પાટણમાં વર્ષમાં એક વખત ખુલતાં કાર્તિકેય ભગવાનના મંદિરે ભક્તોની ભીડ
પાટણ શહેરના દામાજીરાવ બાગ અંદર આવેલા પ્રસિદ્ધ છત્રપતેશ્વર મહાદેવજીના ગ્રર્ભગૃહમાં બિરાજમાન શ્રી કાર્તિકેય ભગવાનની પ્રતિમાને વર્ષના ફક્ત એકજ દિવસ માટે કાર્તિકી પૂનમના પવિત્ર દિવસે ખુલ્લી કરવામાં આવે છે શનિવારના રોજ કાર્તિકેય પૂનમે શહેરના જાણીતા ભુદેવોના મંત્રોચ્ચાર વચ્ચે કાર્તિક ભગવાનની મૂર્તિને લોકાના દર્શનાર્થે ખુલ્લી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં સ્કંદપરો યોજાયો હતો. યજ્ઞ કરાયો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી કાર્તિકેય સ્વામી ભગવાનના દર્શન યજ્ઞને લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.
તસવીરો સુનિલ પટેલ
ભુદેવોના મંત્રોચ્ચાર વચ્ચે કાર્તિક ભગવાનની મૂર્તિને લોકાના દર્શનાર્થે ખુલ્લી કરવામાં આવી
મોટી સંખ્યામાં ભાવિક – ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
સ્વામી ભગવાનના દર્શન યજ્ઞને લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.
Source: Divyabhaskar