far far away in 🇨🇦 I love u 💓

A post shared by Katrina Kaif (@katrinakaif) on


હમણાં જ બોલિવૂડ ની સુંદર એક્ટ્રેસ કેટરિના કૈફ નો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માં કેટરીના પોતાના ઘર ના કિચન માં વાસણ ઘસતા દેખાઈ રહી છે. કેટરીના જેવી ફેમસ સેલિબ્રિટી ને વાસણ ઘસતા જોઇને લોકો એમના વખાણ કરી રહ્યા છે. અહીં સુધી કે બોલિવુડ ના મોટા મોટા સ્ટાર્સ પણ એમના આ વિડીયો પર કમેન્ટ કર્યા વગર પોતાને રોકી ન શક્યા. અર્જુન કપૂરે આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું, ‘તમારું મારા ઘર માં સ્વાગત છે’. એટલે કે તમે મારા ઘરે આવી ને પણ વાસણ ઘસી શકો છો. ત્યાંજ કોમેડી ની દુનિયા ના જબરજસ્ત કલાકાર સુનીલ ગ્રોવર એ પણ કેટરીના ના વખાણ કર્યા. આ વીડિયો ને અહીયા જોઈ શકો છો.

 

View this post on Instagram

 

🍽 +🧽=🙂🏠 really makes u appreciate all the help we have at home #socialdistancing #staysafe #helpoutathome

A post shared by Katrina Kaif (@katrinakaif) on

કેટરીના કેફ ના સિવાય નવી જનરેશન ના સુપર સ્ટાર કાર્તિક આર્યન પોતાના ઘરે વાસણ ઘસતા દેખાયા. એમણે પણ પોતાના કિચન નો એક વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડીયો ની સાથે કાર્તિકે કેપ્શન લખ્યું,’કહાની ઘર ઘર કી’ કાર્તિક નો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવા માં આવી રહ્યું છે. લોકો કાર્તિક ના આ કામ ના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો ને પણ અહીંયા જોઈ શકો છો.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે લગભગ બધા બોલીવુડ સ્ટાર્સ આવી રીતે પોતાના ઘર માં અલગ અલગ માધ્યમ થી સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉન ના કારણે બધા સ્ટાર્સ ની ફિલ્મ ની શૂટિંગ પર રોકાઈ ગઈ છે. અત્યારે કેટલાક દિવસ પહેલા જ કેટરીના એક હજુ પોસ્ટ કર્યું હતું જેમાં એ વરુણ ધવન અને અર્જુન કપૂર ની સાથે વિડીયો કોલ પર વાતચીત કરી ને ટાઈમપાસ કરતી દેખાઈ રહી હતી.

તમે આ 21 દિવસ ના લોકડાઉન માં સમય પસાર કરવા માટે શું કરી રહ્યા છો?

ટિપ્પણી

સોશિયલ મીડિયા પર થઈ રામાયણ અને મહાભારત ના પ્રસારણ ની માંગ

27 માર્ચ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