ત્રણ મહીનામાં આ બિઝનેસ કરાવશે 2 લાખ રૂપિયા સુધીની કમાણી

Please log in or register to like posts.
News

બિઝનેસ કરવા માટે તમે કોઈ આઈડિયાની શોધમાં છો મેડિસિનલ પ્લાન્ટ ફાર્મિંગ સાથે જોડાયેલો બિઝનેસ પણ તમારા માટે એક સારો મોકો બની શકે છે. તેમાંથી એક છે ઈસબગુલની ખેતી અને તેની સાથે જોડાયેલો બિઝનેસ. તેમાં તમે શરૂઆતમાં 10થી 15 હજાર રૂપિયાનું રોકાણ કરીને ત્રણ મહિનામાં 2થી 2.5 લાખ રૂપિયા કમાઈ શકો છો. તેની ઈન્કમનું આ સ્તર માત્ર 1 હેકટર કૃષિ ભૂમિના આધાર પર છે. એટલે કે તમારી પાસે એક હેકટર જમીન હોવી જરૂરી છે. જો તમે વધુ ખેતી કરી શકો છો તો ઈન્કમનો આ આંકડો ઘણો વધી શકે છે. ચાલો તમને જણાવીએ ઈસબગુલની ખેતી અને બિઝનેસ વિશે…

80 ટકા બજાર પર છે ભારતનો કબ્જો

ઈસબગોલ એક મેડિસનલ પ્લાન્ટ છે. તેનો બીજા તમામ પ્રકારની આયુર્વેદિક અને એલોપેથિક દવાઓમાં ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વના કુલ ઉત્પાદનનો લગભગ 80 ટકા હિસ્સો ભારતમાં જ પેદા થાય છે. તેની ખેતી શરૂઆતમાં રાજસ્થાન અને ગુજરાતમાં કરવામાં આવતી હતી. જોકે હવે તે ઉતર ભારતના રાજયો હરિયાણા, ઉતર પ્રદેશ, પંજાબ અને ઉતરાખંડમાં પણ મોટા પ્રમાણમાં થાય છે.

માત્ર 100 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

ભારતમાં લગભગ 3 પ્રકારના ઈસબગુલ ઉગાડવામાં આવે છે. હરિયાણાના જીંદ નિવાસી કિશાન અલોક માલિક જણાવે છે કે હરિયાણામાં 2 પ્રકારનો પાક 100થી 115 દિવસમાં તૈયાર થઈ જાય છે. બાદમાં તેને કાપીને તેના બીજોને બજારમાં વેચવામાં આવે છે.

2.5 લાખ રૂપિયા સુધીનો થાય છે પાક

એક હેકટરમાં ખેતીના આધાર પર ગણના કરવામાં આવે તો એક હેકટરથી લગભગ 15 ક્વિન્ટલ બીજનું ઉત્પાદન થાય છે. ઉઝા મંડીના તાજેતરના પાકને લેવામાં આવે તો લગભગ 12500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ છે. આ રીતે જોવામાં આવે તો માત્ર બીજ જ 190000 રૂપિયાના થઈ જાય છે. ઠંડીમાં પ્રાઈસ વધવાને કારણે આ આવક હજુ વધી શકે છે.

પ્રોસેસિંગ બાદ બીજા પણ ફાયદા

ઈસબગુલના બીજને પ્રોસેસ કરવા પર બીજો પણ ઘણો ફાયદો મળી શકે છે. સામાન્ય રીતે પ્રોસેસ બાદ બીજમાં લગભગ 30 ટકા ભૂસુ નીકળે છે અને ભુસુ સૌથી મોંઘુ હોય છે. ભારતીય બજારમાં આ ભૂસાનો જથ્થા બંધ ભાવ 25 હજાર રૂપિયા પ્રતિ કવિન્ટલ છે. એટલે કે એક હેકટરમાં ઉત્પાદન કરવામાં આવતા ભૂસાનો ભાવ 1.25 લાખ રૂપિયા છે. આ સિવાય તેમાં ગોળી વગેરે બચે છે, જે ડોઢ લાખ રૂપિયાની વેચાય છે.

Source: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.