in

કાદર ખાન નું કરિયર વેડફાવા ના કારણો માં હતા અમિતાભ બચ્ચન સામેલ, જાણો એવું શું થયું હતું

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કેટલાક એવા કલાકાર પણ હતા જેમણે ફિલ્મો માં લીડ એક્ટર નો પાત્ર ભલે ન કર્યો હોય પરંતુ વિલન, કોમિક, સપોર્ટર નો રોલ કરી ને બધા ના દિલ માં વસી ગયા. કાદર ખાન પણ આ પ્રકાર ના એક્ટર હતા. એમણે પોતાના ફિલ્મી કરિયર માં ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું. લોકો કાદર ખાન ની કોમેડી અને સીરીયસ રોલ જોવા નું ઘણું પસંદ કરતા હતા. ઘણા ઓછા લોકો જાણે છે કે કાદર ખાન એક સારા કલાકાર હોવા ની સાથે સાથે ઉમદા ડાયલોગ રાઇટર પણ હતા. એમણે પોતાના કરિયર ની શરૂઆત સંવાદ લેખક તરીકે કરી હતી. 22 ઓક્ટોબર એ કાદર ખાન નો જન્મદિવસ આવે છે. આવા માં આજે અમે તમને એમના જીવન ના અમિતાભ બચ્ચન થી જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવવા જઈ રહ્યા છીએ.

Advertisements

એવું કહેવા માં આવે છે કે અમિતાભ નો કરિયર ઉંચાઈઓ સુધી પહોંચાડવા માં કાદર ખાન નો હાથ રહ્યો જ્યારે કાદર ખાન નું કરિયર ડુબાડવા માં અમિતાભ બચ્ચન નો હાથ રહ્યો. વાત આવી છે કે કેટલાક વર્ષો પહેલાં કાદર ખાન પોતાના જુના પત્રકાર મિત્રો ની સાથે બેસી ને એમ જ વાતચીત કરી રહ્યા હતા. ત્યારે અમિતાભ બચ્ચન નું ઉલ્લેખ થયો. અમિતાભ નું નામ સાંભળતા કાદરખાન ચૂપ થઈ ગયા. પછી એમના મોઢા થી જે નીકળે એ સાંભળી ને દરેક હેરાન રહી ગયા. કાદર ખાન એ બતાવ્યું કે “જો અમિત ને સર કહી ને બોલાવવા નું સ્ટાર્ટ કરી દીધું હોત તો મારું કરિયર સમાપ્ત ન થયો હોત.” આવો વિસ્તાર થી જાણીએ આ નિવેદન આખરે શું મહત્વ રાખે છે.

વાસ્તવ માં દક્ષિણ ભારત ના પ્રોડ્યુસર કાદર ખાન ને એક સંવાદ લેખક તરીકે લેવા ના હતા. ફિલ્મ ના પ્રોડ્યુસરે એમને કીધું કે તમે એકવાર ‘સર જી’ થી વાત કરી લો. એના ઉપર કાદર ખાન બોલ્યા ‘કોણ સર જી?’ ત્યારે નિર્માતા એ કીધું ‘અરે તમે સર જી ને નથી જાણતા. અમિતાભ બચ્ચન.’ એના ઉપર કાદર ખાન એ જવાબ આપ્યો ‘એ સર જી ક્યાર થી થઈ ગયા?’

Advertisements

વાસ્તવ માં ત્યાર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના લોકો એ અમિતાભ ને સર જી બોલાવવા નું સ્ટાર્ટ કરી દીધું હતું પરંતુ કાદર નું કહેવું હતું કે હું અમિત ને સર જી નહીં કહું. હું મારા ઘરવાળા અથવા મિત્રો ને ક્યારેય જી નથી બોલતો. બસ આ કારણ થી કાદર ખાન ના હાથ થી અમિતાભ બચ્ચન ને લઈ ને બની રહેલી ઘણી ફિલ્મ નીકળી ગઈ. આ ફિલ્મો માં કાદર ખાન સંવાદ લેખક હતા અથવા તો એ એક્ટર રહેવા ના હતા. પરંતુ એમને કોઇ માં પણ કામ ના મળ્યું કારણકે અમિતાભ ને સર જી બોલવા નહોતા માંગતા. આ ફિલ્મો માં ખુદા ગવાહ અને ગંગા જમના સરસ્વતી જેવી ઘણી ફિલ્મો શામેલ હતી.

બતાવી દઈએ કે કાદર ખાને આ વાક્ય ની પહેલા અમિતાભ બચ્ચન માટે ઘણી ફિલ્મો માં દમદાર ડાયલોગ લખ્યા. એમના કારણે જ અમિતાભ આજે આકાશ ની ઊંચાઇ ઉપર છે. પરંતુ પછી થી વિડંબના એવી આવી હતી અમિતાભ ના નામ ની આગળ જી ના લગાવવા ના કારણે કાદર ખાન નું કરિયર વેડફાઈ ગયો. એમ તો એક વાત નક્કી છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કાદર ખાન જેવા અભિનેતા અને સંવાદ લેખક આજ સુધી નથી થયો. એમનું ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં યોગદાન અમૂલ્ય છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

કેમ પોતાની અટક છુપાવતા ફરે છે બોલિવૂડ ના આ 8 સ્ટાર્સ, કારણ જાણી ને લાગશે ઝટકો

ફોલો કરો જાપાન ની ‘બનાના ડાયેટ’, ઝડપ થી અંત થઇ જશે શરીર માં જમા થયેલી ચરબી