ડાર્ક સર્કલને દૂર કરવાના ઘરેલુ ઉપાય

Please log in or register to like posts.
News

જો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ છે તો એને અવોઇડ કરવા ની જગ્યાએ એને સમજવા નો પ્રયત્ન કરો. એવું ના થાય કે ઘણીવાર થઈ જાય અને તમારી સુંદરતા પર હંમેશા માટે ડાઘો લાગી જાય. ડાર્ક સર્કલ ના માત્ર તમારી સુંદરતા થી જોડાયેલી પ્રોબ્લેમ છે પરંતુ આનો તમારા સ્વાસ્થ્ય સાથે પણ ઊંડો સંબંધ છે. ડાર્ક સર્કલ કોઈને પણ થઈ શકે છે. આ વાતથી કોઈ ફરક નથી પડતો કે તમે સ્ત્રી છો કે પુરુષ.

કેમ થાય છે ડાર્ક સર્કલ ?

ડાર્ક સર્કલ થવાની પાછળ ઘણા કારણ હોઇ શકે છે. વધારે પડતું ટેન્શન લેવાના કારણે આંખોની નીચે કાળા ઘેરા બની જાય છે. આના સિવાય ઓછુ ઊંઘવાથી, હોર્મોન્સ માં પરિવર્તન થવાથી, અવ્યવસ્થિત લાઈફસ્ટાઇલહોવાથી અથવા તો પછી હેરિડીટીના કારણે પણ આંખોની નીચે ડાર્ક સર્કલ બની જાય છે. જોકે બજારમાં એવા ઘણા રાસાયણિક ઉત્પાદન આવેલા છે જે ડાર્ક સર્કલ નો અંત લાવવાનો દાવો કરે છે. પરંતુ જો તમારી સ્કિન સેન્સિટિવ છે તો આ તમારા માટે નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે. આવામાં તમે આ ઘરેલુ નુસ્ખાઓ નો ઉપયોગ કરીને ડાર્ક સર્કલને દૂર કરી શકો છો.

ટામેટા

ડાર્ક સર્કલ ને દૂર કરવા માટે ટામેટા સૌથી સારો ઉપાય છે. આ નેચરલ રીતે આંખો ની નીચેના ડાર્ક સર્કલ નો અંત લાવવાનું કામ કરે છે. સાથે જ આના ઉપયોગ થી ત્વચા પણ કોમલ અને ફ્રેશ બની રહે છે. ટામેટા ના રસ માં લીંબુ ના રસ ના બે-ત્રણ ટીપા મેળવી ને લગાવવા થી જલદી ફાયદો થાય છે.

કાચુ ઠંડુ દૂધ

કાચા ઠંડા દૂધ ની પણ આંખો ની નીચે નું કાળાપણું દૂર થાય છે. કોટન ની મદદથી દૂધ ને આંખો ની નીચે લગાવો. આના થી જલ્દી ફાયદો થશે.

બટાકા

ડાર્ક સર્કલ દૂર કરવા માટે બટાકા નો પણ ઉપયોગ કરી શકાય છે. બટાકા ના રસ ને પણ લીંબુના રસ ના કેટલાક ટીપાં ની સાથે મેળવી લો. આ મિશ્રણ ને કોટન ની મદદ થી આંખો ની નીચે લગાવવા થી ડાઘ સર્કલ નો અંત આવે છે.

ટી બેગ

ઠંડા ટી બેગ્સ ના ઉપયોગ થી પણ ડાર્ક સર્કલ જલદી મટી જાય છે. ટી બેગ ને થોડો સમય પાણીમાં બોળી ને રાખો. એના પછી એને ફ્રીજ માં ઠંડુ થવા માટે મૂકી દો. થોડા સમય પછી એને કાઢીને આંખો પર મૂકી ને ઊંઘી જાવ. દસ મિનિટ સુધી રોજ આવું કરવા થી ફાયદો થશે.

ગુલાબ જળ

ગુલાબ જળ થી ચહેરા ની ઘણી સમસ્યા ઓ જલ્દી થી દૂર થઈ જાય છે. રૂ માં ગુલાબજળ મેળવી ને ડાર્ક સર્કલ પર દસ મિનિટ લગાવો. આનાથી આંખો ફ્રેશ દેખાશે અને ડાર્ક સર્કલ દૂર થશે.

બદામનું તેલ

બદામ નું તેલ આંખો ની આસપાસ લગાવી ને દસ પંદર મિનિટ માટે એને છોડી દો પછી આંગળીઓ ની મદદ થી દસ મિનિટ હલકી માલિશ કરો.

નારંગી ની છાલ

નારંગી ની છાલ ને તડકા માં સુકવી ને પીસી લો. આ પાઉડર માં થોડી માત્રા માં ગુલાબજળ મેળવી ને લગાવવા થી ડાર્ક સર્કલ મટી જાય છે.

Comments

comments

Reactions

0
2
0
0
0
0
Already reacted for this post.