in

ફક્ત સાત જ દિવસમાં રિતિક અને ટાઇગર ની ફિલ્મ વોર એ 200 કરોડની ધરખમ કમાણી કરી

હમણાં એક અઠવાડિયા પહેલાં એટલે કે 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી રીતિક-ટાઈગરની મૂવી ‘વોર’એ 200 કરોડની ધરખમ કમાણી કરી લીધી છે. આ મુવી પહેલાં દિવસે 50 કરોડથી વધુની કમાણી કરી હતી. ફક્ત ત્રણ દિવસમાં 100 કરોડની કમાણી કરી હતી.

Image result for war

જ્યારે એક અઠવાડિયા પછી ‘વોર’એ 27.75 કરોડની કમાણી કરી લીધી હતી. આ સાથે જ આ ફિલ્મના હિંદી વર્ઝને 208.05 કરોડની કમાણી કરી છે. જો આ મુવિના કલેક્શનમાં તેલુગુ તથા તમિલ વર્ઝન પાછળથી ઉમેરવામાં આવે તો ફિલ્મે 216.65 કરોડની કમાણી કરી છે. ‘વોર’એ ‘મિશન મંગલ’ તથા ‘ભારત’ના લાઈફ ટાઈમ કલેક્શન કરતાં વધુ કમાણી કરી છે. ‘મિશન મંગલ’એ 202 જ્યારે ‘ભારત’એ 211.07 કરોડની કમાણી કરી હતી.

આ વર્ષ દરમિયાન ‘વોર’એ ‘કબીર સિંહ’, ‘ભારત’ તથા ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ કરતાં પણ સૌથી વધારે ઝડપથી 200 કરોડની કમાણી કરી હતી. જ્યારે ‘કબીર સિંહ’એ 13 દિવસમાં, ‘ભારત’એ 14 તથા ‘ઉરી’એ 28 દિવસમાં 200 કરોડથી પણ વધુ કમાણી કરી હતી.

આ બધાની વચ્ચે ‘વોર’એ પહેલાં જ દિવસે 53.35 કરોડની કમાણી કરીને જે હિંદી સિનેમાની પહેલી ફિલ્મ બની છે, જેણે પ્રથમ દિવસે આટલી કમાણી કરી હોય.

ટિપ્પણી

રસ્તા પર પડેલા પ્લાસ્ટિકના કચરાને ભેગો કરીને લાવો, તમને મળશે ફ્રીમાં ખાવાનું, જાણો વધુ માહિતી

ટ્રાફિકના નિયમો ના ધજાગરા પોલીસે જાતે જ ઉડાવ્યા, જાણો કેવી રીતે