in

જો સગીર વાહન ચલાવતો પકડાય તો 2 હજાર દંડ અને તેના વાલીને 25 હજાર દંડ, જાણો વધુ

ટ્રાફિક પોલીસ દ્વારા 3થી 7 ઓક્ટોબર અંડરએજ વાહનચાલકો માટે ખાસ ડ્રાઈવ યોજશે. અંડરએજ ચાલક પાસેથી રૂ.2 હજાર દંડ વસૂલ કરવામાં આવશે. તે ઉપરાંત જો કોઇ અંડરએજ વાહનચાલક કે તેના માતા-પિતા ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો કે બોલાચાલી કરશે તો તેમની વિરુદ્ધ મોટર વ્હીકલ એકટની કલમ 199 મુજબ ગુનો નોંધવામાં આવશે. બાળક વિરુદ્ધ જુએનાઈલ જસ્ટિસ એકટ મુતબ કાર્યવાહી કરવામાં આવશે જ્યારે માતા-પિતાને 3 વર્ષની સજા અને ઓછામાં ઓછો 25 હજાર દંડ થશે. આ નિયમ લાગુ પાડીને સરકાર દ્વારા સગીરોને વાહન ચલાવતા રોકવાનો હેતુ છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/12/traffic-violation.jpg?w=662&ssl=1

Advertisements

જો કોઇ બાળક 18 વર્ષ કરતાં ઓછી ઉમરનું હોય એટલે કે વાહન ચલાવવા માટે અંડરએજ હોય છતાં તેને વાહન ચલાવવા આપવું તે એક ગુનો બને છે. જેથી એમવી એકટ 199 હેઠળ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ વાહન ડિટેઈન કરશે અને ત્રણેયને જુએનાઈલ કોર્ટમાં રજૂ કરશે. જેમાં બાળકને શું સજા કરવી તે નિર્ણય જુએનાઈલ જજ નક્કી કરે છે. પણ માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર સુધીનો દંડ થઇ શકે છે.

Image result for traffic police

જો તમે નંબર પ્લેટ સાથે ચેડચાડ કર્યા હશે તો વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસ 7 ઓકટોબરથી એક અઠવાડિયાની ડ્રાઈવ યોજશે. જેમાં નંબર પ્લેટ વાળનારા, નંબર પ્લેટ ઉપર કપડું લગાવનારા તેમજ નંબર ઉડાવી દેનારા સામે ડોકયુમેન્ટ સાથે છેડછાડનો ગુનો નોંધી વાહન ડિટેઈન કરી લેવાશે જે કોર્ટમાંથી છોડાવવું પડશે તેમ ડીસીપી ટ્રાફિક, તેજસ પટેલે જણાવ્યુ હતું.

Advertisements
ટિપ્પણી
Advertisements

જો તમારે વજન ઉતારવો હોય તો ડરાવની મુવી જુઓ, રિસર્ચ અનુસાર તમારો વજન ઘટશે, જાણો કેવી રીતે

બેટ્સમેન રોહિત શર્મા ટેસ્ટ મેચની ઓપનિંગમાં જ થયો ફેઈલ, જાણો એવું તો શું થયું