in

કરોડપતિ બનવું હોય તો નોકરીને આજે જ છોડો અથવા આ મુજબનું કાર્ય કરો – પછી જોવો શું થાય છે જલવો

નાનપણથી જ દરેક વ્યક્તિના સપનામાં દુનિયાની સૌથી મોંઘી અને સુંદર ચીજો આવતી હોય છે. પણ જેમ જેમ સમજણ વધતી જાય તેમ તેમ જરૂરિયાતો સીમિત થતી જાય છે અને આ સપનાઓ પૂરી કરવાની ઇચ્છા હળવે હળવે દબાતી જાય છે. દુનિયામાં એવા પણ લોકો છે કે જે પોતાના દરેક સપનાને અને ઇચ્છાઓને પૂરી કરે છે. જો તે લોકોને યાદ કરીએ તો એ બાબતની જાણ થશે કે તેઓએ તેમની આ સ્થિતિ નોકરી દ્વારા નહીં પરંતુ જાત મહેનતથી ઉભા કરેલા ધંધાથી પ્રાપ્ત કરી છે.

તેઓ ક્યાંય નોકરી પર નથી જતાં પણ લોકો તેમને ત્યાં નોકરી પર આવે છે. એવી રીતે  ભારતની જ વાત કરીએ તો ૧% લોકો પાસે દેશની ૫૮% જેટલી સંપત્તિ છે અને તે ૧% જ લોકો માત્ર બિઝનેસમેન છે.

Related image

અમુક લોકો અમારી આ વાતને ખોટી સાબિત કરશે પણ હા, નોકરી દ્વારા કરોડપતિ બની શકાય, પરંતુ જ્યારે કરોડપતિ બનીએ ત્યારે તો જિંદગીની અમુક માણવા લાયક પળો જતી રહી હોય છે. નોકરીથી માત્ર જરૂરિયાતો પૂરી થાય છે, ખુલ્લી આંખે જોયેલાં સપનાઓ નહીં. નોકરી કાયમી આવક આપે છે જેથી અમુક લોકો તેનાથી જ સંતોષાયેલા રહે છે પણ જેમને ખરેખર કરોડપતિ થવું હોય તેમને OUT OF BOX વિચારવું પડે.

ધીરૂભાઇ અંબાણી, અઝીમ પ્રેમજી, લક્ષ્મી મિતલ જેવા લોકોએ નોકરી નહીં પરંતુ પોતાના દમ પર પૈસાની કમાણી કરી દુનિયામાં મોટું નામ કર્યું છે. આ બધું કહેવું સહેલું છે પણ કરવું અઘરૂ છે. પણ શરૂઆત એક સારા વિચાર સાથે કરી શકાય અને જો વિચાર સાથે આવડત અને જુસ્સાનો સંગમ થાય તો દરેક સપના પૂર્ણ થઇ શકે છે. બસ વિચારને હકીકતમાં બદલવાની ક્ષમતા હોવી જોઈએ.

Image result for dhirubhai ambani and ratan tata

ભારતમાં એવા ઘણા યુવાનો છે જે બિઝનેસ દ્વારા સફળ થયા છે તે OYO ROOMS ના રિતેશ અગ્રવાલ હોય કે પછી Rockstah Media ના ફરહાદ એસિડવાળા. કરોડપતિ થવા માટે નોકરી છોડવી જરૂરી નથી પરંતુ પોતાની આવડત મુજબ ગમતા કાર્યમાં ભોગ દેવો જોઈએ અથવા તો આગળ વધવાના વિચારને સાથે લઇ તેના માટે કાયમી સમય ફાળવી ખુદનો વિકાસ કરવો જોઈએ. વધુ પૈસા કમાવવા શક્ય તેટલા તમામ પ્રયત્ન કરવા જોઇએ સિવાય કે કોઇ ખોટા કામ.

Image result for oyo rooms ritesh agarwal

કોઈએ ખરૂ જ કહ્યું છે કે, “હુનર તેરે પાસ ભી હૈ, બસ પહેચાનને કી દેરી હૈ, એક બાર જો પહેચાન લિયા તો હર કામિયાબી તેરી હૈ.” જેમને ખરેખર કરોડપતિ થવું જ હોય તે આડું-અવળું નહીં વિચારે બસ પ્રયત્નો કરવામાં લાગી જશે. દિલથી કરેલા પ્રયત્નો ક્યારેય નિષ્ફળ જતાં નથી. ખરા પ્રયત્નનું યોગ્ય પરિણામ જરૂર મળે છે. નોકરી કરતા-કરતા પોતાના કૌશલ્ય અને આઈડિયાને પ્રાધાન્ય આપી અતૂટ મહેનત કરવાથી કરોડપતિ રૂપી સીડી ચડી શકાય અને દુનિયાની દરેક મોજ-મજા માણી શકાય તેમજ સફળતાને હાંસિલ કરી શકાય છે.

તો એ સાથે એકદમ સચોટ અને સંપૂર્ણ માહિતી આપતું ફેસબુકના આ પેઇઝને અત્યારે જ લાઈક કરી લો. અમે અવનવી પોસ્ટ મુકીને તમારા જ્ઞાનમાં વધારો કરીશું. લાઈક કરો – “જો બકા” પેઇઝને..

#Writer : Palak Sakhiya

ટિપ્પણી

જાહેર ખુશખબર – હવે પેટ્રોલ અને ડીઝલની પણ મળશે ફ્રી હોમ ડિલીવરી – તદ્દન મફત છે આ સેવા

આ છે ટીપ્સ જેને ફોલો કરીને સોનમ કપૂર એકદમ હેલ્ધી અને ફીટ રહે છે…સેક્સી લુકનો જાદૂ