in

ઇન્ડિયન આર્મીનો યુનિફોર્મ ઉપયોગ કરનારા ચેતી જજો, કેમ કે….

જાહેરાતોમાં સેનાને દેખાડવા બાબતમાં ઇન્ડિયન આર્મીએ એક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. હવે જાહેરાતોમાં સૈનિકોને દેખાડતા પહેલાં સેનાની પરવાનગી લેવી અતિ આવશ્યક રહેશે. પાન મસાલા તથા ફેરનેસ ક્રીમની જાહેરાતમાં સૈનિકોનો ઉપયોગ કરવામાં આવશે નહી. થોડા સમય પહેલાં પાન મસાલાની જાહેરાત આવી હતી જેમાં એક એક્ટરે સેનાની યુનિફોર્મ બતાવવામાં આવ્યો હતો. કંઇક આ પ્રકારની સ્થિતિ, ફેરનેસ ક્રીમની જાહેરાતોમાં પણ જોવા મળી હતી.

Advertisements

સેનાએ આ બાબત સામે વાંધો ઉઠાવતાં ઇન્ડિયન એડવર્ટાઇઝીંગ સ્ટાડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (ASCI)એ આ નવી એડવાઇઝરી એક જાહેર કરી છે. આ વર્ષે જૂન-જુલાઈમાં સેનાને અનેક વિશિષ્ઠ લોકોએ પાન મસાલા અને સૌંદર્ય ક્રીમના વિજ્ઞાપનોમાં એક્ટરો દ્વારા સેનાના યુનિફોર્મના ઉપયોગને લઈ વાંધો જાહેર કર્યો હતો.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/hqdefault.jpg?w=662&ssl=1

આ જાહેરાતોને ભારતીય સેનાએ વધુ ગંભીરતાથી લીધી છે. ઇન્ડિયન આર્મીના સેનાનીઓનું માનવું છે કે આ પ્રકારની જાહેરાતોથી તેમની છબી ખરડાઇ રહી છે. તેના માટે આર્મીએ ગાઇડલાઇન જાહેર કરી છે કે જો આર્મી યુનિફોર્મમાં કોઇપણ જાહેરાત કરવામાં આવશે તો સેના પાસેથી તેની પરવાનગી લેવી જરૂરી બની રહેશે.

Advertisements

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/Border.jpg?w=662&ssl=1

આ ગાઇડલાઇન ટેલીવિઝન તથા સોશિયલ મીડિયા સાથે બેનર્સવાળી બધી જ જાહેરાતો પર લાગૂ કરવામાં આવશે. ગાઇડલાઇન જાહેર કરતાં પહેલાં, સેનાએ આ મામલે ASCIની સામે ઉઠાવ્યો હતો. સેનાના જણાવ્યા પ્રમાણે છે કે તેને ગયા થોડાક મહિનાથી ફરિયાદો મળી હતી જેમાં એક્ટરોને સેનાની વર્દીમાં દેખાડવામાં આવ્યા છે. ખાસ કરીને પાન મસાલા ને ફેરનેસ ક્રીમની જાહેરાત કરતાં બતાવવામાં આવ્યા છે.

ટિપ્પણી
Advertisements

આ બંને કલાકારો ફરી એકવાર જોવા મળશે એક જ ફિલ્મ માં, જાણો વધુ

ફકત તુલસીના આ પાંચ પાનથી બદલાઇ જશે તમારું નસીબ, આ દિવસે કરો આ ઉપાય