in ,

ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મુકીને ૭૦ લાખથી વધારે કમાણી કરવી હોય તો આવું કરવું પડે – જાણીને કરોડપતિ થઇ જશો..

આપણે સૌ કોઈ સોશિયલ મીડિયા વિશે જાણીએ છીએ પણ તમે જાણો છો કે સોશિયલ મીડિયા વાપરવાની સાથે પૈસાની કમાણી પણ થાય? નહીં ને… આપણને ફ્રી માં મળતી સર્વિસની મદદથી પૈસાવાળા થઇ શકીએ છીએ પણ એ માટે સેલિબ્રિટી બનવું પડે હો!! ઘણીખરી એવી હસ્તીઓ છે જેને એક પોસ્ટ મુકવાના લાખો અને કરોડો રૂપિયા મળે છે.જાણવું છે એ કઈ રીતે શક્ય બને છે તો એ માટે આજનો આર્ટીકલ વાંચવાનું ભૂલતા નહીં. અમે તમને એકદમ સચોટ એવી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. બસ તમારે વાંચવાનું છે જેને કારણે તમે પણ માહિતગાર વ્યક્તિ બની જશો.

ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર અને બીજા ઘણાખરા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નામ છે જેમાંથી કમાણી થઇ શકે છે. ઈન્ટરનેટ અને ખાસ તો સોશિયલ મીડિયામાંથી કમાણી કરવાના લિસ્ટમાં ઘણી વ્યક્તિઓ ફેમસ બની છે અને આવી યાદી તૈયાર કરીએ તો બહુ મોટી એવી બુક ભરાય જાય. આથી વિશેષ વાત કરીએ તો સેલિબ્રિટીઓની વાત કંઇક અલગ જ છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવાથી સેલિબ્રિટીઓને કરોડો રૂપિયાની આવક થાય છે. બોલો લ્યો..!!! હા, આ સાચી વાત છે.

જયારે આપણે સોશિયલ મીડિયા ખોલીએ ત્યારે મિત્રો સિવાય ઘણી કંપનીઓ અને સેલિબ્રીટીઓની પોસ્ટ જોઈતા હઈશું. એ આપણને ફ્રી માં જોવા મળે છે પરંતુ સેલિબ્રિટીઓ એમાંથી પૈસા મેળવે છે. લાખો-કરોડો રૂપિયાનો એક પ્રકારનો બીઝનેસ જ હોય છે, જે માર્કેટિંગ પર ડીપેન્ડ હોય છે. ઈન્સ્ટાગ્રામથી થનારી આવકનો આંકડો બહુ ઉંચો છે. થોડી એ આંકડા પર દ્રષ્ટિ કરીએ તો તમારી આંખો ખુલ્લી રહી જશે. તો જોઈએ વધુ માહિતી આગળ. ખરેખર બહુ રસપ્રદ વાત છે. એમ આપણને આટલી કમાણી થતી હોય તો કેવું સારૂ એવું લાગે!!

(૧) વિરાટ કોહલી :

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આ બાબતે બહુ પ્રખ્યાત છે. એમ, એ પણ ઈન્સ્ટાગ્રામ પર ખાસ ફેમસ છે. ઈન્સ્ટાગ્રામ પર તેનું અકાઉન્ટ @virat.kohliછે. તેના ફોલોઅર્સ ૨.૪૧ કરોડથી વધુ છે. તેની કમાણી પર નજર નાખીએ તો પ્રતિ પોસ્ટમાંથી ૧૨૦,૦૦૦ ડોલર અર્થાત્ કે આશરે ૭૦ થી ૮૦ લાખ જેટલા રૂપિયાની જંગી કમાણી કરે છે.ઓહો.. ગજબ છે હો બાકી..

(૨) ફૂટબોલ પ્લેયર :

બ્રાઝીલનો ફૂટબોલ પ્લેયર પણ આ બાબતે આગળ છે. તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ @neymarjrછે. તેના ફોલોઅર્સની વાત કરીએ તો ૧૦.૨ કરોડ જેટલા છે અને આવકની વાત કરીએ તો ૬૦૦૦૦૦ ડોલર એટલે કે ૪.૪૪ કરોડ થી વધુ પ્રતિ પોસ્ટ કરવાની કમાણી કરે છે.

આપણે ઉપર વાત કરી એ મુજબ ઈન્સ્ટાગ્રામમાંથી કમાણી કરતા ઘણા સેલિબ્રિટીઓ છે જેની નામનાની સાથે ઈન્સ્ટાગ્રામ પણ પોતાની પબ્લીસીટી માટે આટલી મોટી જંગી રકમની ચુકવણી કરે છે. ટૂંકા સમયમાં ઈન્સ્ટાગ્રામ હજુ છે એ કરતા ઘણા કારણોમાં આગળ અને સુવિધાયુક્ત બની જશે. યુઝરને જરૂરી એવી તમામ ફેસેલીટી અત્યારે પણ છે જ છતાં આવનારા દિવસોમાં હજુ યુઝર ફ્રેન્ડલી બનતું જશે. જોઈએ હજુ બીજી એવી હસ્તી જેના નામ પણ બહુ મોટા છે.

(૩) માર્શલ આર્ટનો ખેલાડી :

માર્શલ આર્ટનો ખેલાડી અને બોક્ષર કહેવાતા વ્યક્તિની ઈન્સ્ટાગ્રામમાંથી બહુ મોટી કમાણી છે. તેનું અકાઉન્ટ @thenotoriousmma નામથી છે. જે પ્રતિ પોસ્ટના ૯૨ લાખ રૂપિયા કમાણી કરે છે. ડોલરમાં ગણતરી કરીએ તો તેની આવક ૧૨૫,૦૦૦ જેવી છે. એ સાથે અકાઉન્ટમાં ૨.૬૧ કરોડ ફોલોઅર્સ છે. જે તેની પહેચાનને ઓળખે છે અને તેના જબરા ફેન છે.

(૪) બ્રિટીશ પર્સન :

.બ્રિટીશરો પણ આ મામલે બહુ આગળ છે. એક બ્રિટીશ શેફ છે જેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ૪૮ લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. તેની આવકની વાત કરીએ તો ૫૫૦૦ ડોલર એટલે કે આશરે ૪ લાખ જેટલી કમાણી કરે છે.

આ ચાર મહાન હસ્તીઓને ઈન્સ્ટાગ્રામમાંથી પ્રતિ પોસ્ટ મુકીને સારી એવી ઇન્કમ પ્રાપ્ત કરે છે એટલે તો બધા તેઓને સેલિબ્રિટી કહે છે….તમે પણ લાખો રૂપિયા કમાણી કરી શકો છો અને જબરા ફેન ફોલોવીંગ બનાવી શકો છો. એ માટે પહેલા સેલિબ્રિટી બનવું પડે હો…

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Jo Baka” ને..

#Author : RJ Ravi

ટિપ્પણી

ટાઈટ સિક્યોરિટી વચ્ચે દીપવીરના લગ્નના ફોટા સામે આવી જ ગયા, આવી લાગતી હતી દીપિકા

દુનિયા નું સૌથી મોંઘુ શાક છે આ, કિંમત જાણી ને માથું પકડી લેશો તમે