in

જાણો પાકિસ્તાનમાં આવેલા એક પ્રખ્યાત હિન્દૂ મંદિર “કટાસરાજ મંદિર ” વિષે , પડ્યા હતા શિવજીના આંસુ !!!

આપણામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કેટલાય પ્રાચીન હિંદુ મંદિરો છે. અને એમાં જ એક મંદિર છે કટસરાજ મંદિર, આ શિવજી ભગવાનનું મંદિર છે. આ કટસરાજ મંદિર પાકિસ્તાનના ચકલાવ ગામથી આશરે 40 કિમી દૂર પર કટસ નામની જગ્યાએ એક પહાડી પર આવેલું છે. આ મંદિર સાથે કેટલીયે માન્યતાઓ જોડાયેલી છે, માટે જ આ મંદિર હિંદુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.

જાણો મંદિરના ઇતિહાસ વિષે અને એની સાથે જોડાયેલી માન્યતાઓ વિષે :-

ભગવાન શિવજી રડ્યા હતા અહીંયા:

–  જયારે સતીએ પોતાના પિતા દક્ષના કુંડમાં આત્મદાહ કર્યો હતો, ત્યારે એમના વિયોગમાં શિવ ભગવાને પોતાની સુધ બુધ ગુમાવી દીધી હતી. ભારતની એ ભૂમિ પર આ જગ્યા આજની તારીખે પણ હાજર છે જ્યાં ભગવાન શિવજીએ સતીને યાદ કરીને આંસુ સાર્યા હતા.

– એમના આંસુઓથી બે કુંડ બન્યા હતા, અને એમાંથી એક કુંડનું નામ છે કટાક્ષ કુંડ. આ કટાક્ષ કુંડ જ્યાં બન્યું છે એ અને જ્યાં શિવ મંદિર બનેલું એ જગ્યા હવે ભાગલા પડ્યા પછી પાકિસ્તાનના ભાગે આવી છે.

– શિવ ભગવાનના આંસુમાંથી જે બીજો કુંડ બન્યો હતો એ કુંડ ભારતમાં રાજસ્થાનના પુષ્કર તીર્થમાં આવેલો છે. આ રીતે આ બંને જગ્યાઓ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે.

એવી માન્યતાઓ રહેલી છે કે કટસરાજ મંદિરનો જે કટાક્ષ કુંડ છે એ ભગવાન શિવજીના આંસુઓથી બન્યો છે.

– આ કુંડનું નિર્માણ થયું એની પાછળ એક કથા પણ છે. એવું કહેવાય છે કે દેવી સતીનું જયારે મૃત્યુ થયું.તો ભગવાન શિવ ખુબજ દુઃખી થયા અને એમના દુ:ખમાં ખુબજ રડ્યા કે એમના આંસુઓથી બે કુંડનું નિર્માણ થયું.

અહીંયા 7 મંદિરોનું નિર્માણ કર્યું હતું પાંડવોએ :

– એવું કહેવાય છે કે અહીંયા જે સાત મંદિરો છે એનું નિર્માણ પાંડવોએ મહાભારત કાળમાં કરેલું હતું, પોતે જયારે વનવાસમાં હતા ત્યારે પાંડવોએ આશરે 4 વર્ષ તેઓએ અહીંયા જ રહીને પસાર કર્યા હતા.

– આ સાત ભવનોનું નિર્માણ પાંડવોએ પોતે રહી શકે એના માટે કર્યું હતું અને હવે આ ભવન સાત મંદિરના નામે પ્રસિદ્ધ થયું છે.

– આ જગ્યા માટે એવી પણ માન્યતા રહેલી છે કે યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ પણ આ કુંડના કિનારે જ થયો હતો.

ટિપ્પણી

જાણો AC જેવા કુલર વિષે જે આપશે વીજળી બિલમાં 90 % ની બચત , જાણીયે તેની કિંમત વિષે

શું તમને ખબર છે કે હનુમાન ચાલીસા એટલી શક્તિશાળી છે કે તેની સામે કોઈ બુરાઈ ટકે નહિ !!!