પાવરફૂલ બનવા ની સહેલી રીતો-2

Please log in or register to like posts.
News

જો તમે પેહલો ભાગ ના વાંચ્યો હોય તો આ રહ્યો નીચે

પાવરફૂલ બનવા ની સહેલી રીતો 

બરાબર વાંચ્યું તમે… હું અત્યારે એક પુસ્તક ની સમીક્ષા આપી રહ્યો છું. એ પુસ્તક નું નામ છે  ’48 લૉ ઓફ પાવર’. આ પુસ્તક આખું વાંચશો તો તમને ખ્યાલ આવશે કે તમે પણ પ્રભાવશાળી કઈ રીતે બની શકો. અમુક જણા એ મને એમ કીધું કે તમે બધે બધી ટ્રીક આપી દો પણ ના હું એ રીતે બધી ટ્રીકસ ના આપી શકું કારણ કે એ પુસ્તક નો કોપી રાઇટ હોય એટલે માત્ર અમુક સારી સારી ટ્રીકસ વિષે જ જણાવાય.

 

ઇન્સ્ટાગ્રામ માં @harshil_s_mehta પર અને ફેસબુક @harshil.mehta.5030 પર મને ફોલ્લૉ કરજો તથા લેખ કેવો લાગ્યો એ જણાવજો.  હું તમને નવી નવી ટ્રીક આપતો જ રહીશ.

 

9 માં નિયમ માં એમ કહેવાયું છે કે, “હંમેશા તમારી એકશન થી જીતો, દલીલો થી નહીં”. અમુક જણા ને એવી ટેવ હોય કે જ્યાં જોવો ત્યાં ગમે તેની જોડે બહસ કે દલીલો કરવા બેસી જાય. આ ટેવ બહુ જ ખરાબ છે. કારણ કે જયારે પણ તમે સામે ની વ્યક્તિ ને ખોટો પાડવા નો પ્રયત્ન કરો ત્યારે તે પોતાની જાત ને ખોટો નહિ મને પરંતુ તમને ઉતારવા નો પ્રયત્ન કરશે. તેથી આવા વાદ-વિવાદ માં જીતવા નો એક જ રસ્તો છે કે “તમે વાદ છોડી દો.” તમે એને તમારી એકશન થી હરાવો. તમે બતાવો કે તમે સાચા જ હતા પરંતુ બોલી ને નહિ, કામ કરીને. જેથી સામે ના વ્યક્તિ ના મન માં તમારી નેગેટિવ છાપ પણ નહિ બને.

 

10 મોં નિયમ છે કે, “હંમેશા ઉદાસ અને કમનસીબ માણસ થી દૂર રહો.” હંમેશા એક વસ્તુ નોંધજો કે જયારે તમે ઉદાસ માણસ જોડે જશો તો તમારું મન પણ ઉદાસ થઇ જશે. તેથી જ આવા માણસો થી દૂર જ રહેવું. આ વ્યક્તિઓએ તો જીવન માં કશું કર્યું જ નથી પણ તેમની નિરાશાઓ પણ તમને આપી ને જશે. અને કમનસીબ વ્યક્તિઓ નું પણ એવું જ છે. જો આવા વ્યક્તિઓ મળે તો તેમને અવોઇડ કરો અને જો શક્ય ના હોય તો બહુ જ થોડા શબ્દો માં વાત કરો.

 

11 માં નિયમ માં એમ કહે છે કે “લોકો ને તમારા આધારિત રાખવા નું શીખી જાઓ.” એનો અર્થ એમ થાય કે જો તમારા વગર લોકો રહી શકતા હોય તો તમારો આદર નહિ કરે અને તે કામ તમારા વગર પણ કરી લેશે. એટલે બેસ્ટ વે કે તમે એ લોકો ને તમારા આધારિત રાખો। કોઈ દિવસ કામ શીખવાડી ના દો. તેમને હંમેશા તમારી જરૂરત પડે તેવું કૈક કરો જેથી તમને એ લોકો માન અને સમ્માન આપે. આવું કરવા થી તમને એક સ્વતંત્રતા પણ મળશે. તેથી હંમેશા લોકો ને તમારી આધારિત રાખો પણ તમે કોઈના આધારિત બને ત્યાં સુધી ન રહો.

 

16 મો નિયમ કહે છે કે, “તમારા માન માટે ગેરહાજરી નો ઉપયોગ કરો.” તમે જ્યાં સૌથી વધારે જતા હશો ત્યાં તમારી ઈજ્જત નહિ હોય અથવા તો બહુ જ ઓછી હશે. તેથી જો તમારું કોઈ ગ્રુપ છે તો તમે તમારી વધુ ઈજ્જત થાય તેના માટે ગેરહાજર રહો. એક વસ્તુ યાદ રાખવી કે જેટલું તમે વધુ ભળશો તેટલું તમારું અપમાન વધુ થશે.

 

આ આપ્યા મેં અમુક સારા લગતા નિયમો. હજુ વધુ કેટલાક નિયમો આ જ પુસ્તક ના આપીશ. પણ તમે મને ફોલ્લૉ કરવા નું અને લેખ વિષે કહેવા નું ના ભૂલતા.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.