in

સિરીઝ પહેલા કપ્તાન વિરાટ કોહલીએ કહ્યું – અમને પંતની ક્ષમતા પર પૂરો ભરોસો છે

ટીમ ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શરૂ થવા જઈ રહેલી T-20 સીરિઝ પહેલાં ટીમની યોજનાઓ અંગે કહ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં રમનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓમાં લાગેલી ટીમ ઈન્ડિયાનું ફોકસ હવે ટાર્ગેટની રક્ષા કરવા પર હશે. અહીં વિરાટે મીડિયા તરફથી ઉઠાવવામાં આવેલી બધી જ ચિંતાઓનો ઉત્તર આપ્યો હતો અને સાથે હમણાં ટીકાકારોનો સામનો બની રહેલાં યુવા વિકેટકીપર ઋષભ પંતનો પણ બચાવ કર્યો હતો. તેણે કહ્યું કે, પંતની ક્ષમતા પર અમને પૂરો ભરોસો છે અને આ ટીમની જવાબદારી છે કે સારું રમી શકે અને એટલાં માટે અમે તેનો સપોર્ટ કરીએ છીએ.

Image result for rishabh pant

Advertisements

પંત પર પુછવામાં આવેલાં ઉત્તર પર કેપ્ટન કોહલીએ જણાવ્યું કે, અમને તેની યોગ્યતા પર પૂરો ભરોસો છે. કોઈ ક્રિકેટર ટીમ માટે સારું રમે એ અમારા સૌની જવાબદારી છે. આપણને દરેક ખેલાડીને ભરપૂર મોકો અને સમય આપવો જોઈએ. જેથી તે પોતાની જગ્યા ટીમમાં પુરવાર કરી શકે. ભૂલો થવા પર ખેલાડીઓ ઉપર ચીસો પાડવું ખોટું છે. પંતનાં સંદર્ભમાં કેટલાક દિવસ પહેલાં રોહિત શર્માએ જણાવ્યું હતું કે, હું પણ તેની સાથે છું કે પંત પર વધારે પડતો હોબાળો મચાવ્યા કરતાં થોડા સમય માટે તેને એકલો છોડી દો.

Image result for rishabh pant

મેચનાં એક દિવસ પહેલાં જ મીડિયાને સંબોધિત કરતાં કેપ્ટન વિરાટે જણાવ્યું કે, હવે અમારા વિચારમાં ટી20 વર્લ્ડ કપ છે અને હવે ટીમમાં તે ક્રિકેટરોની સાથે રમતાં જોવા મળીશું કે જે ટીમ વર્લ્ડ કપમાં કૂચ કરશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

કોઈને પણ ખ્યાલ ના આવે એવી રીતે લગ્ન કરી દીધા, હવે હીરો હિરોઈને PHOTOS અપલોડ કરી કર્યો ધડાકો

ચાણક્ય નીતિ : મેરેજ પહેલા મહિલાઓની આ 3 વાતો જાણી લો, નહીંતર તમને પડશે ભારે