in

છોકરી કેવી રીતે જાણી શકે કે છોકરો તેને લવ કરે છે કે નહીં? – એકદમ સહેલી અને સાચી વાત – દરેક છોકરી વાંચી લે…

આજના યુગમાં કદાચ એવા ઓછા છોકરા કે છોકરી હશે જે કોઈ સાથે રિલેશનશીપમાં ન હોય. લવની વ્યાખ્યા બહુ બદલાઈ ગઈ છે. જેટલી જલ્દીથી રીલેશન બને છે એથી ડબલ સ્પીડમાં તૂટી પણ જાય છે. જયારે એક જમાનો એ પણ હતો જેમાં ચહેરો પણ જોયા વિના લગ્ન થઇ જતા.અલબત અમે તમને એ કહેવા માંગીએ છીએ કે સાચા લવ કરવાવાળા ઓછા રહ્યા છે એવી રીતે સાચા લવને સમજવાવાળી વ્યક્તિઓ પણ ઓછી રહી છે. સોશિયલ મીડિયાથી પ્રેમ થઇ જાય છે એ પણ ડીપ લવ. બોલો લ્યો…કેવો જમાનો આવ્યો હે…!!!

એક સર્વે એવું કહે છે કે, છોકરા કરતા છોકરી પ્રેમને લઈને વધારે સીરીયસ હોય છે. એક છોકરી લવમાં ઘણા પોઈન્ટને જુએ છે. એમ, અમુક બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડના લવ જોઈએ તો એવું જ લાગે કે આ બંને એકબીજા માટે જ બન્યા હશે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય તેમ પ્રેમના મામલામાં પણ એવું જ છે. કોઈ પ્રેમને રમત સમજે છે તો કોઈ પ્રેમને સહારે આખી જિંદગી જીવવાનો વિચાર કરે છે. વ્યક્તિ-વ્યક્તિએ પ્રેમ વિશેની સોચ બદલાઈ જાય છે. પણ આજનો આર્ટીકલ ખાસ છોકરીઓ માટે કામ આવે એવો છે.આ તમામ માહિતી વાંચી લેશો એટલે તમને ખબર પડી જશે કે છોકરો તમને લવ કરે છે કે નહીં?

સમય ફોરવર્ડ ચાલી રહ્યો છે એટલે છોકરી લગ્ન કરે એ પહેલા થોડો સમય છોકરા સાથે ફ્રેન્ડ બનીને રહેવામાં કાઢે છે. જેને કારણે એકબીજાને સમજી શકાય અને સિલેક્ટ કરેલ પાત્ર ઓકે છે કે નહીં એ પણખબર પડી જાય. કોલેજ લાઈફની વાત કરીએ તો તેમાં પ્રેમ પ્રકરણ વધુ બનતા હોય છે સાથે ગમતો છોકરો લવ કરે છે કે નહીં એ નક્કી કરવું પણ મુશ્કેલ બને છે. કિન્તુ પરંતુ હવે તમારી સમસ્યા આસાન બની છે કેમ કે અમે નીચેના પેરેગ્રાફમાં અમુક એવી માહિતી જણાવી છે જે જાણીને તમને ખબર પડી જશે કે છોકરો તમને લવ કરે છે કે નહીં?

એ પહેલા એ પણ જાણી લઈએ જો તમને છોકરામાં આવા ગુણ દેખાતા હોય તો એ તમારા માટે સારું ન કહેવાય. જો કોઈ છોકરા સાથે તમારે આ મુજબનું થતું હોય તો સમજી જજો કે છોકરો તમને ઇગ્નોર કરે છે મતલબ કે એ તમને લવ નથી કરતો એ સાથે અહીં અમુક ટીપ્સ પણ જણાવી છે એ મુજબ છોકરીએ પણ કરવું જોઈએ…

