in ,

જો આ રીતે રાખશો તમારા જીન્સનું ધ્યાન તો ક્યારેય પણ નહીં પડે ઝાંખુ

જો આ રીતે રાખશો તમારા જીન્સનું ધ્યાન તો ક્યારેય પણ નહીં પડે ઝાંખુ

જો એક્સપર્ટનું માનવામાં આવે તો જીન્સને છ મહિનામાં એક વખત ધોવું જોઇએ. આ સાંભળીને ઘણા લોકો હેરાન થઇ જશે,પરંતુ સત્ય એ જ છે. જીન્સને ધોવાથી તેની ક્વોલિટી ખરાબ થઇ જાય છે. એટલે આજે અમે તમને જણાવીશું જીન્સને કેવી રીતે કરવું જોઇએ સાફ…

૧.વાંરવાર ન ધૂઓ જીન્સને વારંવાર ધોવાથી તે પોતાનો રંગ અને મજબૂતી ગુમાવી દે છે.તેથી તેને બે-ત્રણ વખત પહેરીને ધૂઓ. તેને ત્યારે જ ધોવો જ્યારે તે ખૂબ જ ગંદુ થઇ ગયું હોય અથવા તેના ઉપર કિચડ લાગી ગયો હોય. નવા ડેનિમ્સને તો ૬ મહિના બાદ જ ધોવા જોઇએ જેથી તને ડાઇ યોગ્ય જગ્યા પર ફેડ થઇ શકે અને તે વધારે આકર્ષક લાગે.

૨. તેને ક્યારેય ડ્રાય ક્લિન ના કરાવો ભૂલથી પણ તમારા જીન્સને ડ્રાય ક્લિનરની પાસે ના લઇ જાવ. ડ્રાય ક્લિનિંગમાં કેમિકલ્સનો ઉપયોગ થાય છે જે તમારા જીન્સને બેસિક ફેબ્રિક્સને ખરાબ કરી દે છે અને સાથે સાથે તેની મજબૂતીને પણ ઘટાડી દે છે.

૩. બહાર હવામાં સૂકવો જીન્સને સૂકવવામાં ઘણો સમય લાગે છે પરંતુ તેને વોશિંગ મશીનના બદલે ખુલ્લી હવામાં સૂકવવું વધારે યોગ્ય છે, કારણ કે આવું કરવાથી તે વધારે સમય ચાલે છે.

૪. ઠંડા પાણીમાં ધોવો જો તમારે તેને ધોવાની જરૂર પડે તો તેને હંમેશા ઠંડા પાણીમાં ધોવો. ગરમ પાણી જીન્સને સંકોચી દેશે.

૫. માત્ર હાથથી ધોવો હાથથી ધોવાના કારણે તમારા જીન્સ ઉપર કોઇપણ પ્રકારના હાર્સ મૂવમેન્ટ્સ ના થાય. ઉપરાંત ક્યારેય સ્ક્રબ અથવા બ્રશનો ઉપયોગ ન કરો.

૬. માઇલ્ડ ડીટર્ઝેન્ટનો ઉપયોગ એક માઇલ્ડ ડીટર્ઝેન્ટ તમારા જીન્સના રંગને જાળવી રાખીને સાફ કરે છે. તમારા જીન્સને હંમેશા ઉંધુ રાખીને ધૂઓ. ધોતા પહેલા તેમાં બે ચમચી મીઠાંવાળા પાણીમાં પલાળવાનું ના ભૂલો, તે તમારા જીન્સના રંગને જાળવી રાખશે.

ટિપ્પણી

પાટીદારો અને શ્રદ્ધાળુ ભક્તો જેમના દર્શને આવીને ધન્યતા અનુભવે છે તે ‘ઊંઝાનાં ઉમિયા માતા’

રીવ્યુ: લવ ની ભવાઈ