in

ઇન્ડિયન રેલવે બનાવી રહ્યું છે દુનિયાનો સૌથી ઊંચો બ્રીજ, એફિલ ટાવરથી પણ હશે તે ઊંચો

જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલનું નિર્માણ થઇ રહ્યું છે. આ પુલથી કાશ્મીર ઘાટી સુધી ટ્રેનની અવરજવર શરૂ થશે. આ પુલને બનવામાં આશરે 3 વર્ષનો સમય લાગી શકે છે. રેલ મંત્રી પિયુષ ગોયલે આ વિશે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ પુલ એન્જીનિયરિંગનું સૌથી સુંદર ઉદાહરણ છે.

ગોયલે ટ્વીટ કરી જણાવ્યું,’કાશ્મીર ઘાટીને રેલ માર્ગ સાથે જોડવા માટે ચિનાબ નદી પર બની રહેવ દુનિયાનો સૌથી ઊંચો બ્રિઝ પોતાની નક્કી કરેલ સમય સીમા પહેલા જ બનીને તૈયાર થઇ જશે. આ પુલથી કાશ્મીર ઘાટી સુધી ટ્રેન દ્વારા અવરજવર શકય થશે, જેનાથી પર્યટન, ઉદ્યોગ અને વિકાસના રસ્તા ખુલશે.’

Advertisements

વર્તમાનમાં યૂરોપમાં 139 મીટર ઊંચો રેલવે પુલ છે જેના નામે દુનિયાના સૌથી ઊંચા પુલનો ખિતાબ છે. 1200 કરોડના ખર્ચે બની રહેલ આ પુલ અર્ધ ચંદ્રાકાર હશે, જેની ઉંચાઇ એફિલ ટાવરથી 36 મીટર વધારે હશે. તેના પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન ચાલશે. નદીના ધરાતલથી માપવા પર પુલની ઉંચાઇ 419 મીટર હશે. આ પુલ માટે વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Advertisements

આ બ્રિઝ કટરા-બનિહાલ વચ્ચેના અતરને ઓછૂ કરશે, જેના થકી યાત્રી ઓછા સમયમાં પોતાના ઠેકાણે પહોંચી જશે. આ વિશ્વનો સૌથી ઊંચો પુલ હશે જે ભૂકંપ, વાવાઝોડું અને વિસ્ફોટકોથી પણ સુરક્ષિત રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

નાની હતી ત્યારે આ હિરોઈન આવી દેખાતી હતી, તસવીર જોઇને તમે પણ એકવખત તો વિચારમાં અવશ્ય પડી જશો

તૂટેલા બેટ તથા ફાટેલા ગ્લબ્સ, તમારા માટે મોટીવેશનનું કારણ બની શકે છે આ ક્રિકેટરની કહાની