પહેલો પ્રેમ હોય તો પ્રેમની ભાષા સમજવી થોડી અઘરી પડે છે એટલે છોકરાના મનમાં શું ચાલે છે એ જલ્દીથી ખબર પડતી નથી. તો એ સમયે તમારે છોકરાની વધુ નજીક રહેવાનું કોશિશ કરવી જોઈએ જેથી તેને ખબર પડે કે તમે તેને સાચો પ્રેમ કરો છો.
છોકરા સાથે નાની-નાની વાતે ઝઘડો થતો હોય તો એડજસ્ટ કરતા શીખી જવું. જો નકારાત્મક વિચારો બંને વચ્ચે આવશે તો એકબીજાથી દૂરી વધતી જશે.
જો છોકરાને તમારી કોઈ વાતમાં રસ ન હોય તો એ વાત કરવાનું ટાળો. કદાચ બંનેની પસંદગી અલગ અલગ હોય શકે. કદાચ સાવ વિરુદ્ધ વિચાર હોય તેવું પણ બની શકે. જો આવું બને તો ગમતા છોકરાને ભૂલી જવાને બદલે તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આખિર બે વ્યક્તિ ભલે સરખી હોય તો’ય ક્યારેય જમણા હાથ ભેગા કરીને ચાલી શકતી નથી. એટલે કે સાચી વાતમાં જો વ્યક્તિ અલગ હોય તો જ જીવવાની મજા આવે.

જો તમે દરેક વાતમાં પરફેક્શન જ જોતા હોવ તો આજના સમયમાં એ મળવું મુશ્કેલ છે. અમુક છોકરી રૂપ, એજ્યુકેશન કે જોબ જોઇને પણ લવ કરતી હોય છે તો એ મુજબની છોકરીઓને માત્ર એટલી જ સલાહ કે પ્રેમ એ કુદરતી તરંગ છે, જે બંનેના મનને વાઈબ્રેટ કરીને જોડી દે છે. પ્રેમને વસ્તુરૂપે ન જુઓ.
જો છોકરો તમારી પાછળ સમય આપી શકતો નથી તો એવું કહી શકાય કે તેને તમારામાં રસ ઓછો હોય અથવા તો નહિવત બરાબર પણ હોય શકે. કારણ કે એ પ્રેમ કરે કે ન કરે એ પછીની વાત છે બાકી જીવવા માટે બધાને ૨૪ કલાક જ મળે છે, સમયનું સેટિંગ તેને કરવું જ પડે.
છોકરો બીજી કોઈ છોકરીને જોઈએ વધુ આકર્ષિત થતો હોય તો સમજવું કે તમારામાં કોઈ વાત ઘટે છે જેને લીધે તે બીજાથી ઈમ્પ્રેસ થાય છે. આ પણ પ્રેમ ન કરતો હોય તેવું કારણ દર્શાવે છે.
બહુ ગોટાળાથી ભરેલ જીવન જીવતો હોય તો એવું સાબિત થાય કે તમારી કિંમત તેના મનમાં કોઈ નથી અથવા તમારા માટે એ યોગ્ય છોકરો નથી. જો એ સત્ય હશે તો તમારી સાથે બધી જ વાત શેર કરશે. સત્ય માણસને ક્યારેય ડર લાગતો જ નથી.

આવા મુદાઓ હજુ તો નોટ કરીએ એટલા ઓછા પડે પણ ઉપર જણાવેલા આ એવા મુદાઓ છે જેના પરથી વિચારી શકાય કે છોકરો તમને લવ નથી કરતો અથવા તો એ તમને ક્યારેય સેટ નહીં થઇ શકે…

જો મુખ્ય વાત તમારે જાણવી હોય કે છોકરો તમને લવ કરે છે કે નહીં અથવા તો કોઈ છોકરો તમને લવ કરે છે તો એ કઈ રીતે ખબર પડે તો કમેન્ટમાં નીચે પાર્ટ 2 એટલું લખો. અમે હવે પછીના આર્ટીકલમાં એ જણાવવાના છીએ કે તમને કઈ રીતે ખબર પડે કે કોઈ છોકરો તમને લવ કરે છે કે નહીં? આ આર્ટીકલના બીજા પાર્ટમાં એ વાત તમને જાણવા મળશે….

#Author : RJ Ravi

ટિપ્પણી

6 વર્ષ પછી શાહરૂખ ની સાથે કિસિંગ સીન પર કેટરીના કૈફ બોલી – ભાગ્યશાળી એ છે, હું નહીં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : નવો ટપ્પુ, જુના ટપ્પુ થી પણ છે વધારે ક્યુટ, આ રહ્યું પ્રમાણ