સક્સેસ

Please log in or register to like posts.
News

મિહિર રાજપુત કમોન અ સ્ટેજ, એન્ડ સે ટુ વર્ડસ ફોર યોર શકસેશ યોર જર્ની એન્ડ લીટલબીટ યોર પાસ્ટ…
બીગ હેન્ડસ ટુ ગેધર મિસ્ટર… મિહિર રાજપુત…
અને ટાળી ઓના ગળગળાટ સાથે મિહિર રાજપુત સ્ટેજ પર જાય છે અને કહે છે….”થેન્કસ ઓલ”…
લવયુ માય મોમ..

કદાચ આજે મારા મમ્મી ના હોત તો હું આજે આ કંપની
ના સર્વોચ્ચ પદ પર ન હોત….આજે હુ આ કંપની નો  c.e.o ન હોત.
માય મોમ ઈઝ માય હિરો એન્ડ ઈન્સપીરેશન..

આજે હું મારા બચપન નો એક નાનકડો પ્રસંગ તમારી સાથે શેર કરવા માંગુ છું.
બહુ નાનો હતો આશરે પાંચ વરસ નો ત્યારે મારાં મનમાં એક સવાલ ઉઠતો કે આ માણસો કેવી રીતે આટલા મોટા, પૈસાદાર,  માન શન્માન વાળા થઈ જતા હશે..??
બસ આજ સવાલ મે મારી મમ્મી ને પુછ્યો. મમ્મી બોલ્યા “જોજે બેટા એક દિવસ તુ પણ બોવ મોટો માણસ બનશે..!!!

મે કુતુહલતા થી પુછ્યું કેવી રીતે મમ્મી. આપણે તો બોવ ગરીબ અને સામાન્ય માણસો છે..??
ધ્યાન થી સાંભળ બેટા હું તને એક વાર્તા કહુ છું.,,પછી તુ મને તેનો ઉત્તર આપજે..હંહંહંહં
એક ગામ હતું ત્યાં માણસો ને દેડકા ઓ સાથે રહેતા હતા.
માણસો હમેંશા દેડકા ઓને હર એક વાત માં નીચું બતાવતા હતા. હમેંશા દેડકા ઓની મજાક મશકરી કરતા હતા.
હમેંશા અહંમ માં એકજ વાત કહેતા,,” આ આટલો અમથો દેડકો શું કરી શકે..???

એક દિવસે ગામમાં દેડકા ઓની હરીફાઈ (સ્પર્ધા) રાખવામાં આવી જે દેડકો આ મોટા ટાવર પર ચડી જશે તે દેડકો જીતી જશે.
અને તેને ઈનામ આપવામાં આવશે..

આ શાંભળી બધાં દેડકા ઓ આ હરીફાઈ (સ્પર્ધા) માં જોડાયા.
સ્પર્ધા ચાલુ થયાં પહેલા બધાં માણસો હરીફાઈ જોવા લાઈન માં ઉભા રહ્યાં હતાં.
કેટલાક માણસો એમ કહેતાં હતાં કે આ આટલા અમથા દેડકા ઓ આટલો મોટો ટાવર કઈ રીતે ચડશે.??  આવા નાના દેડકા
ઓ થી આટલો મોટો ટાવર નહિ ચડાશે..!!

આવા નિષેધક નિવેદન કરતા હતા…..!!
અને દેડકા ઓને જોય જોર જોરથી હસતા હતાં..
આ શાંભળતા જ કેટલાક દેડકા ઓ મનથી હારી ગયાં અને સ્પર્ધા ચાલુ થવા પહેલાં જ હરીફાઈ માંથી નીકળી ગયાં.
હરીફાઈ ચાલુ થઈ અને ધીમે ધીમે દેડકા ઓ હરીફાઈ માંથી નીકળતા ગયાં.

પણ એક દેડકા એ આ બધી નકારાત્મક વાતો ધ્યાન પર લીધી નહીં અને દ્રઢતાથી અને ધીમે ધીમે આગળ વધતો રહયો.
અને એ દેડકા એ એનું ધ્યાન ખાલી ટાવર ની ટોચ ઉપર પહોંચવા પર રાખ્યું..!!
બધાં ના આશ્ચર્ય વચ્ચે એ દેડકો ટાવર ની ટૉચ પર પહોંચી ગયો અને જીતી ગયો.
અને બધાં ના વિચારો બદલી નાખ્યાં….

બસ બચપણ થી આજ વાર્તા મારા મન માંથી નથી નીકળી અને  આજે પણ યાદ છે.
આજે હુ પણ ટાવર ની ટૉચ પર છું….જીતી ગયો છું..!!!
અને મમ્મી એ મને કહ્યું…..
“જો માણસ પાસે કંઈ પામવાની દ્રઢ ઈચ્છા શક્તિ હોય ને તો અશક્ય ને શક્ય અને શક્ય ને શુનિશ્ચત કરતા એને કોઈ રોકી  શકતું નથી.
“બોલ મિહિર દિકરા આના પરથી શો બોધ મળે છે”
અને મે કહયું.
“મમ્મીજો તમારા પાસે દ્રઢ મનોબળ અને પ્રબળ ઈચ્છાશક્તિ હશે તો દુનિયા માં કઈ પણ કરવું અશક્ય નથી……!!!

-mukesh vadile

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.