in

TRP મેળવવા માટે નેહા અને આદિત્યએ તો કરી બધી હદો પાર ,ફક્ત પૈસા માટે કર્યું આટલું નાટક

સોની ટીવી પર છેલ્લા 11 વર્ષથી ઈંડિયન આઈડલ શો આવી રહ્યો છે. પણ જો વાત કરીયે આ શો ની તો હવે છેલ્લા એક બે વર્ષથી આ શો સિંગર કરતાં TRPમાં વધારે રસ ધરાવે છે અને એને જ વધુ મહત્વ આપવામાં આવે છે. આ શો છેલ્લા 1 માસથી ખુબ જ ચર્ચામાં છે. આ ચર્ચા માટેનું કારણ આદિત્ય અને નેહાના લગ્ન છે.

Advertisements

– TRP વધારવા માટે નેહા આદિત્યે કર્યા આ બધા નાટકો

– લગ્નની વાત હતી એકદમ ખોટી

– TRP વધારવા કરાયો હતો આ સ્ટંટ

Advertisements

સિંગિંગ રિયાલિટી શો ‘ઈંડિયન આઈડલ’ શો ની છેલ્લા 1 મહિનાથી ઘણી ચર્ચા થઇ રહી છે. ‘ઈંડિયન આઈડલ’ સીઝન 11 20 ફેબ્રુઆરીએ સમાપ્ત થવા જઈ રહી છે પણ આ શોમાં સિંગિંગને સ્થાને ફક્તને ફક્ત નાટકો અને ઢોંગ જ દેખવા મળે છે. હવે આપણે વાત કરીશું આ શોમાં થયેલા TRP સ્ટંટની થોડી વાતો. આ શો ના હોસ્ટ આદિત્ય નારાયણના પિતા સિંગર ઉદિત નારાયણ થોડા દિવસ પહેલા તેમની પત્ની દીપા નારાયણ સાથે શોમાં આવ્યાં હતાં અને ટેલિવિઝન શો પર જજ નેહા કક્કરનો પોતાના દીકરા આદિત્ય નારાયણ માટે હાથ માંગ્યો હતો. અને પછી એ વાતની મીડિયામાં ખુબ જ ચર્ચા થઈ હતી. પણ આ નાટક ફક્ત TRP વધારવા માટે જ કરવામાં આવ્યું હતું. હવે આ તો હદ જ થઇ ગઈ ને!

નેહા અને આદિત્યના લગ્નની વાતે મેળવી ઘણી TRP

આદિત્ય નારાયણ શો માં હોસ્ટ છે અને નેહા આ શો માં જજ છે. આ બંને સમગ્ર ટેલિકાસ્ટ દરમિયાન નવાં નવાં નાટકો કરતાં તમને જોવા મળતા હશે. જો એમના લગ્નની વાતને કરીયે તો આ બંનેએ પ્રજાને મુર્ખ બનાવી છે. આ શો પર જ સમગ્ર લગ્નની વાત થઈ અને આ આખી ઘટના ટેલિકાસ્ટ કરવામાં આવી. જો માત્ર આ નાટક જ કરવાનું હોય તો એ બધાં ફજેતા ટીવી પર શું કામ દેખાડવા જોઈએ? TRP મળે એના માટે તો ગમે તેવી ઓછી હરકતો કરવાની અને દર્શકોને મૂર્ખ બનાવવાની અને એમને એવો મસાલો પીરસવાનો!

Advertisements

આ આખી ઘટના પછી હવે શોમાં જે પણ ગેસ્ટ આવે તો એ નેહાના લગ્ન માટે ગીફ્ટ લાવે છે. એ પછી એવી ચર્ચાઓ સામે આવે છે કે આ બંને હક્કીતમાં લગ્ન કરવાના છે, પરંતુ એ એક પ્રકારનો સ્ટંટ જ છે.

બોલીવુડ હંગામાને આપેલ એક ઈંટરવ્યુમાં શું કીધું ઉદિત નારાયણે?

આદિત્ય એ અમારો એકનો એક દીકરો છે. તો અમે એના લગ્ન થાય એની રાહમાં ખુબ જ ઉત્સુક છીએ. જો આ લગ્નની અફવા સાચી હોય તો તો અમે ખુબ જ ખુશ થાશું. પરંતુ મને તો એવું લાગી રહ્યું છે કે આ ફક્ત એક અફવા જ છે. આ ઢોંગ ફક્ત TRP વધે એના માટે જ કરવામાં આવ્યો હતો. આ વાત ઉદિત નારયણે ઈંટરવ્યુમાં સ્પષ્ટપણે કહી એટલે અહીંયા તો આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે TRP વધે એના માટે આ બધા ફજેતા કરવામાં આવ્યાં હતાં.

Advertisements

સોની નેટવર્કને તો છે TRPની સખત ભૂખ

‘ઈંડિયન આઈડલ’ શોની શરૂઆત થઇ ત્યારે પણ એમાં અમુક સ્ટંટ કરવામાં આવ્યાં હતાં. આ શો ના એક ઓડિશન દરમિયાન એક કંટેસ્ટેન્ટ નેહા કક્કરને ગળે મળી ગાલ પર કિસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો નેહા એકદમ હટી ગઈ અને એકદમ સેલિબ્રેટી જેવું વર્તન કરવા માંડી. જાહેર શોમાં પોતાને સામાન્ય પરિવારમાંથી આવનાર દીકરી છું એવું કહેતી નેહાને હવે સેલિબ્રેટી જેવું ફિલ થવા લાગે છે અને જાણે એને સ્ક્રીપ્ટ વિષે કાંઈ જ ખબર ના હોય એ પ્રમાણેનું વર્તન એ કરવાં લાગે છે. આ શોમાં પોતાના કિંમતી આંસુડા વહેનાર નેહા હવે દર્શકોને TRP મેળવવા માટે મુર્ખ બનાવાનું કામ કરે છે. જો કે આ સમગ્ર ઘટના પછી આ શોના મેકર્સનું કહેવું છે કે અમે આ ઘટનાથી એકદમ અજાણ હતાં અમે તો આ શોમાં આવી કોઈ ઘટના બનશે એ વિષે એકદમ અજાણ હતા. જો તમને જાણ જ ન હતી. તો તમે ટેલિકાસ્ટ શા માટે કર્યું અને આ ઘટના પર શા માટે પ્રોમો બનાવીને એડ્સ કરી હતી?  જો કે અત્યારે તો એ વાત જાણવા મળી છે કે આ શો પર નેહા અને આદિત્યના લગ્ન થશે નહી એ જાણીને એના ચાહકોમાં નિરાશાનો માહોલ છવાઈ ગયો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

બજરંગબલી આ 5 રાશિઓ ના દૂર કરશે દુઃખ, ચમકશે ભાગ્ય, મળશે શુભ સમાચાર

જો મહાશિવરાત્રીના આ ભાવથી કરશો શિવજીની આરાધના, તો મેળવશો અઢળક પુણ્ય