in

‘જો કાજોલ અજય થી ન મળી હોત તો શું શાહરૂખ થી લગ્ન કર્યા હોત?’ કાજોલે આપ્યો ચોંકાવી નાખવા વાળો જવાબ

કોઈપણ બોલિવૂડ ફિલ્મ માં બે વ્યક્તિ સૌથી વધારે મહત્વપૂર્ણ હોય છે. પહેલો ફિલ્મ નો હીરો અને બીજી ફિલ્મ ની હિરોઈન. જ્યાં સુધી આ બંને ફિલ્મ માં દમદાર અભિનય નથી કરતાં ત્યાં સુધી ફિલ્મ ના હિટ થવા ના ચાન્સ પણ ઘણા ઓછા હોય છે. એમ તો સારા અભિનય ની સાથે બંને ની વચ્ચે ફિલ્મ માં સારી એવી કેમેસ્ટ્રી પણ હોવી જોઈએ. ત્યારે જ દર્શક દિલ થી જોડાઈ શકે છે. હવે બોલિવૂડ માં ઘણી જોડીઓ આવી અને ગઈ પરંતુ આ બધા માં આજે પણ 90 ના દશક ની એક જોડી લોકો ને ઘણી પસંદ આવે છે. આ જોડી છે – શાહરૂખ ખાન અને કાજોલ.

Advertisements

બાઝીગર, કુછ કુછ હોતા હૈ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કભી ખુશી કભી ગમ, માય નેમ ઈઝ ખાન, દિલવાલે વગેરે ફિલ્મો છે જેમાં શાહરૂખ અને કાજોલ ની ઓન સ્ક્રીન જોડી ને લોકો એ ઘણું પસંદ કર્યું છે, જ્યારે જ્યારે આ બંને સાથે ફિલ્મ માં દેખાય છે ત્યારે ત્યારે એ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ સાબિત થઈ, 90 ના દશક માં તો એવું હતું કે લોકો રિયલ લાઇફ માં શાહરૂખ અને કાજોલ ને કપલ માનતા હતા. આવા માં ઘણા લોકો ના મન માં આ સવાલ પણ આવે છે કાશ આ બંને એ લગ્ન કરી લીધા હોત. અથવા તો પછી આ બંને એ લગ્ન કેમ ન કર્યા?

એક મોટું કારણ તો એ છે કે શાહરુખ ફિલ્મ માં આવવા ની પહેલા થી ગૌરી ખાન થી લગ્ન કરી ચૂક્યા હતા. જો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં લગ્ન નું તૂટવું અને નવા લગ્ન કરવા કોઈ મોટી વાત નથી. એટલા માટે કેટલાક ફેંસ ના મન માં એ પણ સવાલ આવતો કે જો અજય દેવગન કાજોલ ની લાઈફ માં ન આવ્યા હોત તો શાહરુખ ખાન થી લગ્ન કર્યા હોત? હવે આ સવાલ નો જવાબ પોતે કાજોલે આપ્યો. અને જવાબ પણ એવો આપ્યો કે બધા જોતા રહી ગયા.

Advertisements

બતાવી દઇએ કે હમણાં જ કાજોલ ઇન્સ્ટાગ્રામ પર ‘Ask Me Anything’ (મને કંઈપણ પૂછો) નું એક સેશન રાખ્યું હતું. એમણે પોતાના ફેન્સ ને વાયદો કર્યો કે એ લોકો જે પણ સવાલ પૂછે એનો જવાબ જરૂર આપશે. આવા માં આ અવસર નો ફાયદો ઉઠાવતા એક યુઝર એ પૂછ્યું ‘જો તમે અજય થી ન મળ્યા હોત તો શાહરુખ થી લગ્ન કર્યા હોત? યાદ રાખો તમે કીધું હતું કે તમે બધા સવાલ ના જવાબ આપશો.’ બસ પછી શું હતું કાજોલે પણ પોતાનું પ્રોમિસ પૂરું કર્યું અને આ સવાલ નો ઘણો રસપ્રદ જવાબ આપ્યો.

શાહરૂખ થી લગ્ન ને લઈ ને આ હતો કાજલ નો જવાબ

કાજોલે પોતાના જવાબ માં લખ્યું કે, પ્રપોઝ કરવું પુરૂષો નું કામ છે ને?’ એટલે કે કાજોલે ઘણી ચતુરાઈ થી સવાલ ની પોટલી શાહરૂખ ઉપર નાખી દીધી. આ ઈશારો એ બાજુ હતો કે જો અજય મારા જીવન માં ન પણ આવ્યા હોત તો લગ્ન માટે પ્રપોઝ કરવા ની પહેલ શાહરૂખ ખાન ની બને છે. જોકે આ જવાબ થી અત્યારે પણ એ ક્લિયર નથી થયો કે જો શાહરુખ એમને પ્રપોઝ કરી દેત તો કાજોલ નો જવાબ હા હોત કે ના?

Advertisements

કાજોલ પણ આ વાત જાણે છે કે શાહરુખ પહેલા થી પરણિત હતા અને પોતાની પત્ની ગૌરી પ્રત્યે ઘણા પ્રામાણિક પણ હતા. આવા માં એમનું કાજોલ ને પ્રપોઝ કરવું મુશ્કેલ હતું. પરંતુ જો શાહરૂખ અપરણિત હોત તો કદાચ એમના ફેંસ કાજોલ અને શાહરુખ ને હસબન્ડ વાઈફ ના રૂપ માં જોઈ શક્યા હોત.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

કરિશ્મા કપૂર ની સાથે અફેર થી લઈ ને કાજોલ થી લગ્ન તૂટવા સુધી, જાણો અજય દેવગન ના 5 રહસ્ય

ઇન્ટરવ્યૂ ની વચ્ચે બેકાબૂ થયા રણવીર સિંહ, બધા ની સામે દીપિકા ની સાથે કર્યું આવું કામ કે એન્કર ને રડવું પડ્યું