in

‘ભૂલ ભુલૈયા 2’નું શૂટિંગ શરૂ, કાર્તિક આર્યને કિઆરા અડવાણી સાથેની ફોટો સોશ્યલ મીડિયામાં શેર કરી

કાર્તિક આર્યન તથા કિઆરા અડવાણીએ અપકમિંગ મૂવી ‘ભૂલ ભુલૈયા 2’નું શૂટિંગ શરૂ ચાલુ કરી દીધું છે. કાર્તિકે સેટ પરની તસવીરો શૅર કરી છે. કાર્તિક બ્લેક હૂડીમાં તથા કિઆરા ટ્રેડિશનલ રેડ અને ગ્રીન ડ્રેસમાં જોવા મળી રહી છે અને તેના હાથમાં ક્લેપબોર્ડ છે. જાણવા મળ્યું છે કે વર્ષ 2007મા રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા’માં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ મૂવી બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

Image result for bhool bhulaiyaa 2

Advertisements

આ મુવિને લઈ કિઆરાએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરવા મળ્યું તેને લઈ તે ઘણી જ ખુશ છે. તે પહેલી જ વાર અનીસ બઝ્મીના ડિરેક્શનમાં કામ કરવા જઈ રહી છે. કાર્તિક સાથે પણ આ ફિલ્મમાં તે પહેલી જ વાર જોવા મળશે.

મુવિનો ફર્સ્ટ લુક પ્રોડ્યૂસર ભૂષણ કુમાર અને કાર્તિક આર્યને રિલીઝ કર્યો હતો, જેમાં કાર્તિકના હાથમાં ખોપડી જોવા મળી રહી છે. આ ફિલ્મની વાર્તા ફરહાદ સામજી અને આકાશ કૌશિકે લખી છે. આ ફિલ્મ આવતા વર્ષે 31 જુલાઈએ રિલીઝ થશે.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/kartik1_0-770x433.jpeg?resize=662%2C372&ssl=1

Advertisements

આ મૂવી ઉપરાંત કિઆરા ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર અને દિલજિત દોસાંજ નો સમાવેશ છે. અક્ષય કુમાર સાથે કિઆરા ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’માં જોવા મળશે. કાર્તિક આર્યન એક્ટ્રેસ સારા અલી ખાન સાથે ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ -2’માં પણ જોવા મળશે. આ ઉપરાંત તેણે અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર સાથે ‘પતિ પત્ની ઔર વો’ની રિમેકનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ‘દોસ્તાના 2’ની સ્ટારકાસ્ટમાં કાર્તિક આર્યન સામેલ છે.

ટિપ્પણી
Advertisements

આ 5 રાશિઓ ના ખરાબ સમય નો થયો અંત, ગણેશજી ની કૃપા થી મળશે મનગમતું ફળ, થશે નાણાકીય લાભ

ફરી એક વખત થઈ ગયું સાબિત, આ ઘાતક બોલર સામે રોહિત શર્માનું ટકવું ઘણું અઘરું છે, જાણો કેમ