બોડિંગનાં સંસ્મરણો

Please log in or register to like posts.
News

1) કોઈને નામથી તો બોલાવવાનાં જ નહિ.

2) કપડા તો જાણે રવિવારીમાં વેચવા મુકયા હોય એમ ઢગલો કરીને રાખવાના

3) જેને બહાર જવુ હોય ત્યારે જે કપડા હાથમા આવે એ પહેરી લેવાના (આપણા છે કે બીજાના એ નય જોવાનુ)

4) કોલેજ પહોચ્યા પછી જેના કપડાની ઉઠામણી કરી હોય તેના મોં ની સાંભળવાની

5) રુમની સફાઈ કરવા માટે વારા રાખવાનાં અને જે દિવસે આપણો વારો હોય ત્યારે જ ‘જરુરી વહીવટ’ પતાવવાનાં બહાને છટકબારી કરવાની

6) દર બે દિવસે નવા સ્લીપર કે ચપ્પલ લાવીને રુમમા ઢગલો કરવાનો જાણે કે ચપ્પલની રંગોળી બનાવી હોય

7) જે મિત્ર સિગારેટ ના પીતો હોય એને જ સિગારેટ ઓફર કરવાની

8) એમા પણ જો માચીસ ન મળે તો ધમાલ કરી નાખવાની, ગાદલા ઉથલાવી નાખવાના

9) કોઈ ફ્રેન્ડ મોબાઈલમા વાગતા ગીત સાથે પોતે પણ ગાતો હોય તો અચાનક મોબાઈલ બંધ કરીને એ મિત્ર ગાયક નો અવાજ ખરેખર કેવો છે તેનું ભાન કરાવવાનુ

10) ભુલથી પણ કોઈ વાંચવા બેસે તો ત્યારે જ મુવી જોવાનો પ્રોગ્રામ બનાવવાનો

11) મુવી જોવાનુ થાય ત્યારે કોઈ સારા મુવીની શોધમાં પેનડ્રાઈવ લઈને એક રુમથી બીજી રુમે ભટકવાનુ

12) એક લેપટોપમાં એકસાથે 10-15 જણાએ મુવી જોવાનુ અને થિયેટર જેવી ફીલીંગ્સ લાવવાની

13) મુવી જોતી વખતે કોઈ અવાજ કરે તો ફરજીયાત બધાનાં મોં ની એક એક તો સાંભળવાની જ

14) કોઈ એક ને ફોન આવે તો બધાને આગળ મુવી જોવા રાહ જોવડાવવાની

15) કોઈની પાસે મોબાઈલમા સારી ‘ક્લીપ’ આવી હોય તો સમુહમા જ જોવાની

16) રાત્રે મોડેથી ચા પીવા જવાનુ

17) ભાઈબંધ પૈસા માંગે તો ચોખ્ખી ના પાડી દેવાની પણ જો ગર્લફ્રેન્ડ ને બહાર લઈ જવાની હોય તો છુટટા હાથે પૈસા વાપરવાના

18) જો કોઈ સુઈ ગયુ હોય અને કોઈ મિત્રનો ફોન આવે તો શા માટે ફોન કર્યો એ પછી પુછવાનુ અને પેલા તો 10-12 સંભળાવી જ દેવાની

19) પણ એ જગ્યાએ જો ગર્લફ્રેન્ડનો ફોન આવે તો કાપીને સામો કરવાનો અને ‘બોલોને મેડમ’ કે ‘દિકકુ’ જેવા વ્હાલભર્યા સંબોધનથી વાત કરવાની

20) હંમેશા તોફાન જ કરવાના (એકઝામ સિવાયના સમયે) અને આવા સમયે જો ઘરેથી ફોન આવે તો સંસ્કારી બની જવાનુ અને વાત.કરીને આવીને પાછુ એ શેતાની ટોળકીમાં સામેલ થઈ જવાનુ

21) અસાઈમેન્ટ તો કોઈ એકને જ બનાવવાનુ બાકી બધાએ કોપી-પેસ્ટ જ કરવાની

22) એક્ઝામ નજીક આવે તેમ ગંભીર થવાનુ નાટક કરવાનુ પણ વાંચવાનુ તો નઇ જ

23) એક્ઝામને થોડા દિવસોની વાર હોય ત્યારે ટાઈમ ટેબલ બનાવવાનુ પણ તેનુ પાલન નય કરવાનુ

24) દરેક સબ્જેકટને પહેલા ત્રણ દિવસ ફાળવવાનાં પણ પછી એ મુજબ વંચાય નહિ એટલે દરેક માટે બે દિવસ અને છેલ્લે એક એક દિવસ આપવાનો

25) પેપરની આગલી રાત્રે હોંશીયાર ભાઈબંધને ત્યાં પહોંચી જવાનુ અને બે કલાક માં આખો સિલેબસ રિવાઈઝ કરી લેવાનો (I think this friend is a best teacher ever) અને પાસીંગનો મેળ કરી લેવાનો

26) એક્ઝામ સમયે સ્મશાનથી પણ વધારે શાંતિ વાળુ વાતાવરણ બનાવી દેવાનુ

27) કોઈ ગાદલા પર ઉંધે કાંધ પડીને વાંચતુ હોય તો કોઈ બારીમાં બેસીને વાંચતુ હોય તો કોઈ ટેબલ પર ખુરશી મુકીને એના પર ચઢીને ઉચ્ચ અભ્યાસ કરવાનાં ભ્રમમાં વાંચતુ હોય

28) છેલ્લી ઘડીએ આઇ એમ પી સવાલ વાંચવાનાં

29) એક્ઝામ હોલમાં છેલ્લી ઘડીએ જ એન્ટર થવાનું

30) સીટનંબર શોધવાના બદલે પેલા એ તપાસ કરવાની કે કલાસમાં કઈ છોકરી સારી છે

31) માંગેલી પેનથી જ પેપર લખવાનુ કારણ કે છોકરીઓ આપણાં માટે જ તો એકસ્ટ્રા પેન લઈને આવતી હોય છે

32) પેપર પુરુ કરીને કોની બાજુમાં કોણ છોકરી આવી એની ચર્ચા કરવાની, પેપરની નય

33) છેલ્લા પેપરનાં દિવસે રખડવા જવાનું, મુવી જવાનુ, મોજ કરવાની

34) ભાઈબંધોને બસ સ્ટેશને ઉતારવા જવાનુ

35) અને છેલ્લે ફયુચરમાં મળતા રહીશું તેવા પ્રોમીસ કરીને છુટા પડવાનુ……..

આ છે હોસ્ટેલ લાઈફ….

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.