in

ઇતિહાસ : જાણીયે હલ્દી ઘાટીના યુદ્ધ વિષે – 1576

કોઈના વ્યક્તિગત જીવનમાં જે ઘટનાઓ બને છે એ પણ જો કારણ વિના ના બનતી હોય તો યુદ્ધ જેવી મહત્વપૂર્ણ ઘટના કઈ રીતે કોઈ કારણ વિના બની શકે ? હલ્દી ઘાટીનું યુદ્ધ એ પણ ભારતનાં યુદ્ધોના ઇતિહાસમાં અદ્વિતીય અને અભૂતપૂર્વ યુદ્ધ હતું, આ યુદ્ધ માટેના એક કરતા વધારે કારણો હતાં. અકબરે ઉત્તર ભારતના મોટાભાગનાં રાજપૂત રાજ્યો જીત્યા અને એમને મુઘલ સામ્રાજ્ય હસ્તક આણ્યા હતા. પણ અકબરનાં સ્વપ્નનો વિજય હજુ પણ થોડો દૂર હતો. ભલે ને હલ્દી ઘાટીનું યુદ્ધ અકબરની સામ્રાજ્યવાદી નીતિઓને લીધે થયું હતું , તેમ છતાં એની પૃષ્ઠભૂમિ ઘણી મજબૂત હતી. ચાલો તો હલ્દી ઘાટીના યુદ્ધનાં પરિબળો વિષે જોઈએ:

Advertisements

મહારાણા પ્રતાપ અને જોધપુરના રાજા ચંદ્રસેનને બાદ કરીને મોટાભાગના રાજસ્થાની રાજાઓ મુઘલ બાદશાહ અકબરની કદમબોશી કરતા હતા. આઝાદી જાળવી રહે એના માટે તત્પર મેવાડમાં મહારાણા પ્રતાપને લીધે રાજપૂતી ગૌરવ, સાહસ અને પુરુષાર્થ ટકી રહ્યાં હતાં.

૧. મેવાડની સ્વતંત્રતા માટે થઈને જ પ્રતાપે રજવાડી જીવનશૈલી છોડી દીધી અને સામાન્ય માણસની જેમ જ જીવન જીવવાનું શરૂ કર્યું હતું. પ્રતાપને મેવાડની મહાન પરંપરાઓ માટે તો ઘણો ગાઢ લગાવ હતો એટલે આગ્રાના મુઘલ દરબારમાં પરાધીનતાનાં પકવાન ખાવા એના કરતા તો જંગલમાં લૂખું-સૂકું ખાઈને આઝાદી જાળવી રાખવામાં એને પોતાનું અને મેવાડનું ગૌરવ સમજતો હતો. આ રીતે મહારાણા પ્રતાપની સ્વાતંત્ર્યપ્રિયતા એ જ હલ્દી ઘાટીના યુદ્ધનું મૂળ કારણમાં હતું.

૨. મહારાણા પ્રતાપ તો આઝાદીના આશક હતા , અને સામે અકબર તો હઠીલો હતો. કાબુલથી આસામ અને કાશ્મીરથી મદ્રાસ સુધીના પ્રદેશોવાળા વિશાળ મુઘલ સામ્રાજ્યમાં મેવાડ અપવાદરૂપ રાજ્ય ગણાતું હતું. અને એ વાત અકબરને કણાની જેમ ખૂંચતી હતી. મુઘલ દરબારમાં મેવાડ અને તેના ધણી પ્રતાપની ગેરહાજરી અકબરને સતત ખટકી રહી હતી. તેમ છતાં એનો નિવેડો સમાધાનવૃત્તિથી આવે એના માટે જ તે પ્રયત્નશીલ હતો. ટૂંકમાં એવું કહી શકીયે કે બાદશાહના સામ્રાજ્યવાદ વિરુદ્ધ મહારાણા પ્રતાપની સ્વતંત્રતાપ્રિયતા એ જ હલ્દી ઘાટીના યુદ્ધનું મહત્વનું પરિબળ બન્યું હતું.

Advertisements

૩. અકબર સામ્રાજ્યવાદી શાસક તો હતા જ સાથે જ તે કુશળ વહીવટકર્તા પણ હતો. તે હંમેશા રાજ્યની આર્થિક સમૃદ્ધિ માટે તો ચિંતિત જ રહેતો હતો. ગુજરાતનો અત્યંત સમૃદ્ધ પ્રદેશ મુઘલિયા સલ્તનતના તાબા હેઠળ હતો. અહીંયાનું સુરત બંદર દેશાવરોમાં વેપાર કરવા માટે ખુબજ પ્રસિદ્ધ હતું. વળી મક્કાની હજયાત્રા માટેનો મોકાનો માર્ગ સુરતથી જ પસાર થતો હતો એટલે સુરત ‘બંદર મુબારક’ તરીકે પણ ઓળખાતું હતું. ધાર્મિક અને આર્થિક રીતે અગત્યના માર્ગમાં ચિતોડ આવતું હતું. અને અકબર એની સ્વતંત્રતા કઈ રીતે સહન કરી શકે ?

