10 દિવસમાં આધારકાર્ડ દ્વારા પાસપોર્ટ મેળવતા શીખો અહીં

Please log in or register to like posts.
News

પાસપોર્ટ મેળવવા હવે તમારે મહિનાઓ સુધી રાહ જોવાની જરૂર નથી. હવે તમે તમારો પાસપોર્ટ 10 દિવસમાં મેળવી શકો છો. ઝડપી પાસપોર્ટ બનાવવા માટે તમારે આધારકાર્ડની કોપી જમા કરાવવી પડશે. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો પર અરજદારના ફોજદારી રેકોર્ડની ચકાસણી કરવા માટે વિદેશ મંત્રાલય આધારકાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે. હવે રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરોના ડેટાબેઝની મદદથી અરજદારના ફોજદારી ઈતિહાસની માહિતી જાણવા સક્ષમ રહેશે.  પહેલા પાસપોર્ટ બનાવવામાં મહિનાઓ થઈ જતા પણ હવે માત્ર કેટલાક દિવસોમાં જ તમે પાસપોર્ટ મેળવી શકશો. તમે એક શરતે પણ 10 દિવસમાં પાસપોર્ટ મેળવી શકશે. આ શર્ત એ છે કે પાસપોર્ટ મળ્યા બાદ તેણે પોલીસ તપાસ કરાવવી પડશે. ત્યારે આધારકાર્ડ દ્વારા ઝડપી પાસપોર્ટ કેવી રીતે મળશે અને તે માટે કંઈ પ્રક્રિયા કરવી પડશે તે જાણો અહીં.

 આધારકાર્ડ

આધારકાર્ડ

જો તમારી પાસે આધારકાર્ડ નથી તો ઓનલાઈન પાસપોર્ટની અરજી કરતા પહેલા તમે આધારકાર્ડ માટે અરજી કરો, નજીકના આધારકાર્ડ નોંધણી કેન્દ્ર પર જઈ તમારે અરજી કરવી પડશે. યાદ રાખો કે આધારકાર્ડની ઓનલાઈન અરજી થઈ શકતી નથી. કારણ કે આધારકાર્ડ બનાવતી વખતે તમારી આંખ અને આંગળીઓને સ્કેન કરવામાં આવે છે અને આ પ્રક્રિયા માત્ર આધાર કેન્દ્ર પર જઈને જ થઈ શકે છે.

આ વાતો યાદ રાખો

આ વાતો યાદ રાખો

અરજદારે ઓનલાઈન અરજી ભરવી પડશે. આધારકાર્ડને ઓળખ અને સરનામાના પુરાવા પણ આપવા પડશે. અરજદારને ત્રણ દિવસમાં નોંધણી મળશે. અને આગામી 7 દિવસમાં અરજદારને આપેલા સરનામે પોતાનો પાસપોર્ટ મળી જશે.

10 દિવસમાં પાસપોર્ટ મેળવા માટે અનુસરો આ પગલાં

10 દિવસમાં પાસપોર્ટ મેળવા માટે અનુસરો આ પગલાં

સ્ટેપ 1
ઓનલાઈન પાસપોર્ટની અરજી ભરવા માટે પાસપોર્ટ સેવા પોર્ટલ પર સાઈન અપ કરો. તેના પર જઈ “ન્યુ યુઝર્સ”ની નીચે “હાલ નોંધણી કરો” ઓપશન હશે તેની પર ક્લિક કરો. ત્યારબાદ નવું પેજ ખુલશે.

સ્ટેપ-2

સ્ટેપ-2

આ નવા પેજમાં અરજદારે નીચે જણાવેલું વિવરણ ભરવું પડશે, જેમાં પાસપોર્ટ કાર્યાલયનું નામ, જન્મ તારીખ, ઈમેલ આઈડી, લૉગીન આઈડી, પાસવર્ડ, આ બધી માહિતી ભર્યા બાદ ઈમેજ કોડ નાખો અને “રજીસ્ટર” બટન પર ક્લિક કરો.

સ્ટેપ-3

સ્ટેપ-3

અરજદારે રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન નોંધાવેલ ઈમેલ આઈ ડી પર ઈમેલ મેળશે. ઈમેલમાં આપેલી લીંક પર ક્લિક કરી ખાતુ સક્રિય કરો.

સ્ટેપ:

સ્ટેપ:

સ્ટેપ-4
લૉગ ઈન કરવા માટે યુઝરનેમ અને પાસવર્ડ ટાઈપ કરો અને ફરી “એપ્લાય ફોર પાસપોર્ટ /રી ઈસ્યુ પાસપોર્ટ” પર ક્લીક કરો.

સ્ટેપ-5
તમને વિકલ્પ-1 અને વિકલ્પ-2 નામના બે વિકલ્પોની પસંદગી કરવી પડશે. કારણ કે તમે ઓનલાઈન પ્રક્રિયાનો ઉપયોગ કરી રહ્યા છો, તમારે વિકલ્પ-2 “ક્લીક હીયર ટુ ફીલ આઉટ ધ એપ્લીકેશન ફોર્મ” પર ક્લીક કરવાનું રહેશે.

સ્ટેપ-6

સ્ટેપ-6

અપોઈન્ટમેન્ટનો સમય નક્કી કરવા માટે “વ્યુ સેવ્ડ/ સબમિટ એપ્લિકેશન” પેજ પર જઇ “પેમેન્ટ એન્ડ શિડ્યૂલ્ડ એપોઇન્ટમેન્ટ” પર ક્લિક કરો. ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ અથવા ઓનલાઈન બેંકિગ દ્વારા ચુકવણી કરો. ત્યાર બાદ ડિપોઝીટ એપ્લીકેશનની પ્રિન્ટ આઉટ લો.

પગલું-7

પગલું-7

પ્રિન્ટ લીધેલી આ અરજી ફોર્મ સાથે આધારકાર્ડની એક કોપી જોડી પાસપોર્ટ સેવા કેન્દ્રમાં જમા કરાવો. આધાર કાર્ડની મદદથી માત્ર 10 દિવસમાં તમે ઝડપથી પાસપોર્ટ મેળવી શકશો. જો તમને આ આર્ટીકલની જાણકારી ગમી હોય તો તેને શેયર કરવાનું ના ભૂલતા. જેથી અન્ય લોકોને પણ આ સહાય મળે.

 

Source: Oneindia

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.