in

કર્ણાટકમાં વધુ એક વખત ઉત્પન્ન થઈ શકે છે રાજકીય નાટક, મુખ્યમંત્રી યેદીયુરપ્પા ખુરશી ખાલી થશે?

કર્ણાટકમાં ફરી એકવખત રાજનીતિ પડખુ ફેરવી રહી હોવાના એંધાણ મળી રહ્યાં છે. સૂત્રોના કહ્યા અનુસાર બીજેપીના આશરે 20-25 ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાથી ભારોભાર નારાજ હોવાનું કહેવાય છે. તેમણે નવી રણનીતિ માટે બેઠક બોલાવી છે.

Image result for karnataka cm

સૂત્રોના કહ્યા પ્રમાણે, આ બેઠક રાજ્યના જૂના ડેપ્યુટી સીએમ જગદીશ શેટ્ટરના ઘરે યોજાશે. આ બેઠકને લઈને ધારાસ્ભ્યો દ્વારા એક પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જોકે આ પત્ર પર કોઈના પણ હસ્તાક્ષર નથી જેથી તેની વિશ્વસનિયતાની હજી કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી.

Image result for karnataka cm

ભાજપના ધારાસભ્યએ નામ જાહેર ના કરવાની શરતે જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં યેદિયુરપ્પાના દિકરો સીએમ છે.

કર્ણાટકમાં ફરી એકવાર રાજકીય ચિત્ર ચેન્જ થઈ રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. હમણાં રાજ્યના વર્તમાન રાજકીય ઘટનાક્રમને લઈને કોંગ્રેસના નેતા બૃજેશ કલપ્પાએ જણાવ્યું છે કે, જ્યારે કોઈ બાબત ગેરબંધારણીય હોય છે. સત્તા પ્રાપ્ત કરવા માટે કંઈ પણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો આવુ જ થાય. તેમણે જણાવ્યું હતું કે, યેદિયુરપ્પા આજ સુધી ક્યારેય પોતાનો કાર્યકાળ પુરો કરી શક્યા નથી. ભવિષ્યમાં પણ આમ જ થઈ શકે છે.

Image result for karnataka cm

જાહેર છે કે, બીજેપી અને કર્ણાટકના રાજકીય ગલિયારાઓમાં યેદિયુરપ્પાની વધતી જતી ઉંમરને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. કહેવામાં આવે છે કે, ભાજપમાં 75 વર્ષ સુધી જ કોઈ વ્યક્તિ પદ પર રહી શકે છે. તો યેદિયુરપ્પાની ઉંમર હમણાં જ 77 વર્ષની છે. જેથી એવા અક્ષેપ થઈ રહ્યાં છે કે, રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પા નહીં પણ તેમનો દિકરો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

એરટેલના ગ્રાહકોને લાગી જશે 440 વોલ્ટનો અચાનક જ ઝાટકો, થઇ જશે તેમનું ખિસ્સું ખાલી અને આવશે મસમોટું બિલ

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નવું એક નજરાણું, કેવડિયા જોડે જંગલ સફારી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું