in

મહેસાણામાં હાઇ પ્રોફાઇલ જુગારક્લબનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈઓની ધરપકડ

અભિનેતા અને સાંસદ પરેશ રાવલના ભાઈ મહેસાણાના વિસનગરમાં જુગારધામ પર રેડમાં પકડાયા છે. વિસનગરના મથુરદાસ ક્લબના મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 20 જુગારીઓ ઝડપાયા છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસે મહેસાણા એલસીબી અને પેરોફોલો સ્કોર્ડે મહેસાણા પર દરોડો પાડ્યો હતો. દરોડામાં 1.94 લાખ રૂપિયા રોકડ, 12 મોબાઈલ અને ત્રણ વાહનો કબજે કરી.

પરેશ રાવલના કઝીન કિર્તી રાવલ વિસનગરમાં જુગારધામ ચલાવતો હતો. પરેશ રાવલનો ભાઈ હિમાંશુ રાવલ પણ જુગાર રમતા ઝડપાયો છે. લોકડાઉનમાં હિમાંશુ રાવલ બોમ્બેથી વિસનગર રહેવા આવ્યો હતો. મહેસાણાના વિસનગર ક્રિષ્ના સિનેમા નજીક મથુરદાસ ક્લબ આવેલી છે. મહેસાણાના વિસનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

જુગાર કેન્દ્ર શહેરના કેન્દ્રમાં હતું. મથુરદાસ ક્લબમાં હિમાંશુ રાવલ અને કીર્તિ રાવલ બહારથી જુગાર રમવા આવતા હતા. ક્લબમાં કીર્તિ રાવલ ટ્રસ્ટી તરીકે છે, જ્યારે પરેશ રાવલનો મુંબઇ સ્થિત ભાઈ હિમાંશુ તાળાબંધીમાં વિસનગર આવ્યો હતો. વિસનગર ઉપરાંત મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના શોખીનો અહીં જુગાર રમતા હતા.

Facebook Comments

What do you think?