in

5 રૂપિયા ની દવા કઈ રીતે બની જાય છે 106 ની, આ છે દવાખાનાઓ અને દવા કંપનીઓ નો ખેલ

નફો કમાવા ની લાલચ માં પ્રાઇવેટ દવાખાનાઓ ને સરકાર અને સરકારી કાયદા ની કોઈ ચિંતા નથી. પોતાના નફા માટે ના માત્ર સરકાર દ્વારા બધા ને સસ્તો ઈલાજ આપવા ની વાત ના ધજ્જિયા ઉડાવા માં આવી રહ્યા છે,પરંતુ મરિજો ના જીવ થી પણ ખેલ કરવા માં આવી રહ્યો છે. આ કામ માં એમનો સાથ કેટલાક મેડિકલ ડિવાઇસ અને ફાર્મા કંપનીઓ પણ આપી રહી છે. જોકે આ બાબત ખૂલ્યા પછી એક બીજા પર આક્ષેપ લગાવવા માં આવી રહ્યો છે. ફાર્મા અને મેડિકલ ડિવાઇસ ઇંડસ્ટ્રી ની સાથે ડોક્ટર પણ પ્રાઇવેટ હોસ્પિટલ ને જ આ કામ માં મુખ્ય દોષી માની રહ્યા છે. અહીયાં સુધી કે હોસ્પિટલ ને પોતાના ઉપર લાગી રહેલા ગંભીર આક્ષેપો ની પણ ચિંતા નથી. ત્યાં જ સરકાર ના નિયમો માં પણ લૂપ-હોલ સામે આવ્યું છે.

કેવી રીતે થઈ રહ્યું છે આખું ખેલ

1 5 રૂપિયા ની દવા થઈ જાય છે 106 રૂપિયા ની

એનપીપીએ ના ડેપ્યુટી ડાઇરેક્ટર આનંદ પ્રકાશ થી મળેલી રિપોર્ટ મુજબ પ્રાઇવેટ હોસ્પિટલ મરિજો ને લૂટવા માં એવી રીતે લાગ્યા છે કે 5 રૂપિયા ની દવા ખરીદી ને એને 106 રૂપિયા માં વેચી રહ્યા છે. એ લોકો પ્રાકયોરમેંટ માં 5 રૂપિયા ની દવા ખરીદે છે અને એની ઉપર એમઆરપી 106 રૂપિયા કરી દે છે. ત્યાં જ,13.64 ની સિરિંજ ખરીદી ને એની એમઆરપી 189.95 કરી દેવા માં આવે છે. રિપોર્ટ માં આવી ઘણી દવા અથવા કંજયુમેબલ્સ ની વાત છે જેમાં 250 ફિસદી થી 1737 ફિસદી સુધી માર્જિન લેવામાં આવ્યું છે એટ્લે મરિજો ના ખીસા 17 ટકા વધારે કાપવા માં આવ્યા.

2 નોન શિડ્યુલ્ડ દવાઓ નો વપરાશ વધારે

રિપોર્ટ મુજબ હોસ્પિટલ ના તરફ થી એજ દવાઓ લખવા પર ભાર મૂકવામાં આવે છે,જે સરકાર ની જરૂરી દવાઓ ની લિસ્ટ માં શામેલ ના હોય. સાચે તો જરૂરી દવા ની લિસ્ટ માં શામેલ દવાઓ ની વધારે પડતી કિંમત સરકાર નક્કી કરે છે,જેના થી વધારે કિંમત લેવા પર પેનલ્ટી લેવામાં આવે છે. આના થી બચવા માટે હોસ્પિટલ બિલ માં શામેલ દવાઓ ના બદલે નોન શિડ્યુલ્ડ દવાઓ ને વેચે છે,જેમાં એમઆરપી થી ખીલવાડ કરવા ની છૂટ મળી જાય છે.

3 નિયમો નો આવી રીતે કાઢ્યો તોડ

હોસ્પિટલો ને સરકારી કાયદા ની પણ બીક નથી. આના લીધે જ આ લોકો આ દવાઓ પર પણ એમઆરપી વધારી દે છે,જેમની રીટેલ પ્રાઇસ સરકારે નક્કી કરી છે. બીજી બાજુ કેટલીક ફાર્મા કંપનીઓ ચાલાકી કરી ને  શિડ્યુલ્ડ દવાઓ ના જ બેઝ પર નવા ડ્રગ્સ અથવા ઍફડીસી બનાવી રહ્યા છે,જે પ્રાઇસ કંટ્રોલ ની સીમા થી બહાર આવી જાય છે.

4 મુકદમા બાજી ની પણ બીક નહીં

ઓવરચાર્જિંગ ના વિષય માં સરકાર ડબલ પેનલ્ટી લગાવે છે. કંપનીઓ થી એકસ્ટ્રા રકમ વસૂલવા નો કાયદો છે. તો પણ આના પછી પણ કેટલીક કંપનીઓ વગર બીકે ઓવરપ્રાઇસિંગ કરી રહી છે એક રિપોર્ટ ના પ્રમાણે ઓવરચાર્જિંગ ના કુલ મામલા માં 90 ટકા કિસ્સા માં તો મુક્દમાબાજી જ ચાલી રહી છે. 2600 કરોડ રૂપિયા થી વધારે બાકી છે જે સરકાર ને દવા કંપનીઓ થી વસૂલવાનું છે. વધારે પડતાં કિસ્સા આવી રીતે જ ખેચાતા જાય છે ,જેના લીધે કંપનીઓ વારંવાર આવું કરી રહી છે.

બગડી શકે છે ઇંડસ્ટ્રી નું ઇકોનોમિક્સ

અસોશિએશન ઓફ ઇંડિયન મેડિકલ ડિવાઇસ ઇંડસ્ટ્રી ના ફાઉન્ડર અને ફોર્મર કોઓર્ડિનેટર રાજીવ નાથ એ પણ માન્યુ છે કે પ્રાઈવેટ હોસ્પિટલો ની આ લૂટ માં કેટલીક મેડિકલ ડિવાઇસ કંપની પણ શામેલ છે. જો કે એમનું કહવું છે કે આખી ઇંડસ્ટ્રી ની ઇમેજ માત્ર કેટલીક કંપનીઓ જ બગાડી રહી છે જે નફા ની લાલચ માં પ્રાઇવેટ હોસ્પિટલ ના દબાવ માં આવી ને એમઆરપી થી ખીલવાડ કરી રહી છે. એમનું કહવું છે કે અમારી તરફ થી સાફ સંદેશ છે કે એ કંપનીઓ આવું કરવાનું બંધ કરે,નહીં તો સરકાર સ્ટેટ ની તર્જ ઉપર ઘણી ઉપયોગી મેડિકલ ડિવાઇસ ની કિમંત 70 થી 80 ટકા ઓછી રકમ પણ નક્કી કરી શકે છે. આવું થતું રહ્યું તો ઇંડસ્ટ્રી નું આખું ઇકોનોમિક્સ જ બદલાઈ જશે.

સરકાર ની તરફ થી પણ છે લૂપ-હોલ

ઇંડસ્ટ્રી ના જાણકારો નું માનવું છે કે વગર સરકારી લૂપ-હોલ ના આ ખેલ નથી ચાલી રહ્યો. સરકાર દવાઓ ની કિંમત તો નક્કી કરે છે,પરંતુ એની મોનિટરિંગ ના માટે કોઈ એવું મજબૂત સિસ્ટમ નથી,જેના થી મૈન્યુફૈક્ચરર્સ માં બીક બને. ત્યાં જ,સરકાર હજુ સુધી બધી પ્રોડક્ટ પર ટ્રેડ માર્જિન નક્કી નથી કરી શકી. મેડિકલ ડિવાઇસ ઇંડસ્ટ્રી સતત ટ્રેડ માર્જિન નક્કી કરવા ની માંગ કરી રહી છે. જો આવું થાય છે તો જાતે જ એમઆરપી ના ખેલ પર પાબંધી લાગી જશે.

ફાર્મા ઇંડસ્ટ્રી એ હોસ્પિટલ નો કાઢ્યો વાંક

ઇંડિયન ફાર્માસ્યુટિકલ્સ આલાયંસ ના સેક્રેટરી જનરલ ડીજી શાહ નું કહવું છે કે દવા કંપનીઓ તો પ્રોક્યોરમેંટ ના સમયે ઓછા માં ઓછી કિમત પર દવાઓ ઉપલબ્ધ કરાવે છે. અહિયાં સુધી કે મૈન્યુફૈક્ચરર એમઆરપી થી પણ ઓછી કિંમત પર દવાઓ આપે છે. પરંતુ આગળ સ્ટોકિસ્ટ થી હોસ્પિટલ પોહચતા પોહચતા એજ દવાઓ ની કિંમત ઘણી વધી રહી છે. આ કામ માં પ્રાઇવેટ હોસ્પિટલ દોષી છે જે અનએથિકલ માર્કેટિંગ પ્રેકટીસ માં લાગ્યા છે. આગળ વાંચો ખરાબ થઈ ફાર્મા ઇંડસ્ટ્રી ની ઇમેજ . . . .

ખરાબ થઈ રહી છે ઘરેલુ ફાર્મા કંપની ની ઇમેજ

શાહ નું કેહવું છે કે જો સરકાર ને લાગે છે કે કોઈ દવા કંપની દોષી છે તો એ એના પર એક્શન લે. આના થી સ્થિતિ વધારે સાફ થશે. સરકાર ની પાસે આ અધિકાર છે કે એ એકસ્ટ્રા રકમ દવા કંપનીઓ થી રિકવર કરી શકે છે. જો કે એમને આ સાફ કર્યું કે લગભગ બધી દવા કંપનીઓ નક્કી કરેલા રેટ પર જ દવા વેચી રહી છે,પરંતુ એમઆરપી ને લઈ ને હોસ્પિટલો પર કોઈ કંટ્રોલ નથી. ત્યાં જ, હોસ્પિટલો ની આ હરકતો ના કારણે ઇંડિયન ફાર્મા ઇંડસ્ટ્રી ની ઇમેજ ના માત્ર ઈન્ડિયા પરંતુ આખી દુનિયા માં ખરાબ થઈ રહી છે.

આ વિડિયો માં જુઓ દવા ના નામ પર મૌત નો વેપાર કઈ રીતે થઈ રહ્યો છે

મિત્રો Motivation Speakerવિવેક બિંદ્રા એ જ્યારે ડોક્ટરો ની પોલ ને આખી રીતે ખોલી દીધું અને સચ્ચાઈ ને બધા ની સામે મૂક્યું તો લૂટેરા ડોક્ટરો એ એમની વિરુદ્ધ મુકદમો કરી દીધો. . .  આ વિડિયો માં જુઓ કેવી રીતે એમણે ડોક્ટરો ની પોલ ખોલી

આ વિડિયો માં MBBS, MDડોક્ટર પોતે બતાવી રહી છે કે કેવી રીતે પૈસા માટે પેટ કાપી રહ્યા છે ડોક્ટર.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
ટિપ્પણી

10મા ધોરણ માં 4 વિષયો મા નાપાસ હતો છોકરો, પિતા એ એના પછી શું કર્યું એ જાણી ને તમને પણ વિશ્વાસ નહીં થાય

ઘણી સુંદર છે ગબ્બર સિંહ ની છોકરી, આ ફિલ્મ થી કરવા જઈ રહી છે બોલીવુડ માં એન્ટ્રી