in

શરીરમાં જો હોય લોહીની અશુદ્ધિઓ તો થઇ શકે છે ચામડીના આ રોગો , જાણો તેના ઉપાય વિષે

લોહીમાં રહેલી અશુદ્ધિઓ હોય છે હાનિકારક

લોહી આપણા શરીરના અંગો સુધી ઓક્સિજન પહોંચાડે છે સાથે જ તે આપણા શરીરના તાપમાનને પણ નિયંત્રિત કરવાનું કાર્ય પણ કરે છે. પણ કેટલીક વાર બિનઆરોગ્યપ્રદ અને અયોગ્ય આહાર લેવામાં આવે તો આપણા શરીરમાં કેટલાક એવા તત્વ અંદર પહોંચે છે જેનાથી આપણા શરીરને ઘણું જ નુકસાન પહોંચે છે. આપણા શરીરને ફિટ રાખવા અને જો શરીરને બીમારીઓથી બચાવવું હોય તો આપણા શરીરમાં જે અંદર ટોક્સિન્સ (ઝેરી તત્વો) હોય એ જરૂરી છે કે તે બહાર નીકળી જાય. આપણા શરીરમાં હવા, પાણી અને ખોરાકમાં જે પ્રદૂષણ રહેલું હોય અને બીજા જે હાનિકારક તત્વો હોય તેના લીધે શરીરમાં ટોક્સિન્સ જમા થવા લાગે છે , અને તે ઝેર સમાન હોય છે.

લીવર ઝેરી તત્વોને કાઢે છે બહાર

લિવર આપણા શરીર માટેનું ઘણું જ મહત્વનું અંગ છે. લિવર શું કામ કરે છે તો તે શરીરમાં જે ગંદકી અને ઝેરી હોય તેવા તત્વોને દૂર કરવાનું કામ કરે છે. જ્યારે આપણા શરીરમાં મોટા પ્રમાણમાં ઝેરી તત્વો ભેગા થઇ જાય ત્યારે લિવર પર ભાર વધી જાય છે. ત્યારે લિવરની જગ્યાએ સ્કિનમાંથી ટોક્સિન્સ બહાર નીકળવા માંડે છે. અને તેના લીધે શરીરમાં ચામડીના રોગો થવા લાગે છે.

ફોલ્લા-ખીલ

લોહીમાં અશુદ્ધિઓ હોય તેના લીધે ફોલ્લા, ખીલ વગેરે જેવી કેટલીક ત્વચાને લગતી બીમારીઓ થવા લાગે છે. આપણા શરીરમાં જે ઝેરી દ્રવ્યો હોય તેને આવી રીતે બહાર નીકાળે છે.

ચામડી સંબંધિત રોગ

– ચહેરાની સાથે સાથે શરીર ઉપર ખીલ થવા

– ત્વચા પર લાલ ચકામા થઇ જવા

– નસમાં વાદળી કલર દેખાય અથવા તો ઘણી જગ્યાએ વાદળી ધબ્બા પડી જવા

– ચામડી પર ગોળ કે સફેદ ચકામા થઇ જવા અને તેમાં ખૂબ જ ખંજવાળ આવતી હોય

– સ્કીન અને નખ ઉખડી જવા

પાણી પીવો ઘણું

જો તમે ઈચ્છો છો કે તમારા શરીરમાંથી ગંદકી દૂર થઇ જાય તો તેના માટેનો સૌથી સરળ ઉપાય છે કે પાણી ખુબ જ પીવું જોઈએ. જો દરરોજ 3 થી 4 લિટર પાણી પીવામાં આવે તો લોહીમાં અશુદ્ધિઓ જમા થાય નહીં. પાણી આપણા શરીરમાં જે ઝેરી તત્વો અને હાનિકારક બેક્ટેરિયા હોય તેને યૂરીન અને મળ દ્વારા આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

વરિયાળી ખાવી

લોહીની અશુદ્ધિઓ દૂર કરવા માટેનો જો કોઈ સારો વિકલ્પ હોય તો વરિયાળી ખાવાનો છે. નિયમિત વરિયાળી ખાવામાં આવે તો લોહી ડિટોક્સિફાઈ થાય છે અને પછી શરીરમાં જે કોઈ પણ ગંદકી હોય એ બહાર નીકળે છે.

ગ્રીન ટી પીવો

જો ગ્રીન ટી પીવામાં આવે તો પણ લોહી શુદ્ધ થાય છે અને આપણા શરીરનો મેટોબોલિઝમ રેટ પણ સુધરે છે.

સલાડ

સલાડ એન્ટી-ઓક્સિડન્ટ્સ અને પાચક રસથી ભરપૂર હોય છે. માટે તે આપણા શરીરના લોહીને શુદ્ધ કરવામાં મદદ આપે છે અને તેની સાથે જ તે આપણા શરીરની પાચનક્રિયાને પણ સુધારવાનું કાર્ય કરે છે. તે ઉપરાંત તે આપણા શરીરને જરૂરી હોય એવા વિટામિન, મિનરલ્સ પણ પૂરા પાડે છે.

ફાયબરથી ભરપૂર ખોરાક

આપણા શરીરમાં લોહીને શુદ્ધ કરવા માટે ફાયબર અને વિટામિન Cથી ભરપૂર હોય એવો ખોરાક ખાવો જોઈએ. ફાયબર મેળવવા માટે લીલા શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. વિટામિન સી મેળવવા માટે લીંબુ, સંતરા, આમળા અને પપૈયું પણ ખાઈ શકીયે છે. અને બીટ ખાવામાં આવે તો લોહીમાં પણ હિમોગ્લોબિનના પ્રમાણમાં વધારો થાય છે.

કસરત કરવી નિયમિત

જો નિયમિત કસરત કરવામાં આવે તો શરીરમાંથી સારો એવો પરસેવો નીકળતો હોય છે અને તેનાથી આપણા શરીરમાં રહેલી બધી ગંદકી પણ બહાર નીકળે છે.

ટિપ્પણી

જો તમને વારંવાર મોબાઈલ ચેન્જ કરવાની ટેવ હોય તો બદલી દેજો તે ટેવ…

હવે ફરજીયાત તમારી ગાડીની હેડલાઇટ રાખવી પડશે 24 કલાક ઓન : નવા નિયમ મુજબ