in

મેકઅપ વગર પણ એકદમ ફેશનમાં આ રીતે દેખાઈ જ્હાન્વી કપૂર, સોશ્યિલ મીડિયા પર છવાઈ ગયા ફોટા

જ્હાન્વી કપૂરની ફેશનની વાત કરીયે તો એ હંમેશા કંઈક ને કંઈક નવું કરે છે. એ જ કારણથી જ્હાન્વીને બોલીવુડની યંગ ફેશનિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બોલીવુડની આ અભિનેત્રી માત્ર વેસ્ટર્ન કપડામાં જ નહિ પણ સમયે સમયે સુંદર ટ્રેડિશનલ કપડામાં પણ જોવા મળે છે. એમ તો ઘણી અભિનેત્રી મેકઅપ વગર કેમેરાની સામે આવવા નથી ઇચ્છતી પણ જ્હાન્વીની સાથે એવું નથી. હાલમાં જ જ્હાન્વી કોઈ પણ મેકઅપ વિના એરપોર્ટ પર સ્પોટ થઇ.

Advertisements

જ્હાનવીએ મેકઅપ વગર જે વિશ્વાસ સાથે કેમેરાનો સામનો કર્યો એનાથી એક વાત તો ચોખ્ખી છે કે એ હંમેશા ગ્લેમરસ દેખાવાની સ્પર્ધામાં એ એકદમ કોન્ફિડેન્ટ રહી છે.

જ્હાન્વી કપૂર મુંબઈ એરપોટ પર મેકઅપ વગર સ્પોટ થઇ. એમ તો એ એરપોર્ટ પર ઘણીવાર એકદમ કમ્ફર્ટેબલ કપડામાં જ જોવા મળે છે પણ આ વખતે જ્હાન્વી ટ્રેડિશનલ સલવાર શૂટ અને દુપટ્ટામાં જોવા મળી.

Advertisements

ઓલિવ કલરના શૂટમાં જ્હાન્વી ખુબ જ સુંદર લાગી રહી હતી. આ શૂટ પર જાંબલી એન્ડ ઘાટ્ટી લીલા રંગની પ્રિન્ટ હતી અને વચ્ચે એકદમ આછું સ્કિવન્સ વર્ક પણ કરેલું હતું જે સિલ્કના આ શૂટની સુંદરતામાં વધારો કરે છે.

Advertisements

જ્હાનવીના શુટની ફોલ, સ્લીવ્સ અને સ્ટ્રેટ કટ સલવાર નીચેની બાજુએ વાઈટ લેસ લગાવી હતી જે આખા ડ્રેસને એકદમ મસ્ત દેખાવ આપી રહી છે. સાથે જ જ્હાન્વીના દુપટ્ટાની બોર્ડરને ગોલ્ડન વર્કની સાથે એમાં ડિજાઇન કરેલ છે જે એને ખાસ બનાવે છે.

જો એના મેકઅપની વાત કરીયે તો કદાચ જ્હાનવીએ લિપ બામ લગાવ્યું હોય. એ છોડીને એમણે ચહેરા પર કોઈ પણ પ્રકારનો મેકઅપ નથી કર્યો. એટલે સુધી કે એણે કાજલ પણ નથી લગાવ્યું. તો પણ એની ત્વચા એકદમ ગ્લોઈંગ દેખાતી હતી. મેકઅપ વગર પણ જ્હાન્વી ઘણી સુંદર લાગી રહી હતી.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

એક વાર ફરી પ્રિયંકા ચોપડાના ડ્રેસે કરી દીધા હેરાન, 4 લાખથી વધારે છે એની કિંમત

ક્યારેક સામાન્ય પાત્ર કરતા હતાં આ સ્ટાર્સ હવે થઈ ગયા છે પોપ્યુલર, ત્રીજા નંબર વાળા બન્યા સુપરસ્ટાર