આ 1 ઉપાયથી મહેનત વિના જ મેળવો સુંદર સ્કિન

Please log in or register to like posts.
News

તમે જીરુંનો અનેક રીતે ઉપયોગ કરી બ્યુટી ફાયદા મેળવી શકો છો, પરંતુ તેના પાણીના પણ અઢળક ફાયદા હોય છે.

જીરાનું પાણી તમારી સુંદરતા વધારવાનો અચૂક નુસખો છે.

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ તમારા કિચનમાં ઘણી એવી વસ્તુઓ છે, જે તમારી સ્કિન અને વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેમાંથી જ એક છે જીરું. આમ તો તમે જીરુંનો અનેક રીતે ઉપયોગ કરી બ્યુટી ફાયદા મેળવી શકો છો, પરંતુ તેના પાણીના પણ અઢળક ફાયદા હોય છે. તમે જીરાનું પાણી પીને અથવા તેની સાથે અન્ય વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવીને પણ તમારી સુંદરતા વધારી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે જીરાના પાણીથી તમારી સુંદરતા વધારી શકાય છે અને એ પણ કોઈ ખાસ મહેનત અને ખર્ચ કર્યા વિના.

મળશે લાંબા અને શાઇની વાળ

તેમાં રહેલા એન્ટિ-ઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ તમારા વાળને મજબૂતી આપવાની સાથે તેને ખરતા અટકાવશે અને લાંબા બનાવશે. સાથે જ આ તેને સિલ્કી અને શાઇની પણ બનાવે છે. તેના માટે 2 મોટા ચમચા જીરુંને એક કપ પાણીમાં ઉકાળો. શેમ્પૂ કર્યા પછી વાળને જીરાના પાણીથી ધોવો. સપ્તાહમાં 2 વખત આવું કરો.

પિંપલ્સથી છુટકારો અપાવશે

જીરામાં એન્ટિ-બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે, જે પિંપલ્સના બેક્ટેરિયાને ખતમ કરી તેનાથી છુટકારો અપાવે છે. જો તમને પિંપલ્સની સમસ્યા હોય તો એક મોટા ચમચા જીરુંને અડધી વાટકી પાણીમાં ઉકાળી લો. ઠંડું થવા પર તેને કોટનની મદદથી પિંપલ્સ પર લગાવો. તેની 5 મિનિટ પછી આ પાણીથી ચહેરો ધોવો. થોડા દિવસ સુધી આવું દર બીજા દિવસે કરો.

સ્કિનમાં થતી બળતરા ઓછી કરશે

તેમાં રહેલી એન્ટિ-ઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ સ્કિનમાં થતી બળતરામાં આરામ અપાવે છે. જો તમને આવી પરેશાની હોય તો માત્ર 1 નાની ચમચી જીરું લો. તેને અડધા કપ પાણીમાં ઉકાળી લો. ઠંડું થવા પર તેને કોટનની મદદથી જ્યાં બળતરા થતી હોય ત્યાં લગાવો. દિવસમાં 2 વખત આવું કરો.

ડેન્ડ્રફની પરેશાની કરશે દૂર

હા, હવે ડેન્ડ્રફથી બચવા માટે મોંઘા એન્ટિ-ડેન્ડ્રફ શેમ્પૂની જગ્યાએ તેનો ઉપયોગ કરો. તેમાં રહેલી એન્ટિ-બેક્ટેરિયલ પ્રોપર્ટીઝની સાથે એન્ટિ-ઓક્સીડેન્ટ્સ ડેન્ડ્રફને ખતમ કરવામાં મદદ કરે છે. 2 મોટા ચમચા જીરુંને એક કપ પાણીમાં ઉકાળી લો. ઠંડું થવા પર તેનાથી વાળને સરખી રીતે ધોવો. સપ્તાહમાં 3 વખત આવું કરો.

સ્કિન ડેમેજ અને રિંકલ્સથી બચાવે છે

જીરુંમાં એન્ટિ-ઓક્સીડેન્ટ્સ અને વિટામિન E અને C હોય છે જે ફ્રી રેડિકલ્સથી સ્કિનને થતા ડેમેજથી બચાવે છે. સાથે જ આ સમય પહેલા આવતી ફાઇન લાઇન્સ અને રિંકલ્સને પણ દૂર રાખે છે. તેનાથી સ્કિન લાંબા સમય સુધી યંગ દેખાય છે. તેના માટે 1 મોટો ચમચો જીરું લો અને તેને અડધા કપ પાણીમાં ઉકાળી લો. ઠંડું થવા પર તેનાથી ચહેરો ધોઈ લો. સપ્તાહમાં દર બીજા દિવસે આવું કરો. તમે ઈચ્છો તો તેને પીને પણ તેનો ફાયદો ઉઠાવી શકો છો.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.