૪. ભલે અકબર મોટો સામ્રાજ્યવાદી હતો એ છતાં પણ અને ચિતોડ તેના સપનાનો વિજય હતો એ છતાં શરૂમાં તો પ્રતાપ સાથેનું તેનું વલણ સમાધાનકારી અને સમજાવટવાળું જ હતું. એના જ ભાગરૂપે વાક્ચાતુર્યમાં માહેર એવા જલાલ ખાન અને રાજા ટોડરમલ પ્રતાપને ઘણું સમજાવી ચૂક્યા હતા,પરંતુ એનું પરિણામ શૂન્ય આવ્યું હતું. આખરે તો આમેરનો રાજા માનસિંહ આ સમાધાન માટે આગળ આવ્યો હતો. એપ્રિલ ૧૫૭૩માં માનસિંહ ઉદેપુરમાં પ્રતાપ સાથે મુલાકાત માટે આવ્યો. પ્રતાપે શાહી પદ્ધતિ મુજબ એનું સ્વાગત કરાવ્યું. પણ ભોજન સમયે પ્રતાપ માનસિંહ સાથે જમવા બેઠો નહિ ,પરંતુ પોતાના પુત્ર અમર સિંહને એણે મોકલ્યો. માનસિંહે પ્રતાપની ગેરહાજરી માટેનું કારણ વિષે પૂછ્યું તો અમરસિંહે જણાવ્યું કે પિતાજીને માથામાં દર્દ હોવાથી તેઓ ભોજનમાં આવી શક્યા નથી. ચતુર માનસિંહ તો સાનમાં બધું જ સમજી ગયા અને પછી તેણે ટોણો મારતાં કીધું કે હું પ્રતાપનું દર્દ સારી રીતે સમજી શકું છું.

મહારાણા પ્રતાપ તો આઝાદીનો આશક હતો, તો અકબર એકદમ હઠીલો હતો. કાબુલથી આસામ અને કાશ્મીરથી મદ્રાસ સુધીના પ્રદેશોવાળા વિશાળ મુઘલ સામ્રાજ્યમાં મેવાડ અપવાદરૂપ રાજ્ય ગણાતું હતું અને એ વાત અકબરને કણાની જેમ ખૂંચતી હતી.

Advertisements

જયારે આ વાત પ્રતાપ સુધી પહોંચી તો એણે માનસિંહને કીધું કે પોતાની બહેન-દીકરીઓને મુઘલો અને તુર્કો જેવા વિધર્મીઓ સાથે પરણવાનાર રાજપૂતો સાથે ભોજન લેવું એના કરતા વધારે તો મરવું બહેતર કહેવાશે. માનસિંહ માટે પ્રતાપની વાત લપડાક સમાન હતી. ત્યારે માનસિંહ પીરસેલી થાળી પરથી ઊભો થઇ ગયો અને પ્રતાપને ધમકીભરી ભાષામાં કીધું કે, “તમે હવે તમારી આઝાદી કઈ રીતે ટકાવો છો એ તો હું જોઈ લઈશ. હવે આ ધરતી તમને વધારે સમય સુધી સંઘરી શકશે નહિ! હું જો તમારા ગર્વના ચૂરેચૂરા ના કરી નાખું તો હું માનસિંહ નહીં.” તેની સાથે માનસિંહ ઉદેપુરના ઉદયસાગર તળાવથી દિલ્હીની વાટે નીકળી પડ્યો. તે ગયો એની સાથે જ સ્વમાની પ્રતાપે માનસિંહ જે જગ્યાએ જમવા બેઠો હતો એ જગ્યાએ બે-બે ગાહ જમીન ખોદાવી નાખી અને ત્યાં ગંગાજળનો છંટકાવ કરાવ્યો. માનસિંહ સાથે બેઠેલા સેનાપતિઓને પણ સ્નાન કરાવ્યું અને એમને પણ પવિત્ર કરાવ્યા. ફક્ત એટલું જ નહીં પણ માનસિંહના ભોજન માટે જે વાસણોનો ઉપયોગ કરાયો હતો એ બધાં જ વાસણો તળાવમાં ફેંકાવી દીધાં હતા.

એ રીતે મહારાણા પ્રતાપે અકબર અને રાજા માનસિંહ સામે આક્રોશની પરાકાષ્ઠા દેખાડી હતી અને આ બધી વાતો ઊડતી-ઊડતી મુઘલ દરબાર સુધી આવી પહોંચી હતી. એટલે માનસિંહ પણ પ્રતાપને નાથવા પણ એકદમ ભૂરાંટો થઈ ગયો હતો.
હવે હલ્દી ઘાટીના યુદ્ધ માટેની વધારે વિગતો મેળવીશું બીજા લેખમાં.

ટિપ્પણી
Advertisements

શું તમે ગુજરાતીમાં આવેલું ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ની અપકમિંગ ફિલ્મનું ટ્રેલર જોયું?

જાણો કેવા છે આ સેલેબ્સના સાવકી માં સાથેના સંબંધો , તમે કલ્પના પણ ના કરી હોય