જે બટાલિયન માટે કારગિલ યુદ્ધમાં પિતા થયા શહીદ, તેમાં જ પુત્ર બન્યો લેફ્ટનન્ટ

Please log in or register to like posts.
News

હિતેશ કુમાર જ્યારે 6 વર્ષના હતા ત્યારે જ તેમના પિતા લાન્સ નાયક કારગિલ યુદ્ધમાં દેશ માટે શહીદ થઈ ગયા હતા. રાજપૂતાના રાયફલ ના બીજા બટાલિયનમાં પોસ્ટ બચ્ચન સિંહ ના 12 જૂન 1999 માં તોલોલિંગ માં શહીદ થવાની ખબર સાંભળતાની સાથે જ હિતેશ એ નક્કી કરી લીધું કે તે મોટો થઈને પોતાના પિતાની જેમ આર્મીમાં જોડાઈને દેશની સેવા કરશે.

લગભગ 19 વર્ષ પછી હિતેશ ઇન્ડિયન મિલિટરિ એકેડમી (IMA) દહેરાદૂનથી પાસ થઈને ભારતીય આર્મીમાં લેફટન્ટ તરીકે જોડાયા. ખાસ વાત એ છે કે હિતેશ પણ તેજ બટાલિયનમાં જોડાવા જઈ રહ્યાં છે,જેમાં તેમના પિતા પોસ્ટિંગ દરમિયાન શહીદ થયા હતા.

પિતાની બટાલિયનમાં થઈ પોસ્ટિંગ

લેફ્ટનેન્ટ બન્યા પછી હિતેશ એ કહ્યું, 19 વર્ષથી મારું સપનું આર્મીમાં જોઈન્ટ થવાનું હતું. મારી મા નું પણ આજ સપનું હતું. હવે હું ગર્વ અને ઈમાનદારી સાથે દેશની સેવા કરવાનું ઇચ્છું છું. હિતેશકુમાર ને તેમના પિતાની જ 2 બટાલીયન ની રાજપૂતાના રાયફલસ માં પોસ્ટિંગ કરવામાં આવી છે. દહેરાદૂનની નેશનલ ડિફેન્સ એકેડેમી માં થવાવાળી પાસિંગ આઉટ પરેડ માં તેમને લેફ્ટનન્ટ ની પોસ્ટ આપવામાં આવી હતી.

બરાબર 19 વર્ષે સપનું થયું પૂરું

હિતેશ પિતાની જ બટાલિયનમાં લેફ્ટનેન્ટ ની પોસ્ટ પર જોડાવા જઈ રહ્યા છે. તેઓ એજ બટાલિયનમાં સેવા આપશે,હિતેશ ના પિતા બચ્ચન સિંહ રાજપૂતાના રાયફલસ ના બીજી બટાલિયન નું ભાગ હતા. 12 જુન, 1999 એ કારગિલના ટોલોલિંગમાં દેશ માટે લડતા લડતા તે શહીદ થઇ ગયા. તેમાં મેજર વિવેક ગુપ્તા નો પણ સમાવેશ થાય છે. હવે બરાબર 19 વર્ષ પછી દહેરાદૂનની નેશનલ ડિફેન્સ એકેડેમી ની પાસિંગ આઉટ પરેડમાં તેમને લેફ્ટિનેન્ટ ની પોસ્ટ મેળવીને તેમનું સપનું પૂરો કર્યો છે.

નાનો ભાઈ પણ કરી રહ્યો છે તૈયારી

હિતેશની માં કમેશ બાલા એ કહ્યું, પતિના શહીદ થયા પછી જીવન મુશ્કેલ હતું. મેં મારી જિંદગી બંને છોકરાઓને મોટા કરવામાં લગાવી દીધી. મારા માટે ગર્વની વાત છે કે હિતેષ એ આર્મી જોઈન્ટ કરી લીધી. તેનો નાનો ભાઈ હેમંત પણ આર્મી ની તૈયારી કરી રહ્યો છે.

પિતાને આપી શ્રદ્ધાંજલિ

પરેડ પત્યા પછી હિતેશ એ મુઝાફરનગર ની સીવીલ લાઇન્સના એરિયામાં બનેલા પિતાના સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.