in ,

જાણો ઉંદરોના આ અનોખા મંદિરના રોચક ઇતિહાસ વિષે

કર્ણી માતાનું ઉંદરોનું મંદિર

કર્ણી માતા એક હિન્દૂ મહિલા જ્ઞાની હતી જેનો જન્મ ચરણ જાતિમાં થયો હતો. લોકો એને હિન્દૂ દેવી દુર્ગાનું રૂપ માનતા હતા. એ જોધપુર અને શાહી પરિવારની દેવી હતી. એક તપસ્વી બનીને પોતાનું જીવન પસાર કર્યું હતું અને એ સમયે લોકો એમનો ખુબ જ આદર અને સમ્માન પણ કરતા હતા.

Advertisements

બિકાનેરના મહારાજાની પ્રાર્થના પર જ એમણે એમના રાજ્યના બે મહત્વપૂર્ણ કિલ્લાઓની નીવ રાખી હતી. રાજસ્થાનમાં બિકાનેરની પાસે એમના નામનું એક નાનકડું મંદિર પણ છે અને આ મંદિર એમના ઘરથી ઓઝલ થઇ ગયા પછી જ બનાવાયું હતું. કર્ણી માતાનું મંદિર સફેદ ઉંદરો માટે પણ ઘણું જ જાણીતું છે,સફેદ ઉંદરોને ત્યાંના લોકો પવિત્ર માને છે અને કહેવામાં આવે છે કે તે મંદિરની સુરક્ષા કરે છે.

એનાથી વિપરીત આ મંદિરનો જૈન ધર્મ સાથે કોઈ જ સંબંધ નથી. એમના મહાન કાર્યોને જોઈને એમને સમર્પિત એક અન્ય મંદિરનું પણ નિર્માણ કરાવાયું હતું પણ બીજા મંદિરને એટલી પ્રસિદ્ધિ ના મળી શકી, પણ બીજા મંદિરમાં આપણને કર્ણી માતાના પદ ચિન્હ જરૂર જોવા મળે છે. કર્ણી માતાને નારી બાઈના નામે પણ જાણવામાં આવતા હતા.

Advertisements

કર્ણી દેવી એક યોગિયોં અને જ્ઞાનીઓની જેમ પોતાનું બચેલું જીવન પસાર કરવા ઇચ્છતી હતી. માટે એમણે ગામની બહાર જંગલમાં જ પોતાનો એક તંબુ બાંધ્યો પણ એ જગ્યાના શાષકે નોકરને એમને પાણી આપવાની ના પાડી દીધી હતી.

પણ ત્યાંના ઘણા શ્રદ્ધાળુઓનું માનવું હતું કે કર્ણી દેવી સાક્ષાત માં જગદંબાનો જ અવતાર હતી,  અત્યારથી લગભગ 650 વર્ષો પહેલાનું આ મંદિર છે.  ત્યાં એક ગુફામાં રહીને માં પોતાના ઇષ્ટ દેવની પૂજા અર્ચના કરતી હતી, એ ગુફા આજે પણ મંદિરના પરિસરમાં છે.

માં જ્યોતીર્લીન થયા પછી એમની ઈચ્છા મુજબ એમની મૂર્તિની આ ગુફામાં સ્થાપના કરવામાં આવી , જણાવી દઈએ કે માં કર્ણીના આશીર્વાદથી જ બિકાનેર અને જોધપુર રાજ્યની સ્થાપના થઇ હતી. માં ના અનુયાયીઓ ફક્ત રાજસ્થાનમાં જ નહિ ,આખા દેશભરમાં છે, જે સમયે સમયે અહીંયા દર્શને આવે છે.

Advertisements

સંગમરમરથી બનાવેલા આ મંદિરની ભવ્યતા જોઈએ તો જ જાણવા મળે છે. ત્યાં જેવો બીજો દરવાજો પાર કરીયે , તો ઉંદરોની ધમાચકડી જોઈને એકદમ દંગ જ થઇ જવાય.

ઉંદરોની સંખ્યા જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે પગે ચાલવા માટે પગ ઉઠાવવાની નહિ પણ પગ ઘસીને જવાની જરૂર પડે છે, લોકો એ જ રીતે પગ ઘસીને કર્ણી માતાની મૂર્તિ પાસે પહોંચે છે.

