in ,

શું તમે તમારા સ્વજનની તિથિ નથી જાણતાં તો આ દિવસે કરો શ્રાદ્ધ, વડીલ હોય તો નોમનું કરવું શ્રાદ્ધ

– ચાલુ થઇ ગયું પિતૃઋણ ચૂકવવાનું પર્વ, 15 દિવસ રહેશે શુભ કાર્યો વર્જિત, દાન-પુણ્યનો છે ઘણો જ મહિમા

– જે વ્યક્તિના સંતાન બાળ અવસ્થામાં જ મૃત્યુ પામ્યાં હોય તો એમના માટે હોય છે બાલાભોલાનું શ્રાદ્ધ

Advertisements

શ્રાદ્ધપક્ષની શરૂઆત થઈ ગઈ છે. શ્રાદ્ધના આ 15 દિવસ દરમિયાન દરેક સનાતન ધર્મી હોય એ પોતાના પિતૃઓને ચોક્કસથી યાદ કરે છે. એના નિમિત્તરૂપે દાન-પુણ્ય બ્રાહ્મણ ભોજન પિંડદાન તર્પણ માર્જન વગેરે ક્રિયા કરવામાં આવે છે અને એ રીતે પિતૃઓને ઋણ અદા કરવામાં આવે છે. તમને ખબર છે શ્રાદ્ધના અલગ અલગ પ્રકાર હોય છે ? જે કોઈ વ્યક્તિ પોતાના સ્વજનોનાં મૃત્યુની તિથિ વિષે જાણતા ના હોય તો એમના માટે પણ આ 15 દિવસો દરમિયાન ચોક્કસ દિવસે તેઓ શ્રાદ્ધ કરી શકે છે. જ્યોતિષી પૂર્વીબેન જોષીએ જણાવ્યા પ્રમાણે, શ્રાદ્ધના આ દિવસોમાં બ્રાહ્મણને ભોજન, કાગવાસ ગોગ્રાસ કે ગરીબોને દાન, વસ્ત્રદાન વગેરે કરવામાં આવતું હોય છે.

કોના માટે હોય છે કયું શ્રાદ્ધ ?

શ્રાદ્ધ બે પ્રકારના હોય છે, નાંદી શ્રાદ્ધ અને પિતૃ શ્રાદ્ધ. આ સિવાય જો કોઈના મૃત્યુની તિથિ યાદ ના હોય તો એમના માટે આ 15 દિવસ દરમિયાન અલગ અલગ દિવસોએ શ્રાદ્ધ કરવામાં આવે છે. જેમ કે પાંચમા શ્રાદ્ધને ભરણી શ્રાદ્ધ કહેવામાં આવે છે, જે નાનાં છોકરાં માટે કરવાનું હોય છે. છઠ્ઠના શ્રાદ્ધને કૃતિકા શ્રાદ્ધ કહેવામાં આવે છે, કે જે કુંવારિકા માટે કરવામાં આવે છે. નોમનાં શ્રાદ્ધને વૃદ્ધોનું નોમ શ્રાદ્ધ તરીકે કહેવામાં આવે છે. જ્યારે બારસના શ્રાદ્ધને સન્યાસીઓનું શ્રાદ્ધ કહેવામાં આવે છે. તેરસના શ્રાદ્ધને મઘા શ્રાદ્ધ તરીકે કહેવાય છે.

Advertisements

મેષ : લાલ કપડામાં સવા કિલો મસૂરની દાળ બાંધીને તમારા ઘર અથવા તો દુકાનમાં રાખી દો. ત્યારબાદ આ દાળને શ્રાદ્ધ પૂરું થઇ જાય એ પછી જરૂરિયાતમંદને આપી દેવું.

વૃષભ: ગંગા અથવા તો કોઈ પવિત્ર નદીનું જળ માટલામાં અથવા તો સ્વચ્છ પાત્રમાં લેવું અને એને સફેદ કપડા વડે ઢાંકીને શ્રાદ્ધના દિવસોમાં ઘર કે ઓફિસમાં રાખો અને શ્રાદ્ધ પછી આ જળ તુલસીમાં ચઢાવવું.

Advertisements

મિથુન: શ્રાદ્ધના આ દિવસો દરમિયાન કાંસાનું વાસણ લીલા કપડામાં બાંધી દેવું ઘરમાં પૂર્વ દિશામાં મૂકો.

