in

ICICI ના જૂના CEO ચંદા કોચર ને વધુ એક ઝટકો, હવે બેંક રૂ. 12 કરોડનું બોનસ પાછું લેશે

લોન કૌભાંડ તથા મની લોન્ડરિંગ કેસ બાબતે ફસાયેલ આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચરની તકલીફો સતત વધી રહી હોય એમ લાગી રહ્યું છે. પ્રથમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) દ્વારા ગાળિયો કસવામાં આવ્યો અને રૂ.800 કરોડની સંપત્તિ જપ્ત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ત્યારે હવે ICICI બેંકે ચંદા કોચરને આપેલ બોનસ પરત લેવા માટે હાઇકોર્ટમાં રિકવરી સૂટ દાખલ કર્યું છે.

Image result for icici bank ceo

મીડિયા રિપોર્ટ અનુસાર ICICI બેંક ચંદા કોચરને બોનસ અને બીજા વિવિધ ફાયદોના ભાગ રૂપે આપેલ 12 કરોડ રૂપિયા પરત લેવા માંગે છે. આપને કહી દઈએ કે ચંદા કોચરને બેંકના CEO અને MD પદથી દૂર કરવામાં આવ્યા છે. વીડિયોકોન જૂથને 3,250 કરોડ રૂપિયાની લોન નિયમો વિરુદ્ધ જઈ આપવા મામલે ચંદા કોચર ફસાયેલ છે. રિપોર્ટ અનુસાર બેંકે ગયા સપ્તાહે શુક્રવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. બેંકે એક એફિડેવિટના માધ્યમથી આ માગ કરી કે ગત વર્ષે ચંદા કોચર દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીને ફગાવવામાં આવે.

Related image

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આ બાબતે હવે આગામી સુનાવણી 20, જાન્યુઆરીએ સોમવારે થશે. રિપોર્ટ અનુસાર બેંકે જણાવ્યું કે ચંદા કોચરને એપ્રિલ 2006થી માર્ચ 2018 વચ્ચે બોનસ આપવામાં આવ્યું હતું. બેંક ક્લોબેક હેઠળ બેનસ પરત લેવા માંગે છે. જેમાં એવી જોગવાઈ છે કે કોઈ કંપની કર્મચારીના ખોટા વ્યવહાર થવા કંપનીની ખોટની સ્થિતિમાં બોનસ જેવી ઇન્સેંટિવની મૂડી પરત લઈ શકે છે. જોકે આ પહેલા ચંદા કોચરે પણ પોતાને ટર્મિનેટ કરવા મામલે બેંક વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

મકરસંક્રાતિના રમુજી મેસેજ તમે સોશ્યલ મીડિયામાં થઈ ગયા વાઇરલ, વાંચીને તમને પણ આવી જશે મજા

10 વર્ષ જૂનું Windows 7 આજથી જ થઈ જશે બંધ, નહીં કર્યું આ એક કામ તો થઈ શકે છે આ મોટી તકલીફ