in

કરીનાએ કાંઈ એમજ પરણેલા સૈફ સાથે લગ્ન નથી કર્યા, લગ્ન સમયે રાખી હતી એક એવી શરત …

જો બોલિવૂડની વાત કરીયે તો એમાં સાંજ થાય ત્યાં તો કેટલીય નવી લવ સ્ટોરીની શરૂઆત થઇ જાય છે અને કેટલીય કહાનીઓનો અંત પણ આવી જાય. તો વળી એવી જ કેટલીક લવ સ્ટોરીમાંથી અમુક લગ્નમાં પણ પરિવર્તિત થતી હોય છે. પણ સૈફ અલી ખાન અને કરિનાનાં લગ્ન થયા ત્યારે એની ખુબ જ ચર્ચા થઇ હતી. 16 ઓક્ટોબરના રોજ એમણે સાતમી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી છે.

kareena brings stability in saif life

Advertisements

વર્ષ 2012માં જ્યારે સૈફ અને કરીનાના લગ્ન થયા, તો કરીના સૈફથી 10 વર્ષ નાની હતી માટે એમના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. આ કપલે એ વાત સાબિત કરીને બતાવી દીધી કે પ્રેમનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી. એમની લવસ્ટોરીની શરૂઆત ફિલ્મથી થઈ હતી. કરીનાને ટશન ફિલ્મના શુટિંગ દરમિયાન જ સૈફ સાથે પ્રેમ થયો હતો. જોકે એમની ફિલ્મ તો ફ્લોપ રહી પરંતુ એમની લવ સ્ટોરી સુપરહિટ સાબિત થઇ.

kareena saif adorable couples

આ બંન્નેની લવ સ્ટોરીનો ભાંડો તો એ સમયે ફૂટ્યો કે જ્યારે કરીનાએ સૈફના નામનું ટેટું કરાવ્યું. એમની વચ્ચે ત્યારે ખુબ જ સારૂ બોન્ડિંગ હતું. અત્યારની પણ વાત કરીયે તો એ બંને હાથમાં હાથ નાખીને ફરતાં જ દરેક જગ્યાઓએ જોવા મળે છે. પણ એક ખાસ વાત વિષે નહિ ખબર હોય કે કરીનાએ લગ્ન વખતે એક શરત મૂકી હતી અને એનો ઉલ્લેખ અભિનેત્રીએ ખુદજ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

Advertisements

kareena saif secret messages

કરીનાએ સૈફ સામે એક શરત રાખી હતી કે, હું તમારી પત્ની છું અને કામ કરીશ, પૈસા કમાઈશ પણ આખી લાઈફ તમારે મને સપોર્ટ કરવો પડશે. એમના લગ્નના ચાર વર્ષ પછી 20 ડિસેમ્બર 2016નાં રોજ એમને ત્યાં બાળક તૈમુરનો જન્મ થયો. એ પછી તો સૈફ અને કરીનાની લાઈફ પણ એકદમ બદલાઈ ગઈ. જોકે અત્યારે તો તૈમુર પણ ખુબ ચર્ચામાં રહે છે. ઉલ્લેખનીય છે કે કરીનાએ પોતાના બેબી બંપ સાથે પણ રેમ્પ વોક કર્યું હતું અને પોતાના પ્રેગ્નેન્સીના સમયમાં પણ કામ ચાલુ જ રાખ્યું હતું.

ટિપ્પણી
Advertisements

સમગ્ર મુંબઈને ગુજરાતી વાનગીઓ પાછળ પાગલ કરનાર ‘ભેલકવીન’ નીલા મહેતાનું થયું અવસાન

ઓહ ! 3 કિમી દૂરથી પણ તમારું લોહી ચૂસવા આવી શકે છે મચ્છરો , એ પણ એક જ ઉડાણમાં