in

છેલ્લા 10 વર્ષોમાં ભંગાર વેચીને રેલવે વિભાગે કરી અધધ કમાણી, આંકડો જાણીને તમે પણ ચકીત થઈ જશો

ભારતીય રેલવે વિભાગે ભંગાર(સ્ક્રેપ)ને વેંચીને તેના ભંડોળમાં બઉ મોટી રકમ ભેગી કરી છે. રેલવે તરફથી એક આરટીઆઈ આવેદનના ઉત્તરમાં આ વિશે માહિતી આપવામાં આવી છે. રેલવેએ છેલ્લા 10 વર્ષોમાં ભંગારથી કેટલી કમાણી કરી છે તે વિશે કહ્યું છે.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/A-Request-from-suresh-prabhu-on-Indian-railway-scrap.jpg?w=662&ssl=1

Advertisements

મીડિયા રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ રેલવેએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં વિભાગે ભંગારથી 35,073 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેલ મંત્રાલયે આ વિશે છેલ્લા 10 વર્ષોની માહિતી બહાર પાડી છે. જેથી વર્ષ 2009-10થી વર્ષ 2018-19 દરમિયાન વિભાગે અલગ-અલગ પ્રકારનું ભંગાર વેંચીને 35,073 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં કોચ, વૈગન્સ અને પટરીનો ભંગાર સામેલ છે. રેલવે માહિતીમાં જણાવ્યું કે વર્ષ 2011-12માં 4,409 કરોડ રૂપિયાથી વધુનું ભંગાર વેચવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2016-17માં સૌથી ઓછી સ્ક્રેપ આવક રૂપિયા 2,178 કરોડ જેટલી થઈ હતી.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/62622017.jpg?w=662&ssl=1

રેલવે વિભાગ દ્વારા જાણવામાં આવેલ માહિતી પ્રમાણે વેચવામાં આવેલ ભંગારમાં સૌથી મોટી હિસ્સેદારી રેલ પટરીઓની છે. 2009-10થી 2013-14ની વચ્ચે 6,885 કરોડ રૂપિયાના સ્ક્રેપ વેચાયા હતા. જ્યારે 2015-16થી 2018-19ના સમયગાળા દરમિયાન 5,053 કરોડ રૂપિયાના સ્ક્રેપ્સ વેચાયા હતા. એટલે કુલ 10 વર્ષમાં રેલવે ટ્રેકના ભંગારના વેચાણથી 11,938 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Advertisements
ટિપ્પણી
Advertisements

જિમી ફૉલેનના ચેટ શો દરમિયાન પ્રિયંકા ચોપરા, ‘હોટ વન્સ’ ચેલેન્જ બાદ આંખોમાંથી આંસુ નીકળી ગયા

કબીર સિંહ ફિલ્મના આ સીનમાં શાહિદના રૂંવાડા ઉભા થઇ ગયા હતા , છેલ્લે છેલ્લે થયો ખુલાસો