in

જ્યારે બુમરાહ ની પાસે બૂટ ખરીદવા ના પણ ન હતા પૈસા, પેહલા ના દિવસો ને યાદ કરી ને ભાવુક થઈ ગઈ માતા

ટીમ ઈન્ડિયા ના ઓળખીતા બોલર જસપ્રીત બુમરાહ, જેમને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ પણ કહેવા માં આવે છે અને એમની માતા એ એક વીડિયો ના દ્વારા પોતાના વીતેલા દિવસો ને યાદ કર્યું. જસપ્રીત બુમરાહ અને એમની માતા પોતાના ભૂતકાળ ને યાદ કરતાં ઘણા વધારે ભાવુક થઈ ગયા. જસપ્રીત બુમરાહ ની માતા એ પોતાના વિતેલા દિવસો ને યાદ કરતા એટલા વધારે ભાવુક થઈ ગઈ કે એમની આંખો થી આંસુ નીકળવા લાગ્યા. જસપ્રીત બુમરાહ અને એમની માતા નો વિડીયો આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઇન્ડિયન એ પોતાના ઓફિશીયલ ટ્વીટર હેન્ડલ શેર કર્યો છે.

Advertisements

બુમરાહ ની માતા દલજીત બતાવે છે કે હું એ દિવસ માં ઊંઘતી હતી અને બુમરાહ મને ઘણો હેરાન કરતો હતો, બુમરાહ બોલ ફેંકી ફેંકી ને ઊંઘ થી જગાડી દેતો હતો. જ્યારે બુમરાહ 5 વર્ષ નો હતો ત્યારે એના પિતા ની મૃત્યુ થઈ ગઈ. એના પછી એમને ઘણા વધારે આર્થિક મુશ્કેલી નો સામનો કરવો પડ્યો. બુમરાહ બતાવે છે કે મારી પાસે માત્ર એક જ બુટ હતા અને માત્ર એક ટી શર્ટ હતી. જેને હું રોજ ધોઈ ને પહેરતો હતો. બુમરાહ બતાવે છે કે આજ સુધી ઘણી વાત સાંભળી હતી તમને રમત-રમત માં જ પસંદ કરી લેવા માં આવ્યું હોય, પરંતુ મારી સાથે હકીકત માં આવું થયું છે.

મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી ની માલિક નીતા અંબાણી એ લંડન મા થવાવાળી સ્પોર્ટ્સ સમિટ મા વર્લ્ડ નંબર વન ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ની વાર્તા શેર કરી. બુમરાહ ની સાથે સાથે નીતા એ આ પણ બતાવ્યુ કે પાછલા 10 વર્ષો માં મુંબઇ ઇન્ડિયન્સ એ ઘણા યંગ ખેલાડી ને ટીમ થી બહાર કર્યો છે અને બુમરાહ 2013 થી ટીમ માટે રમી રહ્યા છે. બુમરાહ ની માતા બતાવે છે કે જ્યારે એમણે પહેલીવાર આઇપીએલ મેચ માં બુમરાહ ને ટીવી પર રમતા જોયું તો એમની આંખો થી આંસુ નીકળી ગયા. દલજીત ના પ્રમાણે જસપ્રીત એ મને બાળપણ થી જ આર્થિક અને શારીરિક રીતે સંઘર્ષ કરતા જોયું છે. આના પછી બુમરાહ એ બતાવ્યું કે આવો મુશ્કેલ સમય કોઈપણ માણસ ને વધારે મજબૂત બનાવી દે છે.

Advertisements

બુમરાહ ની માતા એમના જીવન નો એક કિસ્સો બતાવતા કીધું કે એકવાર નાઇક સ્ટોર પર બુટ ખરીદવા ગયા એમની પાસે બુટ ખરીદવા ના પણ પૈસા ન હતા. આ બતાવતા બુમરાહ ની માતા ની આંખ માં આંસુ આવી ગયા અને એમણે બતાવ્યું કે જસપ્રીત ઘણી આશા ભરેલી નજર થી બુટ જોઈ રહ્યા હતા. એમણે કીધું કે એક દિવસ એ આ બૂટ જરૂર ખરીદશે અને આજે એમની પાસે ઘણા બધા બુટ છે.

ટિપ્પણી
Advertisements

મુંબઈ ક્રિકેટની પ્રતિષ્ઠા પાછી લાવવા મેદાનમાં ઉતર્યા ક્રિકેટના ભગવાન

મોદી તથા શી જિનપિંગના ભવ્ય સ્વાગત માટે 18 જાતના શાકભાજી અને ફળોથી પંચ રથનો ગેટ સજાવ્યો