હું કોણ છું? તમે ધારો હું એ છું

Please log in or register to like posts.
News

તમે ધારો તો શરદપૂનમની રાત,બાકી દિવાળીની અમાસ છું ;
તમને છેક અજવાસ સુધી પહોચાડે એવો નિર્દોષ પ્રયાસ છું.

ક્યાંક જીવન-ધબકાર તો ક્યાંક ખાલી ઉચ્છવાસ છું ;
ક્યાંક સદાકાળ રદબાતલ તો ક્યાંક ભીતરનો આવાસ છું.

સમજો તો સાથે ઉભો મિત્ર,નહીં તો માત્ર આભાસ છું;
કદી કોરૂધાકોડ તો કદી ધોધમાર વરસું એટલો અનાયાસ છું.

આપે આનંદ તો જ સંન્યાસ, બાકી તો કારમો કારાવાસ છું;
સૌના મન લુભાવે એ જાદુઈ સ્પર્શ વાળો રાજા મિડાસ છું .

તમે અનુભવો તો માત્ર સુવાસ,નહીં તો ફૂલથી મધ સુધીની નિકાસ છું;
ક્યાંક અન્ન પછીનો ઓડકાર તો ક્યાંક ફરજ પડેલો ઉપવાસ છું.

હુ તો કોણ છું? ગઝલ જેવો માણસ છું ;
ખાસ કશુ નહીં , બસ….
મત્લા થી મક્તા સુધી નો પ્રવાસ છું

-માલવ

(મત્લા એટલે ગઝલ શરુ થાય ત્યારનો પેલ્લો શેર … ને મક્તા એટલે જેમાં કવી પોતાનુ તખલ્લુસ નાખી ગઝલ ને વિરામ આપે એ છેલ્લો શેર)

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.