in

ગ્રીલ સેન્ડવિચ ઢોકળા જમવાની પડશે મજા, જાણી લો આ છે બનાવવાની રીત

અવારનવાર એકના એક ઢોકળા ખઆઇને જો તમે થકી ગયા છો પરંતુ ઢોકળાનું નામ આવતા દરેક માણસોના મોંમાં પાણી આવી જાય છે. તમે ઘણી વખત ઢોકળા ટ્રાય કર્યા હશે. જ્યારે આજકાલ બાળકો સાથે મોટા માણસોને ગ્રીલ સેન્ડવિચ પણ પસંદ હોય છે. તો આજે અમે તમારા માટે ગ્રીલ સેન્ડવીચ ઢોકળાની રેસીપી લઇને આવ્યા છીએ. જેની સહાયથી તમે સ્વાદિષ્ટ વાનગી રાંધી શકો છો.

• સામગ્રી

1/4 કપ – કોર્ન (બાફેલા)

1/4 કપ – મિક્સ કેપ્સિકમ

1/4 કપ – પનીર (છીણેલુ)

1 ચમચી – લીલા મરચા (પેસ્ટ)

1/2 ચમચી – મરી પાવડર

1 ચમચી – ચાટ મસાલો

1/2 ચમચી – રાઇ

1 ચમચી – તલ

2 ચમચી – કોથમીર

જરૂરિયાત મુજબ – ઢોકળાનું ખીરૂ

જરૂરિયાત મુજબ – ગ્રીન ચટણી

સ્વાદાનુસાર – મીઠું

જરૂરિયાત મુજબ – તેલ

• બનાવવાની રીત

સૌથી પહેલા ઢોકળાના કુકરમાં પાણી ઉમેરીને ગરમ કરવા મુકો. તે બાદ ગ્રીસ કરેલી થાળીમાં ઢોકળાનું ખીરું પાથરી તેના પર મરી પાવડર છાંટી ઢોકળા સ્ટીમ કરવા. બધા ઢોકળાની આ રીતે થાળી તૈયાર કરવી. ઢોકળાની થાળી સ્ટીમ થઇ ઠંડી થયા પછી સમગ્ર થાળી ઉંધી કરી આખો ઢોકળાનો રોટલો કાઢવો. ત્યારપછી ગોળ કટરથી અથવા વાટકીથી બધા ઢોકળા ગોળ કટ કરવા. એક બાઉલમાં કોર્ન, કેપ્સિકમ, પનીર, લીલા મરચા, ચાટ મસાલો, કોથમીર બરાબર ભેગી કરી લો. તૈયાર છે સ્ટફિંગ માટેની સામગ્રી.

હવે ઢોકળાની એક બાજુ ચટણી લગાવી સ્ટફિંગ મૂકી તેના પર ચટની લગાવેલું બીજું ઢોકળું મૂકી બંધ કરો, હવે ગ્રિલ પેનમાં તેલ લગાવી વઘાર કરી ઢોકળાને બન્ને બાજુ ગ્રિલ કરો. આ જ રીતે બધા સેન્ડવીચ ઢોકળા તૈયાર કરી ગરમા ગરમ સર્વ કરો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

તમારા બધા પર 2050 સુધી કેવો જોવા મળશે શનિનો પ્રભાવ, જાણો શાસ્ત્ર શું જણાવે છે…

ટ્વિટર પર પ્રશ્નનો મારો,’ખર્ચો ટ્રમ્પ જોડેથી લેશો કે પછી અમારા રૂપિયે જ લીરાલહેર’