in

જો તમારે વજન ઉતારવો હોય તો ડરાવની મુવી જુઓ, રિસર્ચ અનુસાર તમારો વજન ઘટશે, જાણો કેવી રીતે

હોરર અથવા ડરાવની ફિલ્મનું નામ સાંભળીને જ કેટલાક લોકોના માથે પરસેવો છૂટી જતો હોય છે. તો બીજી બાજુ કેટલાક લોકો આ ફિલ્મ જોવાના શોખીન હોય છે. રાત્રે અંધારામાં બ્લન્કેટ (ધાબળા) માંથી માત્ર મોઢું બહાર કાઢીને હોરર મૂવી જોવાની મજા જ કંઇક અલગ છે. તેમ છતાં કેટલાક લોકો આ ફિલ્મના નામથી જ એટલા ડરી જાય છે કે તેમના માટે આવી ફિલ્મ જોવાની તો બહુ દૂરની વાત છે. પરંતુ આ બધાની વચ્ચે શું તમને ખબર છે હોરર ફિલ્મ જોવાથી શરીરનો વજન ઘટાડી શકાય છે? વાંચીને ભલે તમને થોડું અજીબ લાગે પણ હોરર ફિલ્મો જોઇને તમે તમારું વજન ઘટાડી શકો છો. તો આવો આ આર્ટીકલ ના મારફતે કેવી રીતે તમે હોરર મૂવી જોઈને વજન ઘટાડી શકો છે તે જાણીએ

If you want to lose weight, watch the horror movie, the 90-minute film will burn 113 calories

Advertisements

વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટમાં થયેલા એક રીસર્ચ અનુસાર, હોરર મૂવી જોવાથી કેલરીમાં ઘટાડો થાય છે, જેનાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે. 90 મિનિટની હોરર ફિલ્મ આશરે શરીરની 113 કેલરી બાળી શકે છે. સામાન્ય રીતે, જ્યારે 30 મિનિટનું વોક કરો ત્યારે આટલી કેલરી બર્ન થતી હોય છે. એટલે રોજ તમે જેટલી વધુ હોરર ફિલ્મ જોશો એટલી વધુ કેલરી બર્ન થશે અને સરળતાથી વજન ઘટાડી શકશો

આ રિસર્ચ એવા 10 લોકો પર કરવામાં આવ્યું જેઓ હોરર ફિલ્મો જોતાં હતાં. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, હોરર ફિલ્મ જોવાથી ધબકારા, ઓક્સિજનનું સેવન અને કાર્બન ડાયોક્સાઇડ આઉટપુટમાં વધારો થાય છે. હોરર ફિલ્મમાં સંભળાતી ચીસો અને ડરામણા અવાજોથી તણાવમાં વધારો થાય છે. આ સ્ટ્રેસ ઈન્ટેન્સ ફિઅર અને એન્કઝાઇટીથી આવે છે, જે ભૂખ દૂર કરે છે અને મેટાબોલિક રેટમાં વધારો કરે છે.

ટિપ્પણી
Advertisements

ઓસ્ટ્રેલિયાનાં આવેલા એક શહેરમાં માલિકે રોજ પોતાના પાલતું કુતરાને ફરજીયાત ચાલવા લઈ જવું પડશે, જો આમ નહીં કરે તો ર લાખનો દંડ

જો સગીર વાહન ચલાવતો પકડાય તો 2 હજાર દંડ અને તેના વાલીને 25 હજાર દંડ, જાણો વધુ