ડાયરી લખતા શું ધ્યાન રાખવું?

Please log in or register to like posts.
News

ગયા લેખ માં આપણે જોયું કે ડાયરી લખવા ના ફાયદા ક્યાં ક્યાં છે અને ડાયરી શેમાં લખી શકાય? આ લેખ માં હું તમને ડાયરી ક્યારે લખવા ની અને તે લખતા શું ધ્યાન રાખવું તે બતાવવા નો છું.

જો તમે મને હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલો ન કર્યો હોય તો કરી લેજો. આ લેખ કેવો લાગ્યો તે મેસેજ કરી જરૂર જણાવજો જેથી હું તમારા માટે નવા નવા લેખ લખતો રહું.

સૌ પ્રથમ તમારે ડાયરી લખવા માટે સમય કાઢવો પડશે. સવારે ઉઠો એની 5 જ મિનિટ માં તમારે આજે શું કરવા નું છે? તેની નોંધ વાંચી લો અને તેના પછી તમે પોતાના દૈનિક કાર્ય શરુ કરો. જયારે તમારો દિવસ પૂરો થાય અને તમે તરત જ ઊંઘવા જાઓ ત્યારે 5 મિનિટ માં તમારી આગળ ના દિવસ ની નોંધ લખી લો. રાતે તમે એ પણ ચેક કરો કે આજે શિડ્યૂલ પ્રમાણે કયું કામ થયું કે ક્યુ કામ નહિ?

ડાયરી લખતા સૌથી પહેલા તો એ વાત યાદ રાખો કે ડાયરી તમારે રોજ સવારે અને સાંજે શોધવી ના પડે. જો તમે ડાયરી શોધવા માં વધુ પડતો સમય બગાડતા હોવ તો તે વ્યર્થ છે. તેથી ડાયરી ને હંમેશા તમારી હાથવગી જગ્યા એ રાખો કે જ્યાં થી તમને ઊંઘ માં થી ઉઠો ને તો પણ ડાયરી મળી જાય.

બીજી વાત એમ કે તમે રોજ કેટલો ખર્ચો કર્યો ને સામે આવક કેટલી થઇ તેનો પણ હિસાબ રાખી જાય. જો તમે કોઈના ઉછી ના પૈસા આપવા નું કે લેવા નું ભૂલી જતા હોય તો કોને આજે પૈસા આપ્યા કે કોની જોડે થી પૈસા લીધા તેનો હિસાબ પણ પોતાની ડાયરી માં લખી રાખવો.

ત્રીજી વાત હંમેશા બીઝી બનવા ને બદલે પ્રોડક્ટિવ બનો. તમારે દિવસ માં 24 માં થી 16 કલાક સુધી કામ નથી કરવા નું પણ 6 કલાક માં જ સારા માં સારું કામ થાય તેવો ટાઈમ સેટ કરો. ડાયરી માં પોતાના માટે ફેમિલી ટાઈમ પણ રાખો કે જેમાં તમે તમારી ફેમિલી જોડે મોબાઈલ કે અન્ય કામ લીધા વગર બેઠા હોવ. તમારો શિડ્યૂલ ક્યારેય પેક ના રાખો, 2 કલાક નો સ્પૅર ટાઈમ એમાં રાખો જેથી કોઈ ઓચિંતું કામ ત્યાં કરી શકાય.

ચોથી વાત એમ કે તમારા કામ ની ઇમ્પોર્ટન્સ પ્રમાણે તેને ગ્રેડ આપી ને રાખો. બ્રાયન ટ્રેસી જણાવે છે કે તમારા કામ ને આમ વિભાજીત કરો. A -સૌથી અગત્યનું કામ કે જે પૂરું કરવું જ પડે. B- થોડું ઓછું અગત્યનું કામ. C-કે જે બીજા પાસે થી કરાવી લેવાય અને D- કે જે કામ ને પડતું મૂકી દેવાય તો કઈ નુકસાન ના થાય. તમારે ઓફિસ માં કોઈ ક્લાઈન્ટ ને 10 વાગે મળવા નું છે તો એ A કેટેગરી માં આવે અને એને 1 નમ્બર આપો. તે જ રીતે બીજા કોઈ ક્લાઈન્ટ ને મળવાનું છે તો તેને A 2 માં રાખો. તે જ રીતે કેટેગરી A માં અલગ અલગ કામ વિચારી ને તેને તમારી રોજનીશી માં કૌંસ માં લખી દો.

B માં તમારા માટે થોડું ઓછું અગત્ય નું કામ આવે તેને પણ આ રીતે વહેંચી શકાય. તેમાં પણ તમે એને 5 કેટેગરી માં વહેંચી શકો છો. તેજ રીતે C કેટેગરી માં આવશે એ કામ કે જેને તમે બીજા જોડે કરાવી શકો જેમ કે તમારે કોઈ સંબંધી ને મળવા જવા નું હોય તો તમે તમારા ઘરે થી કોઈ ને મોકલી શકો ને કામ પૂરું કરાવી શકો. D માં આવશે એવા કામ કે જે તમારા માટે અગત્ય ના નથી જેમ કે ભાઈબંધની જોડે ગપાટા મારવા, મોબાઈલ રમવો , નેટ સર્ફિંગ વગેરે.

હવે ઓવર! લેખ કેવો લાગ્યો એ જરૂર જણાવજો. વધુ માટે સાઈટ જોતા રહો!

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.