99% લોકો નથી જાણતા આ રેખાઓ ની સચ્ચાઈ, પોતાના હાથ ની આ રેખાઓ થી જાણો પોતાના જીવન ના બધા રહસ્ય

Please log in or register to like posts.
News

મિત્રો વ્યક્તિ ની હથેળી માં ઘણી રેખાઓ હોય છે અને આ રેખાઓ થી વ્યક્તિ ના ભાગ્ય વિશે જાણી શકાય છે. તમને જણાવી દઇએ કે આપણી હથેળી જ્યાં થી ચાલુ થાય છે ત્યાં કેટલીક આડી રેખાઓ હોય છે. આ રેખાઓ ને મણિબંધ કેહવાય છે. અને આ હથેળી પર આવેલી રેખાઓ વ્યક્તિ ની ઉમર અને નસીબ થી જોડાયેલી ઘણી વાતો બતાવી શકે છે. જ્યોતિષ હસ્તરેખા મુજબ મણિબંધ રેખાઓ ને જોઈ ને વ્યક્તિ ની અંદાજિત ઉમર પણ જાણી શકાય છે. હસ્તરેખા ના સંબંધ માં આ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે પુરુષો ના જમણા અને સ્ત્રીઓ ના ડાબા હાથ નું અધ્યયન વિશેષ રીતે કરવું જોઈએ. બધા વ્યક્તિઓ માં હાથ ની મણિબંધ રેખાઓ અલગ અલગ જોવા મળે છે. કોઈ વ્યક્તિ ના હાથ માં મણિબંધ રેખા એક હોય છે તો કોઈ ના હાથ માં બે તો કોઈ ના હાથ માં ત્રણ પણ જોવા મળે છે.

આવો જાણીએ મણિબંધ રેખાઓ ને જોઈ ને નસીબ અને ઉમર વિષે કેવી રીતે જાણી શકાય છે :-

જો મણિબંધ માં એક રેખા હોય તો :-

જે વ્યક્તિ ની હથેળી ના મણિબંધ માં એક જ રેખા હોય છે તો એ વ્યક્તિ શ્રેષ્ઠ ગુણો વાળો હોય છે આ રેખા સુખ ની દ્રષ્ટિ એ શુભ ગણવા માં આવી છે. અહિયાં શુભ શબ્દ નો અર્થ છે કે મણિબંધ રેખા હથેળી ની ચારે બાજુ હોય અને તૂટેલી ના હોય તો એવી સ્થિતિ માં વ્યક્તિ ઓછી ઉમર માં જ ઘણા ઉલ્લેખનીય કામ કરી લે છે અને પૈસા સંબંધિત કોઈ પણ મુશ્કેલી નો સામનો નથી કરવો પડતો. જો મણિબંધ પર એક જ રેખા હોય તો ઉમર ના પ્રમાણે આ સારી નથી માનવા માં આવતી. જો મણિબંધ માં એક જ રેખા હોય અને હથેળી માં કોઈ શુભ સંકેત ના હોય તો વ્યક્તિ ની ઉમર ઓછી હોવાની સંભાવના હોય છે.

જો મણિબંધ માં બે રેખાઓ હોય તો :-

જે વ્યક્તિ ની હથેળી માં 2 રેખાઓ હોય છે અને આ તૂટેલી હોતી નથી અને હથેળી ની ચારે બાજુ હોય છે તો આ શુભ માણવા માં આવે છે. આના થી વ્યક્તિ ના જીવન માં બધી સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. જો વ્યક્તિ ની હથેળી માં 2 મણિબંધ રેખાઓ છે પરંતુ ઉપર બતાવેલા શુભ સંકેત જોવા નથી મળતા તો આ રેખાઓ બતાવે છે કે વ્યક્તિ ને જીવન માં ખૂબ મેહનત કરવી પડશે. જે વ્યક્તિ ની હથેળી માં બે રેખાઓ હોય આ ખૂબ જ શુભ હોય છે આવા વ્યક્તિ ની ઉમર લગભગ 45 થી 55 વર્ષ હોઇ શકે છે જ્યારે આ રેખાઓ પર અશુભ લક્ષણ હોય તો ઉમર ઓછી પણ હોઇ શકે છે.

જો મણિબંધ માં ત્રણ રેખો હોય તો :-

જે વ્યક્તિ ની હથેળી માં ત્રણ રેખાઓ હોય અને આ તૂટેલી ના હોય અને હથેળી ની ચારે તરફ હોય તો આ વ્યક્તિ ભાગ્યશાળી હોય છે અને આ વ્યક્તિ ને જીવન માં બધા સુખ મળે છે પરંતુ આ વાત નું ધ્યાન રાખો કે ત્રણ રેખાઓ છે પરંતુ આ તૂટેલી છે તો એને અશુભ લક્ષણ માનવા માં આવે છે. આવા વ્યક્તિ જીવન માં ખૂબ પરિશ્રમ કર્યા પછી પણ સફળતા મેળવી શકતા નથી. એમનું જીવન સંઘર્ષ થી ભરેલું હોય છે. જે વ્યક્તિ ની હથેળી માં ત્રણ મણિબંધ રેખાઓ હોય છે એમની ઉમર લગભગ 70 થી 85 વર્ષ હોવાની સંભાવના છે પરંતુ જો રેખા માં અશુભ લક્ષણ જોવા મળે તો ઉમર ઓછી પણ હોઇ શકે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.