in , , , ,

ધ્યાન કઈ રીતે કરશો? પાર્ટ-1

ગયા અંક માં આપણે જોયું  કરવા ના કેટલા બધા ફાયદા છે? ધ્યાન કઈ રીતે કરી શકાય અને આપણા મન ને આરામ કઈ રીતે આપી શકાય તેના વિશે આજ ના લેખ માં તમને ખબર પડશે.

મને ટ્વિટર/ ઇન્સ્ટાગ્રામ માં @harshil_s_mehta અને ફેસબુક માં @harshil.mehta.5030 પર ફોલ્લો કરજો. અને લેખ કેવો લાગ્યો તે વિશે ચોક્કસ થી કહેજો.

પ્રથમ વાત એમ કે ધ્યાન કરવા ના કોઈ એક ઉપાય નથી. તેના માટે ના સેંકડો ઉપાયો છે. તેને આપણે આપણી સુવિધા અને અનુકૂળતા મુજબ કરી શકીએ છીએ. મહર્ષિ પતંજલિ એ અષ્ટાંગ યોગ માં 5મુ અંગ ધ્યાન ગણાવ્યું છે. તેથી ધ્યાન નું મહત્વ ત્યાં થી શરુ થાય છે.

તમે જો કોઈ ધ્યાન ધરતા હોવ તો તે રીત ચલાઉ રાખો તેને અચાનક થી બદલી દેવા ની કોઈ જ જરૂર નથી. તમે સાચા જ છો. અત્યારે ધ્યાન ધરવા માટે કેટલીક શિબિરો અને કેન્દ્રો ચાલતા હોય છે તો ત્યાં ચોક્કસ જઈ શકાય. કારણ કે તેમાં તમને વ્યક્તિગત રીતે માર્ગદર્શન મળશે. પણ હા, ટ્રેનર અનુભવી હોય એ જરૂરી છે.

તમે યુટ્યુબ પર સર્ચ મારશો તો પણ ધ્યાન કરવા ની કેટલીય ટ્રીક મળી જશે. ગૂગલ પર પણ એવા કેટલાય લેખ લખ્યા હોય છે. પરંતુ આપણે કઈ રીતે ધ્યાન ધરવું? તેમાં થી સિલેક્ટ કરી શકીએ છીએ.

હું આજે તમને એકદમ સિમ્પલ રીત બતાવીશ. આ જે રીત બતાવું છું તે અન્ય ધર્મ ના લોકો માટે અને નાસ્તિકો માટે પણ એટલી જ ઉપયોગી છે. ધ્યાન ધરવા માટે સવાર નો 4 થી 5 નો સમય ઉત્તમ હોય છે, કારણ કે ત્યારે સંપૂર્ણ શાંતિ નો અનુભવ જ થશે. વાતાવરણ શાંત હોય છે અને અન્ય લોકો નો શોરબકોર પણ નથી હોતો. જો સવાર નો સમય શક્ય ના હોય તો દિવસ માં ગમે ત્યારે કરી શકાય.

સૌથી પહેલા સમતલ જમીન પર આસનિયું લઇ ને બેસી જાવ. તમે પદ્માસન માં હોવ તે વધુ હિતકારી છે. પણ જો પગ ની સમસ્યા હોય તો અર્ધપદ્માસન કે પછી સીધી પલાંઠી વળી ને પણ બેસી શકાય. ફાવે નહિ તો ખુરસી પર પણ બેસી શકો. પણ શરત એટલી જ છે કે, તમારી કરોડરજ્જુ ટટ્ટાર હોવી જોઈએ. જે રીતે બેસો તે રીતે ફ્લેક્સિબલ બેસો.

હવે તમે તમારા શ્વાસ ને ગણો. એક શ્વાસ પૂર્ણ થાય એટલે 1 પછી 2,3,4 એમ કરીને 100 સુધી ગણો. આ દરમ્યાન તમારે ઊંડા શ્વાસ લેવા ના છે અને તમારું મગજ માત્ર શ્વાસ પર જ ધ્યાન રાખશે. તેના સિવાય કોઈ પણ વિચાર નથી કરવા ના… પણ તમને શરૂવાત માં વિચાર આવશે તો તેને રોકો નહિ પરંતુ શાંતિ થી તમારું ધ્યાન તમારા શ્વાસ પર લાવી દેવા નો પ્રયત્ન કરો. પણ હા, આગળ જતા તમને અનુભવ થઇ જશે.

જયારે તમારે 100 ગણાય જશે તો તમને શાંતિ નો અનુભવ થશે. તમારે સતત આ ધ્યાન ધરવા નું છે. કારણ કે તો જ તમને એનો લાંબા ગાળા નો ફાયદો મળશે.

હું તમને પછી ધ્યાન કરવા નો બીજો એકાદ ઉપાય પણ બતાવીશ. પણ તેના પહેલા તમારે તમારા અનુભવ ને મારા સુધી પહોંચાડવા પડશે. તમને ધ્યાન કરવા થી કેવું લાગ્યું તે કોમેન્ટ કરો અથવા તો મને મેસેજ કરો અને તમારા અનુભવ વિષે કહો એટલે હું પછી જ ધ્યાન કરવા ની બીજી એક રીત પણ બતાવીશ.

ટિપ્પણી

રાશી મુજબ જાણો લકી ચાર્મ,કમાલ કરી સકે છે તેમનો સાથ

આ ટોચના ક્રિકેટર કારકિર્દીના પ્રારંભિક દિવસોમાં કંઈક આવા લાગતા હતા, હવે બદલાઈ ગયો છે લુક