in ,

મિત્રો કઈ રીતે બનાવશો અને લોકો પર પ્રભુત્વ કઈ રીતે મેળવશો? પુસ્તક સમીક્ષા 

આપણે એટલે કે માણસો સામાજિક પ્રાણી છીએ અને તેથી જ આપણે રહેવા માટે લોકોના સાથ, સહકાર અને હૂંફની પણ જરૂર પડે છે. તે માટે મિત્રોની એક અગત્યની ભૂમિકા છે અને કોઈ પણ મિત્રોને ગુમાવવાં નથી માંગતું. છતાં પણ આપણે ઝગડો થાય અને વાતચીત બંધ થઈ જતી હોય છે. ઘણી વખત નવા મિત્રો બનાવવા પણ એટલા જ અગત્યનાં હોય છે.

તેથી જ ડેલ કાર્નેગી એ લખેલું પુસ્તક ‘How to win friends and influence people’ એક ખરેખર વાંચવાલાયક પુસ્તક છે. 1940નાં દશકમાં લખાયેલ આ પુસ્તકની 1.6 કરોડ થી વધુ કૉપી વેચાઈ ગઈ છે અને હજુ પણ અવિરતપણે તે વેચાઈ રહ્યું છે. પણ આપણી પાસે કદાચ તે માટેનાં સંસાધનો ન હોય કે પછી સમય ન હોય તો ચિંતા કરવા જેવી નથી. તેનાં અગત્યનાં સિદ્ધાંતોને હું લેખમાળા માં સાંકળી લેવાનો છું, જેથી તમને પુસ્તક ની સમીક્ષા મળી શકે.

પુસ્તકની શરૂઆત જે પ્રકરણ થી થાય છે તેનું નામ છે: જો તમારે મધ મેળવવું હોય તે મધપૂડાને છંછેડવો નહીં.

આનો અર્થ એમ કે જો તમારે કોઈ ની પાસે થી કામ કઢાવવું હોય તો તેની સાથે બહુ લમણાંકૂટ કરવી નહીં કે જેથી વ્યક્તિ છંછેડાઈ શકે. પુસ્તકમાં વાત એક અપરાધી ની છે, કે જે પોલીસ એન્કાઉન્ટર ને લીધે મરવાની તૈયારી પર હોય છે. આ અપરાધી એ કેટલાંય ખૂન, બેંક ની તોડફોડ અને લૂંટ કરી હોય છે અને પોલીસને એમ કે મરતાં સમયે એના મુખ પર ગ્લાનિ હશે પરંતુ તે તો તેના પર ગર્વ કરતો હતો. અધૂરામાં પૂરું અપરાધીએ પોતાનાં બધાં જ ગુનાને જસ્ટીફાઈ પણ કરી દીધાં અને ઉપર થી તે તો પોતાને હીરો માનતો હતો. પ્રકરણમાં વધુમાં એક સંશોધન આપ્યું છે કે જેમાં ગુનેગારોનો સર્વે દર્શાવાયો છે અને તેમાંથી મોટા ભાગનાં લોકો પોતાને સાચાં જ સમજતાં હતાં.

બસ આ જ રીતે આપણાં આજુબાજુના લોકો પણ છે, જેમાં આપણા સગાસંબંધી અને મિત્રો પણ શામેલ છે કે જેઓ પોતાને સાચાં જ સમજતાં હોય છે તેથી તેમને નાની નાની વાતમાં સુધારવા માટે પ્રયત્ન કરવાં,  તે અંગેની બહસ કે ચર્ચા બહુ નુકસાન ન હોય તો ટાળવી. તમને કોઈ સુધારવા આવે તો જે રીતે તમારા ગર્વ પર પ્રહાર થાય બસ તે જ રીતે અન્ય લોકોને પણ થતું હોય છે અને એનાથી કામ બગડી શકે છે.

તો બસ આજ વાક્ય ને સોનાની તકતી પર જડાઈ રાખવું હોય તો રાખી દો કે: જો તમારે મધ મેળવવું હોય તે મધપૂડાને છંછેડવો નહીં. અને આનો ઉપયોગ ઓફિસ, ઘર કે પછી મિત્રમંડળમાં થઈ શકે એટલો કરો અને પછી એની શું અસર થાય છે તે જુઓ અને કહો.

પુસ્તકનાં બાકીનાં પ્રકરણમાં શું છે તે જાણવા માટે લેખક અને વેબસાઈટ સાથે જોડાયેલાં રહો.

નોંધ:- લેખક ને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફૉલો કરી શકાય છે. સાથે જ લેખ કેવો લાગ્યો તેનો મેસેજ પણ મોકલી શકાય.

ટિપ્પણી

ઓહ ! ગોવામાં આવેલું આ ગામ વર્ષમાં માત્ર એક જ મહિનો દેખાય છે

16 જુલાઈ, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