in

PAYTM એ ગ્રાહકોને આપ્યા ખરાબ સમાચાર, જાણો વધુ

સામાન્ય રીતે લોકો બચત કરવા માટે સેવિંગ એકાઉન્ટ મારફતે બેંકમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે. સેવિંગ એકાઉન્ટ દ્વારા રોકાણ કરવા પર બેંકો તરફથી વ્યાજ પણ આપવામાં આવે છે. જો કે થોડા મહિનાઓમાં અલગ-અલગ બેંકોએ બચત ખાતાઓ પર અપાતાં વ્યાજમાં થોડો કરી દીધો છે.

હમણાં જ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ સેવિંગ એકાઉન્ટની જમા રાશિ પર એક કાતર ચલાવી છે. હવે પેટીએમ પેમેન્ટ બેંકે પણ પોતાના ગ્રાહકોને એક મોટો ઝટકો આપ્યો છે. તેની અસર એ ગ્રાહકો ઉપર પડશે, જેનું પેટીએમ પેમેન્ટ બેંકમાં સેવિંગ એકાઉન્ટ છે. પેટીએમ પેમેન્ટ બેંકના સેવિંગ એકાઉન્ટ પર વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો કરી 3.5 ટકા કરી દીધો છે. પેટીએમ બેંક તરફથી કહેવામાં આવ્યું કે, આ ઘટાડો 1 નવેમ્બરથી લાગુ કરવામાં આવશે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/paytm_payments_bank_1484122306814.jpg?w=662&ssl=1

આની સાથે જ પેટીએમ પેમેન્ટ બેંકે પોતાના ગ્રાહકો માટે એફડીની પણ ઘોષણા કરી છે. તેમાં ગ્રાહકોને પોતાની જમા રાશિ પર પીપીબીની ભાગીદારી બેંક દ્વારા 7.5 ટકાનું મોટું વ્યાજ મળશે. બેંકના એમડી સતીશ ગુપ્તાએ જણાવ્યું કે, રિઝર્વ બેંકે હાલમાં રેપો રેટને ચોથા ભાગનો ઘટાડો કરીને 5.15 ટકા કરી દીધો છે. છેલ્લા 12 મહિનામાં કેન્દ્રીય બેંક રેપો દરમાં 1.35 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. તેને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે.

ટિપ્પણી

શ્વેતા તિવારી ની દીકરી પલકે કરાવ્યું હોટ ફોટોશૂટ, સોશ્યલ મીડિયામાં આગ લગાવી

મંદી ની બૂમો વચ્ચે ફટાકડાના શોખીન માટે આવ્યા ખુશીના સમાચાર, તમે પણ જાણો