Advertisements

ઉંદરો આખા મંદિરના પ્રાંગણમાં હોય છે. એ શ્રદ્ધાળુઓના શરીર પર કુદકા મારે છે, પણ કોઈને કોઈ જ નુકસાન નથી પહોંચાડતા. ચીલ, ગિધ અને બીજા જાનવરો ઉંદરોની રક્ષા માટે આ મંદિરમાં ખુલી જગ્યાઓએ જીણી જારી લગાવેલી છે. આ ઉંદરોની ઉપસ્થિતિના કારણે જ શ્રી કર્ણી દેવીનું આ મંદિર ઉંદરોના મંદિરના નામે પણ જાણીતો છે.

એવી માન્યતા છે કે કોઈ શ્રદ્ધાળુઓને જો સફેદ ઉંદરોના દર્શન થાય છે , તો એને ઘણો શુભ માનવામાં આવે છે. સવારે પાંચ વાગે મંગળા આરતી અને સવારસાંજ આરતીના સમયે ઉંદરોનું જુલુસ જોવા જેવું હોય છે.

કર્ણી માતાની કથા એક સામાન્ય ગ્રામીણ કન્યાની કથા છે, પણ એમના સંબંધમાં ઘણી ચમત્કારી ઘટનાઓ પણ જોડાયેલી છે, જે એમની ઉંમરના અલગ અલગ પડાવ સાથે સંબંધ રખાવે છે. જણાવી દઈએ કે સંવત 1595 ની ચૈત્ર શુક્લ નવમી ગુરુવારના શ્રી કર્ણી જ્યોતીર્લીન થયા.

Advertisements

સંવત 1595 ની ચૈત્ર  શુક્લ ચૌદશના અહીંયા શ્રી કર્ણી માતાની સેવા પૂજા થતી આવી રહી છે. મંદિરના મુખ્ય દ્વાર પર સંગેમરમર પર નક્કાશીને પણ ખાસ રૂપે જોવા લોકો અહીંયા આવે છે , ચાંદીના કીવાડ, સોનાના છત્તર અને ઉંદરો (કાબા) ના પ્રસાદ માટે રાખેલી ચાંદીની મોટી પરાત પણ જોવા લાયક છે.

માં કર્ણી મંદિર સુધી પહોંચવા માટે બિકાનેરથી બસ,જીપ અને ટેક્સીઓ સરળતાથી મળી જાય છે. બિકાનેર જોધપુર રેલ માર્ગ પર આવેલા દેશનોક રેલવે સ્ટેશન પાસે જ આ મંદિર આવેલું છે.વર્ષમાં બે વાર નવરાત્રી પર ચૈત્ર અને આસો મહિનામાં આ મંદિરે વિશાળ મેળો પણ લાગે છે , ત્યારે  ભારે સંખ્યામાં લોકો અહીંયા આવે છે.

Advertisements

શ્રદ્ધાળુઓબે રહેવા માટે મંદિરની પાસે ધર્મશાળાઓ પણ છે. માં કર્ણી ઉંદરોવાળા મંદિરે આવતા લોકોની મનોકામના પુરી કરે છે.

ખાસ વાત :
કર્ણી માતાના મંદિરને ઉંદરોના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણકે અહીંયા ઘણી મોટી માત્રામાં આપણને સફેદ ઉંદર જોવા મળે છે, જો ભૂલમાં પણ કોઈ ઉંદરનું મૃત્યુ થઇ જાય તો એ જગ્યાએ એક ચાંદીનો ઉંદર બનાવીને રાખી દેવામાં આવે છે , કહેવાય છે કે અહીંયા લગભગ 20000 ઉંદરો રહે છે.

ટિપ્પણી
Advertisements

આ ચાર વસ્તુ એવી છે જે કરી દે છે આપણા હાડકાને એકદમ ખોખલા, ખાતા પહેલા હવે થઇ જજો સાવધાન

આ વર્ષે અષાઢીબીજના અમદાવાદમાં નીકળશે 142 મી રથયાત્રા, ભગવાન જગન્નાથ નીકળશે નગરચર્ચાએ