Advertisements

કર્ક: ચાંદીનો એક સિક્કો લો અને એને એક વાસણમાં પાણી સાથે નાખીને ઘર કે કાર્યસ્થળ પર પૂર્વ દિશામાં રાખો. શ્રાદ્ધ સમાપ્ત થાય એ પછી સિક્કો કોઈ બ્રાહ્મણને દાન કરવો.

સિંહ: એક વાટકી લો એમાં સંચળ ભર્યા બાદ ઘર કે વ્યવસાય ક્ષેત્રમાં પૂર્વ દિશામાં મૂકો. શ્રાદ્ધ બાદ એ સંચળ ચાર રસ્તા પર નાખી દેવું.

Advertisements

કન્યા: એક પાત્ર લો એમાં કપૂરને કાર્યસ્થળ કે રહેઠાણની પૂર્વ દિશામાં રાખી દો.

Advertisements

તુલા: ચાંદીનો સિક્કો વાસણમાં પાણી મુકો અને એ ઘર કે કાર્યસ્થળની પૂર્વ દિશામાં રાખો. શ્રાદ્ધ સમાપ્ત થાય એ પછી સિક્કાને કોઈ બ્રાહ્મણને દાન કરવો.

વૃશ્ચિક: એક પાત્ર લો એમાં ચોખા અને એક પાત્રમાં મગની દાળ ભરી લો અને એને શ્રાદ્ધના દિવસોમાં દાન કરો.

Advertisements

ધન: પીળા કપડાંમાં કોઈ પણ ધાર્મિક પુસ્તક રાખો પોતાના ઘર કે કાર્યક્ષેત્રમાં રાખી દો અને શ્રાદ્ધ બાદ આ પુસ્તકને કોઈને પણ ભેટ કરો.

મકર: નારિયેળના તેલમાં કાળા તલ અને એના પર કાળો દોરો બાંધી લો અને એને એ બંનેને ઘરમાં પૂર્વ ખૂણામાં રાખો.

કુંભ: કાંસાનું વાસણ લો અને એને લીલા કપડામાં બાંધી અને તમારા ઘર કે ઓફિસની પૂર્વ દિશામાં રાખો.

મીન: 21 સિક્કા પીળા કપડામાં બાંધી લો અને ઘર કે કાર્ય સ્થળના ઉત્તર પૂર્વના ખૂણામાં રાખો અને શ્રાદ્ધ સમાપ્ત થાય એ પછી ચાર રસ્તા પર એને નાખી દેવા.

ભાદરવામાં આવતી શ્રાદ્ધ તિથિઓ

– 15 ભાદરવા વદ એક રવિવાર, બીજનું શ્રાદ્ધ

– 16 ભાદરવા વદ બીજ સોમવાર

– 17મીએ તીજનું શ્રાદ્ધ અંગારકી સંકષ્ટ ચતુર્થી આખો દિવસ, અમૃતસિદ્ધિ યોગ 18મીએ ચોથનું શ્રાદ્ધ (ભરણી શ્રાદ્ધ) ગયા શ્રાદ્ધ

– 19મીએ પાંચમનું શ્રાદ્ધ (કૃતિકા શ્રાદ્ધ)

– 20મીએ છઠ્ઠનું શ્રાદ્ધ
– 21મીએ સાતમનું શ્રાદ્ધ

– 22મીએ આઠમનું શ્રાદ્ધ

– ૨૩મી નોમનું શ્રાદ્ધ

– 24મીએ દશમનું શ્રાદ્ધ

– 25મીએ અગિયારસ અને બારસનું શ્રાદ્ધ તથા સંન્યાસીઓનું શ્રાદ્ધ

– 26મીએ મઘા શ્રાદ્ધ

– 27મીએ ચૌદશનું શ્રાદ્ધ

– 28મીએ સર્વપિતૃ અમાસ તેમ જ પૂનમનું શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે.

ટિપ્પણી
Advertisements

શાહિદ કપૂરથી 14 વર્ષ નાની મીરા રાજપૂતે ખોલ્યું એક રાજ, લગ્નના 4 વર્ષ પછી જણાવ્યું કંઈક આવું

આ સ્થાને શ્રાદ્ધ કરવાથી પ્રાપ્ત થાય છે અપાર પુણ્ય, શું કારણ છે કે નદી તળાવોમાં જ થાય છે પિંડદાન ?