in

શું તમે કોઈ દિવસ સફરજનની જલેબી ખાધી છે, નથી ખાધી તો જાણી લો ઘરે બનાવવાની રેસિપી

જલેબીનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે. જલેબી મેંદાની હોય , અડદ દાળની હોય , મુંગદાળની હોય કે પછી બ્રેડ ની ચાશણીમાં ડૂબેલી જલેબી કોને નઈ ભાવતી હોય. શું તમે કોઈ દિવસ સફરજનની જલેબી ખાધી છે ?આજે અમે તમને જણાવવા જઈ રહ્યા એની રેસિપી :

Advertisements

સામગ્રી :

– 2 સફરજન

– 3 કપ મેંદો

– બે ચમચી ખાંડ

Advertisements

– બે મોટા ચમચા તેલ

– 1 કપ પાણી

– એક ચોથાઈ ચમચી લીંબુનો રસ

Advertisements

– એક ચોથાઈ ચમચી ઈલાયચી પાવડર

– 1/2 વાડકી કાપેલા કાજુ

– ગુલાબની કેટલીક પાંખડીઓ

Advertisements

બનાવવાની રીત :

– સૌથી પહેલા આપણે જલેબી બનાવીશું. એના માટે એક ચોથાઈ ગરમ પાણીમાં ખાંડ નાખીને ઓગાળી લો અને એને થોડા સમય માટે અલગ રાખી દો.

– હવે એક વાસણ લો એમાં મેંદો, તેલના કેટલાક ટીપા અને તૈયાર ખાંડનું મિશ્રણ નાખીને બેટર તૈયાર કરી લો. હવે તમારું બેટર તૈયાર છે એને બાજુમાં રાખી દો.

Advertisements

– હવે આપણે ચાશણીની તૈયાર કરશું. એના માટે તમારે ખાંડ અને પાણીને ઉકાળી લો. જયારે એમાં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દેવો.

– હવે એમાં લીંબુનો રસ,ઈલાયચી પાવડર ઉમેરો અને એને ત્યાં સુધી ઉકાળો પણ જ્યાં સુધી એક તારની ચાશણી બનીને તૈયાર થઇ જાય.

– હવે આપણે જલેબી તળીશું. એના માટે એક પેનમાં તેલ ગરમ કરો.

Advertisements

– સફરજનના ટુકડાને મેંદાનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એમાં બોળીને તેલમાં નાખો.

– એને ધીમા ગેસે ત્યાં સુધી તળો જ્યાં સુધી ગોલ્ડન ના થઇ જાય.

– જલેબીઓ તળ્યા પછી એને બે મિનિટ માટે ચાસણીમાં નાખીને કાઢી લો.

Advertisements

– તમારી સફરજનની જલેબી બનીને તૈયાર છે. હવે એની પર કાપેલા કાજુ અને ગુલાબની પાંખડીઓ સજાવીને એને ગરમ ગરમ પીરસો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ઠંડીની ઋતુમાં ખાઓ સ્વાસ્થ્યવર્ધક ગાજરથી બનેલા અથાણાં, જાણો બનાવવાની સરળ રેસિપી

2020 માં ગુરુ બદલશે પોતાની ચાલ, આ રાશિઓ નું ખુલશે ભાગ્ય, થઈ શકે છે માલામાલ