20 સેકન્ડમાં તમારો સ્માર્ટફોન હેક થઇ શકે છે! રોકો આમ

Please log in or register to like posts.
News

શું તમે મોબાઇલ ફોન વગર તમારો એક દિવસ પણ પસાર કરવાનું વિચારી શકો છો? આજ કાલના સમયમાં મોબાઇલ ફોન આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. અને આપણી બેંક ડિટેલથી લઇને અન્ય ધણી મહત્વની માહિતી આપણા ફોનમાં આપણી સાથે ફરતી હોય છે. ત્યારે શું તમને ખબર છે કે કોઇ સારા હેકર્સ માટે તમારો ફોન હેક કરવા માટે 20 સેકન્ડ કરતા પણ ઓછા સમય લાગે છે. એટલું જ નહીં ખાલી 20 સેકન્ડમાં તમારી જાણ બહાર તે કોઇ અન્ય વ્યક્તિને આ જાણકારી મોકલી શકે છે. ત્યારે સવાલ તે આવે છે કે આ સાયબર હૈકિંગથી કેવી રીતે બચવું? ત્યારે આજે અમે તમને સાયબર હૈકિંગથી તમારા સ્માર્ટફોનને કેવી રીતે બચાવવો તે અંગે જણાવીશું.

20 સેકન્ડમાં હેક

20 સેકન્ડમાં હેક

ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવીના એક શો પર એથિકલ હેકર્સ સાકેત મોદીએ કેન્દ્રીય સૂચના પ્રૌદ્યોગિક મંત્રી રવિશંકર પ્રસાદની સામે 20 સેકન્ડમાં એક એપ ઇનસ્ટોલ કરીને મોબાઇલ ફોન હેક કરીને બતાવ્યો. ઉલ્લેખનીય છે કે દેશમાં 30 કરોડ સ્માર્ટ ફોન યુઝર્સ છે. અને ગણતરીની સેકન્ડમાં કોઇ પણ વ્યક્તિનો ફોન હેક કરીને તેની મહત્વ પૂર્ણ જાણકારીનો દૂરઉપયોગ કરી શકાય છે.

હેકિંગથી બચાવ

હેકિંગથી બચાવ

ન્યૂઝ ચેનલ ઇન્ડિયા ટીવી પર એક એથિકલ હેકર્સે સાકેત મોદીએ 20 સેકન્ડમાં મોબાઇલ હૈક કરીને બતાવ્યો હતો. સાથે જ તેનાથી બચવાની રીત પણ શીખવી હતી. જેમાં તમે થોડી સાવધાની રાખી આ મુશ્કેલીથી બચી શકો છે. સૌથી પહેલા તો તમારે ક્યારેય કોઇ અજાણ્યા વ્યક્તિને તમારો મોબાઇલ વાપરવા માટે ન આપવો જોઇએ.

હેકિંગથી બચાવ

હેકિંગથી બચાવ

સાથે જ ફોનમાં હાજર એપને સિક્યોરીટી ફિચર સાથે લોક રાખવું જોઇએ. સાથે જ મોબાઇલમાં કોઇ પણ એપ ઇંસ્ટોલ કરતી વખતે તેને તમારી ફોનબુક, કેમેરા, મેસેજ એક્સેસની અનુમતિ ના આપવી જોઇએ. અને જો તમે તેવા કોઇ એપને થોડા સમય માટે છૂટ આપો પણ છો તો જ્યારે તમારું કામ પૂર્ણ થઇ જાય ત્યારે તેને ડિસેબલ કરી દો.

એપ

એપ

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ મોબાઇલ સિક્યોરીટી માટે બે એપ જાહેર કર્યા છે. જે તમારા મોબાઇલ ફોનની સુરક્ષામાં મદદ કરી શકે છે. સાથે જ તમે પણ તમારા મોબાઇલ ફોનને ફિંગર પ્રિન્ટ ઓપશનથી લોક રાખી શકો છો. ખાસ કરીને તમારા એસએમએસ ક્યાં જ્યારે ઓટીપી માટે મેસેજ આવે છે તેને સુરક્ષિત અને સિક્યોરીટી એપ દ્વારા લોક રાખવો જરૂરી બની જાય છે.

 

Source: Oneindia

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.